કાઠમંડુ માં વિરોધ પ્રદર્શનો

નેપાળ ની રાજધાની કાઠમંડુ ની સંસદ માં અમેરિકી સહાય ની માળખાગત સુવિધા કાર્યક્રમ ને રજુ કરવા માં આવ્યો હતો. જો કે સંસદ ની વ્હાર આ પ્રોગ્રામ નો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ હિંસક બનતા પોલિસે ટીયરગેસ અને લાઠીચાર્જ નો બળપ્રયોગ કરવો પડ્યો હતો.નેપાળ ના આઈ. ટી. અને કોમ્યુનિકેશન મિનિસ્ટર જ્ઞાનેન્દ્રબહાદુર કાર્ડ એ સંસદ માં દસ્તવેજ રજુ કરતા જણાવ્યું હતું કે નેપાળ ની ત્રણ કરોડ ની વસ્તી માં થી ૨.૪ કરોડ વસ્તી ને આ પ્રોજેક્ટ થી ફાયદો મળશે. આ સહાય દેશ ના આર્થિક-સામાજીક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલુ હશે. અમેરિકન એજન્સી મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (એમસીસી) અમેરિકી સરકાર ની સહાયક એજન્સી છે. તેમણે ૨૦૧૬ માં નેપાળ સરકાર સાથે એક કરાર કરતા ૫૦ કરોડ ડોલર નું ભંડોળ આપવા સંમત થઈ હતી. આ ભંડોળ થી નેપાળ માં ૩00 કિ.મી. ની વિજળી ટ્રાન્સમિશન લાઈન લગાવવા તથા રસ્તાઓ, પુલો ની સુવિધાઓ સારી કરવા માટે આ ભંડોળ વપરાશે. આમાં ભારત-નેપાળ ને જોડતા ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટ નો પણ સમાવેશ થાય છે. વળી ભંડોળ ની આ રકમ એક સહાય તરીકે છે. અર્થાત કે તે પરત પણ કરવા ની નથી.

આમ આ રકમ નેપાળ માં વિકાસકીય યોજનાઓ માટે જ આપવા માં આવી છે. જો કે આ કરાર નો વિરોધ કરનારાઓ નું કહેવું છે કે આ કરાર માં થોડો સુધારો થવો જોઈએ કારણ કે તેની કેટલીક જોગવાઈઓ થી નેપાળ ના સાર્વભૌમત્વ ને નુક્શાન થઈ શકે છે.વિરોધીઓ ના જણાવ્યા પ્રમાણે નેપાળ સાથે , આ સમજૂતિ ચીન ની અસર ઓછી કરવા માટે કરવા માં આવી રહી છે. જ્યારે નેપાળ કોઈ પણ દેશ ની વિરુધ્ધ માં જવા નથી માંગતું. તે તમામ દેશો સાથે સંબંધો સારા રાખવા ઈચ્છે છે. જ્યારે આ કરાર ની જોગવાઈઓ મુજબ અમેરિકા આ મદદ ના ન્હાને નેપાળ માં પોતાના સૈન્ય અડ્ડાઓ બનાવી શકે છે. અમેરિકા ની ચીન ને રોકવા માટે ની આ એક રણનીતિ છે. આથી તેઓ આ કરાર ની અમુક જોગવાઈઓ નો વિરોધ કરી રહ્યા છે.આમ નેપાળ ની રાજધાની કાઠમંડુ માં આ કરાર નો વિરોધ કરનારા અને ચીન તરફી પરિબળો એ સંસદ ની વ્હાર વિરોધ પ્રદર્શનો કરતા પથ્થરમારો અને આગજની પણ કરતા હિંસક બનેલા આ પ્રદર્શનકારીઓ ને વિખેરવા નેપાળ પોલિસે ટિયરગેસ ના શેલ અને લાઠીચાર્જ કરતા ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ

Leave a Reply

Your email address will not be published.