કેનેડા માં કટોકટી નો અંત
બુધવારે કેનેડા ની રાજધાની ઓટવિા માં વડાપ્રધાન જસ્ટિન ટુડો એ દેશ ઉપર લાગુ કરાયેલા ઈમર્જન્સી એક્ટ ને ઉઠાવી લેવા ની જાહેરાત કરી હતી. વડાપ્રધાન સુડો ની બુધવાર બપોર ની આ જાહેરાત બાદ સાંજે ૫ વાગ્યે ઓન્ટારિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ એ પણ ઓન્ટારિયો માં લાગુ કરાયેલી સ્ટેટ ઓફ ઈમર્જન્સી હટાવવા ની જાહેરાત કરી હતી.દેશ માં ટ્રક ડ્રાયવરો ના “ફ્રિડમ કોન્વોય” નામક હજારો ટ્રકો સાથે ના વિરોધ પ્રદર્શન અને ધેરાવો અને તેમાં પણ ખાસ કરીને પાટનગર કેપિટલ હિલ્સ વિસ્તાર, વડાપ્રધાન ના નિવાસ સ્થાન ને હજારો ટૂકો થી ઘેર્યા બાદ યુ.એસ. સરહદ ના બ્રીજીસ અને એન્ટ્રી પોઈન્ટ ને પણ ઘેરાવ કરતા સૌથી શક્તિશાળી હથિયાર ઈમર્જન્સી એક્ટ નો ઉપયોગ કરવા ની જરૂરત પડી હતી. જો કે આ સમયગાળા માં રસ્તા ઉપર થી ટ્રકો અને પ્રદર્શનકારીઓ ને હટાવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા વડાપ્રધાન ટુડો એ ઈમર્જન્સી એક્ટ ને હટાવવા ની જાહેરાત કરી હત. હજુ સોમવારે દેશ ની સંસદ માં આ એક્ટ ના સમર્થન માં મતદાન કર્યું હતું. અને બુધવારે આ ઈમર્જન્સી એક્ટ ના ઉપયોગ ઉપર સેનેટ માં ચર્ચા ચાલી રહી હતી ને ( અધવચ્ચે જ એક્ટ ની જોગવાઈ હટાવાયા ની જાહેરાત થઈ હતી. વડાપ્રધાન જસ્ટિન ટુડો ના ઈમર્જન્સી એક્ટ હટાવવા ના નિર્ણય ઉપર બુધવારે જ ગવર્નર જનરલ એ હસ્તાક્ષર કરતા દેશ માં થી સત્તાવાર રીતે લદાયેલી કટોકટી નો અંત આવ્યો હતો.