કોંગ્રેસમુક્ત ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરેલી કોંગ્રેસમુક્ત ભારત ની હાકલ તેમની જ માતૃભૂમિ ગુજરાત પુરી કરવા જઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ ની જર્જરીત થઈ ચૂકેલી નેતાગિરી ની જોહુકમી અને ચૂંટાયેલા ધારાસભ્યો અને સક્રીય આગેવાનો ની સતત અવહેલવા અને અવગણના ના કારણે ગુજરાત કોંગ્રેસ મુક્ત થવા આવી હોવાનું ખુદ કોંગ્રેસ ના જ ધારાભ્યો કહે છે.હાલ માં જ ભાજપા માં જોડાયેલા કોંગ્રેસ માં ૩૭ વર્ષો ની કારકિર્દી ધરાવતા નેતા જયરાજસિંહ જેવા કોંગ્રેસ ના નેતાઓ એક પછી એક ભાજપા માં કેમ જોડાય છે તે વિચારવા જેવી બાબત છે. આ અંગે કોંગ્રેસ માં હાલ ના ધારાભ્ય સાથે જ વાત કરતા તેમણે નામ ના આપવા ની શરતે જણાવ્યું હતું કે કોંગ્રેસ ના ધારાસભ્યો ને માત્ર સંકટ સમયે ઉપયોગ કરવા માં આવે છે. બાકી ના સમય માં અમારી સાથે ક્યારેય સંવાદ કરવા માં આવતો નથી. અમારી પાર્ટી માં સંકલન નો મોટો અભાવ છે. ધારાસભ્યો ની અવગણના ના કારણે જ વિપક્ષી સભ્યો ની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાત માં આજે એવી પરિસ્થિતિ છે કે વિધાનસભા માં કોંગ્રેસ નું કંઈ ચાલતુ નથી. સત્તાધારી પક્ષ કોંગ્રેસ ને ગૃહ માં બોલવા નો પણ મોકો નથી આપતા.

વિધાનસભા ની ૨૦૧૭ ની ચૂંટણી માં આમ તો કોંગ્રેસ ને નોંધપાત્ર ૭૭ સિટો મળી હતી પરંતુ પ્રદેશ કોંગ્રેસ ની નિરસ નેતાગિરી ના કારણે કોંગ્રેસે ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે. ગુજરત માં કોંગ્રેસ ના મજબૂત ધારાસભ્યો તેમની અવગણના ના પગલે કંટાળી ને કોંગ્રેસ છોડી ને ભાજપા માં ભળી ગયા છે અને ભાજપા એ પણ કોંગ્રેસ ને એક પછી એક નિયમિત ફટકા આપ્યા છે. ભાજપ કોંગ્રેસમુક્ત ગુજરાત કરવા ના સ્વપ્નાને આ રીતે સાકાર કરી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ ની અનેક વખત ની ચેતવણીઓ છતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની નેતાગિરી પોતાના ધારાસભ્યો ને સાચવી શકતી નથી. ગુજરાત કોંગ્રેસ ના ૭૭ માં થી બાકી બચેલા ૬૫ ધારાસભ્યો પૈકી ઓછા માં ઓછા ૩૫ ધારાસભ્યો એવા છે કે જેમને પ્રદેશ નેતાગિરી સન્માનજનક રીતે બોલાવતા પણ નથી. વિધાનસભા નું સત્ર હોય ત્યારે માત્ર પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ ને આ ધારાસભ્યો યાદ આવે છે. પંરતુ તે સિવાય ના દિવસો માં ક્યારેય આ ધારાસભ્યો ને કોઈ ચર્ચા વિચારણા કરવા નિમંત્ર્યા હોય અને પ્રદેશ નેતાગિરી એ સાથે બેસી ને લંચ કે ડિનર કર્યું હોય તેવું કોંગ્રેસી ધારસભ્યો ને પાછલા ઘણા વર્ષો માં આવું બન્યા નું યાદ નથી. આમ ભાજપા ના કોંગ્રેસમુક્ત ગુજરાત ના સ્વપ્ના ને પ્રદેશ કોંગ્રેસ નેતાગિરી જ પુરુ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.