ગુજરાત માં ૬૦૦૦ કરોડ નું કોલસા કૌભાંડ
ગુજરાત માં છેલ્લા ૧૪ વર્ષો માં કોલ ઈન્ડિયા દ્વારા નાના અને લઘુ ઉદ્યોગો ની સહાય માટે રાજ્ય સરકાર ને મોકલાવાયેલો કોલસા નો જથ્થો બારોબાર જ વેચી દઈ ને કરાયેલા છ હજાર કરોડ રૂા.ના કોલકાંડ નો ખુલાસો થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.જો કે ગુજરાત માં જાગૃત વિપક્ષ ના હોવાથી તેમ જ કોંગ્રેસ તો તેની આંતરીક યાદવાસ્થળી માં જ મસ્ત હોવા થી આ સરકારી કૌભાંડ પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ એક અખબાર જૂથ દ્વારા બહાર પડાયુ છે. ભારત સરકારે ૨૦૦૭ માં (યુપીએ દુકા શાસન માં) દેશભરવ.. માં લઘુ ઉદ્યોગો ને સસ્તા દરે સારી – ગુણવત્તાવાળો કોલસો ઉપલબ્ધ કરાવવા સ્કીમ બનાવી હતી. જે બીજા જ વર્ષ ૨૦૦૮ થી લાગુ કરી દેવાઈ હતી. જેના અંતર્ગત કોલ ઈન્ડિયા ના વેસ્ટ કોલફિલ્ડ અને સાઉથ-ઈસ્ટ કોલફિલ્ડ માં થી નિકળેલો કોલસો ગુજરાત ને મોકલાતો હતો. આ પધ્ધતિ માં ગુજરાત સરકારે હર માસે કોલસા નો જરુરી જથ્થા નો ઓર્ડર, કોલસા ના લાભાર્થી ઉદ્યોગો ની યાદી, કઈ એજન્સી ના માધ્યમ થી પ્રાપ્ત કરાશે તેવી તમામ માહિતી કોલ ઈન્ડિયા ને આપવા ની હોય છે. જો કે આ અખબાર જૂથે સરકારી દસ્તાવેજો, સરકારી વેબસાઈટ ના આંકડા સરખાવતા કંઈક ખોટુ હોવાનું જણાતા આમાં આપવા માં આવેલી એજન્સીઓ અને લાભાર્થી ઉદ્યોગો ની સ્થળ તપાસ કરાતા આખુ ૬૦૦૦ કરોડ નું કોલસા કૌભાંડ બહાર આવ્યું હતું.આ અંગે જ્યારે સરકારી અધિકારીઓ, કોલ ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ નો સંપર્ક કરી હકીકત જાણવા પ્રયાસ કરાયો ત્યારે તમામ અધિકારીઓ એ “નો કોમેન્ટ્સ” કરી ને મૌન ધારણ કરી લીધું હતું. કોલ ઈન્ડિયા ની ખાણો માં થી ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર અત્યાર સુધી માં ગુજરાતનો વેપારીઓ માટે ૬૦ લાખ ટન કોલસો મોકલાયો હતો. જેની પ્રતિ ટન ૩૦૦૦ રૂા. ના ભાવ થી ગણતરી કરાય તો તેની કિંમત ૧૮૦૦ કરોડ રૂા. થવા જાય છે.
જો કે લઘુ કે મધ્યમ ઉદ્યોગો ને રાહતદરે આ કોલસો ઉપલબ્ધ કરાવવા ના બદલે બારોબાર બજાર માં ૧૦ હજાર રૂા. પ્રતિ ટન ના ભાવે વેચી ને ૬000 કરોડ રૂ.નું કૌભાંડ ૨૦૦૮ થી ૨૦૨૨ દરમ્યિાન ની ગુજરાત સરકાર ના સમય માં આચરાયુ હતું. હવે આ મામલે સરકાર દ્વારા નિમાયેલી એજન્સીઓ (૧) કાઠિયાવાડ કોલકોમ કન્ઝયુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન, અમદાવાદ (૨) ગુજરાત કોક કોલટ્રેડ એસોસિએશન (અમદાવાદ) (૩) સૌરાષ્ટ્ર બ્રિકવેટીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અમદાવાદ અને (૪) સાઉથ ગુજરાત ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ વાપી નો ઉલ્લેખ વેબસાઈટ ઉપર છે. આ અંગે જાત તપાસ માં એજન્સી નં.૧ કાઠિયાવાડ કોલ કોક. ની રજીસ્ટર્ડ ઓરિ ફસ નું સરનામુ સી.જી. રોડ ના એક કોમ્પલેક્ષ નું હતું જે સ્થળે હાલ સી.એ.ની ઓફિસ છેલ્લા એમ કાઈ ન જાય ક મારી નચાર વર્ષ થી અને જે અગાઉ પણ ક્યારેય આ કોમ્પલેક્ષ માં કોઈ કોલ એસોસિએશન ની ઓફસ ખૂલી જ નથી. એજન્સી નં.(૩) સૌરાષ્ટ્ર બ્રિકવેટીંગ ની રજીસ્ટર્ડ ઓફિસ ના સરનામે કોઈ ટ્રાવેલ એજન્સી કાર્યરત છે. જેને કોલ એસોસિએશન ની કોઈ જાણ પણ નથી.જ્યારે એજન્સી નં.= (૨) ગુજરાત કોક કોલ ની રજીસ્ટર્ડ ઓફિસ અમદાવાદ એલિસબ્રિજ વિસ્તાર માં તપાસ કરતા કોલસા ના વ્યાપાર ની બ્લેક ડાયમંડ ની ઓફિસ હતી. જેના માલિક હુસેન અલી ડોસાણી એ જણાવ્યું કે તેઓ તેમને મળેલો જથ્થો દ.ગુજરાત ના વ્યાપારીઓ ને વેચીએ છીએ. જે દ.ગુજર’ ત ની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ ને મળે છે. આ બાબતે દ.ગુજરાત ના ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન ના વ્યાપારી જિતેન્દ્ર વખારિયા નો સંપર્ક કરાતા | તેમણે પોતે આ ધંધા માં ૪૫ વર્ષો થી હોવા નો | અને આવી કોઈ યોજના હેઠળ કોઈ કોલસો આજ દીન સુધી મળ્યો ના હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
જ્યારે ગુજરાત સરકારે કોલ ઈન્ડિયા નો લાભાર્થી ઉદ્યોગો ની મોકલેલી યાદી પૈકી ના એક એવા શિહોર ખાતે ના જય જગદીશ એગ્રો ઈન્ડસ્ટ્રી ના જગદીશ ચૌહાઅ નો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે મને તો તે પણ ખબર નથી કે અમને સરકાર તરફ થી કોઈ કોલસો પ્રાપ્ત થાય છે. અમે તો સ્થાનિક બજાર માં થી કોલસો ખરીદીએ છીએ. આવા જ એક અન્ય લાભાર્થી એ એન્ડ એફ ડિહાઈડ્રેટેડ ફૂડુસ ના શાજી બાદમી એ પણ કહ્યું હતુ કે આવો કોઈ કોલસો આજ દીન સુધી અમને ક્યારેય મળ્યો નથી.આમ આ કોલ ઈન્ડિયા ના ૬ લાખ ટન કોલસા મામલે કૌભાંડ થયા નું સ્પષ્ટ જણાઈ આવે છે. વળી અહીં અન્ય અગત્ય ની બાબત એ પણ છે કે આ સમગ્ર કોલ કૌભાંડ નો સમયગથળો ૨00૮ થી ૨૦૨૨ દરમ્યિાન માં ૨૦૦૮ થી ૨૦૧૪ દરમ્યિાન કેન્દ્ર માં યુપીએ સરકાર હતી અને ૨૦૧૪ થી આજ દિન સુધી એનડીએ સરકાર નું ચલણ છે જેના અંતર્ગત કોલ ઈન્ડિયા આવે છે. જ્યારે ૨૦૦૮ થી આજ દિન સુધી ગુજરાત માં ભાજપા નું શાસન રહ્યું છે. જેમણે કોલ ઈન્ડિયા ને આપેલી એજન્સીઓ ની તેમ જ લાભાર્થીઓ ની યાદી ની યથાર્થતા આપણે ઉપર ચકાસી ચૂક્યા છીએ. જો કે આ કૌભાંડ અંગે મુખ્ય સચિવ થી લઈ ને જુદા જુદા વિભાગ ના કમિશ્નરો સુધી સંપર્ક કરાતા એક વિભાગ બીજા વિભાગ ઉપર જવાબદારી નાંખવા જેવા ગોળ ગોળ જવાબો અપાયા હતા. હવે આ બાબતે પાયા નો પ્રશ્ન એ છે કે કોલ ઈન્ડિયા પાસે થી ગુજરાત સરકારે પ્રમાણિત કરેલી એજન્સીઓ રાહત દરે કોલસો ખરીદી તેના લાભાર્થીઓ ને પૂરો પાડવા ના બદલે ખુલ્લા બજાર માં વેચી ૬ હજાર કરોડ રૂ.ની રકમ ઓળવી જાય તેની જવાબદારી કોની? કોણે આ એજન્સીઓ ને સતત આટલા વર્ષો થી પ્રમાણિત કરી હતી? શું રાજય સરકાર જવાબદારી સ્વિકારશે ખરી?