ચાર આતંકવાદીઓ ની ધરપકડ
હરિયાણા ના સોનેપત ખાતે થી ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાઈ ને દેશવિરAોધી પ્રવૃત્તિ માં સામેલ ચાર આતંકવાદીઓ પાસે થી એકે-૪૭, ચાર વિદેશી પિસ્તોલ, એક દેશી બનાવટ ની પિસ્તોલ અને પ૬ જીવતા કારત_સ પકડાયા હતા. આ ચારેય આતંકીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન માં બેઠેલા દેશદ્રોહીઓ અને ખાલિસ્તાન સમર્થકો ના સંપર્ક માં હતા.હરિયાણા એસ.પી. રાહુલ શર્મા ના જણાવ્યા મુજબ ગુપ્તચર એજન્સી અને પંજાબ પોલિસ તરફ થી માહિતી મળી હતી કે દેશવિરોધી ગતિવિધિઓ માં સામેલ સાગર નામક યુવક આતંકવાદી સોનપત માં રહે છે. તે સોનપત ના સાથીઓ સાથે હિંસા ફેલાવવા અને પંજાબ નું વાતાવરણ બગાડવા ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે મળી ને ટાર્ગેટ કિલીંગ ની યોજના ઉપર કામ કરી રહ્યો છે. આથી સીઆઈએ-બી અને સાયબર સેલ ની ટીમ તેની ધરપકડ ના કામ ઉપર લાગી ગઈ હતી. પોલિસ દળ ની આ સંયુક્ત ટીમ એ ત્રણેય આતંકીઓ ને તેમના ગામ જુઆન માં ઘેરી લઈ દબોચી લીધા હતા. બાદ માં ચોથા આતંકી ની સોનપત થી ધરપકડ કરાઈ હતી. પોલિસે સૌ પ્રથમવાર ઘર માં ઘુસી ને સુનીલ ઉર્ફે પહેલવાન ની ધરપકડ કરી હતી.
તેની પાસે થી પોલિસ ને યુ.એસ. બનાવટ ની પિસ્તોલ મળી આવી હતી.આ જ સમયે સીડીઓ ઉપર થી નીચે આવતો એક યુવક પણ પકડાયો હતો. તેની બાદ માં ઓળખ જતીન તરીકે થઈ હતી. તેની પાસે થી પણ વિદેશી પિસ્તોલ મળી આવી હતી. ત્યાર બાદ રુમ માં થી સાગર ઉર્ફે બિન્ની ને દબોચી લેવાયો હતો. જેની પાસે થી પણ વિદેશી પિસ્તોલ ઉપરાંત એકે-૪૭ અને ૫૮ જીવતા કારતૂસ પણ મળ્યા હતા. ત્યાર બાદ તેમના ચોથા સાથીદાર ની પણ ધરપકડ કરવા માં આવી હતી.હાલ માં પંજાબ માં માહોલ બગાડવા માટે ખાલિસ્તાન સમર્થક સંગઠો – જે બહુધા ભારત બહાર કેનેડા, યુએસ, યુકે અને ઓસ્ટ[લિયા જેવા દેશો માં કાર્યરત છે તેઓ અવનવા કાર્યો દ્વારા પંજાબ ના કટ્ટરતાવાદી માનસ ધરાવતા યુવકો ના બ્રેઈનવોશ કરવા ઉપરાંત નાણાં ના જોરે પોતાની ખાલિસ્તાની દેશવિરોધી ચળવળ ચાલુ રાખવા માંગે છે. ખાલિસ્તાનીઓ ના ૨૦૨૦ ના રેફરન્ડમ ના ફિયાસ્કો અને કૃષિ આંદોલન ના નામે હિંસા ભડકાવવા ના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ હવે આવા હિસ્ટ્રીશિટરો અને સોપારી કિલર્સ દ્વારા વાતાવરણ ડહોળવા પ્રયત્નો કરે છે. ચારેય આરોપીઓ આતંકવાદી સંગઠન ચલાવનારા ગુર્જલસિંગ જેન્ટા, હરવિંદરસિંગ નિઝર, સખબીર સિંગ રોડ સામે હર્ષદિપસિંગ ડાલા ના સંપર્કમાં હતા અને તેમના એકાઉન્ટ માં વિદેશ થી પૈસા પણ મોકલાયા હતા.