દાદીમા ના નુસખા
ચાર નંગ મુનક્કા, બે દાણા અંજીર અને બે નાની હરડેને લઈ એક કપ પાણીમાં ઉકાળી પી જાઓ. • મુનક્કા પૌષ્ટિક છે અને મંદાગ્નિનશિક પણ
– ગ્વારપાઠાના રસમાં જરાક નવસાર મેળવી સેવન કરો.
– ચિત્રક, અજમો, લાલ ઈલાયચી, સૂંઠ અને સિંધવ મીઠું
– આ બધાંને સરખા પ્રમાણમાં લઈ ચૂરણ બનાવો. ત્યારબાદ અડધી ચમચી જેટલું ચૂરણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લો.
– એક કકડો આદુ, બે કળી લસણ, એક ચમચી ધાણા તથા આઠ-દસ મરી લઈ ચટણી બનાવો. આ ચટણી દરરોજ લગભગ ૨૦ દિવસ સુધી જમવાની સાથે ખાઓ. મંદાગ્નિ મટી જશે.
– એક ચમચી વાટેલો અજમો, એક ચમચી વરિયાળી, તથા બે લાલ ઈલાયચીના દાણાનું ચૂરણ બનાવો. તેમાંથી અડધી ચમચી જેટલું ચૂરણ દરરોજ જમ્યા પછી સવાર-સાંજ લો.
– ડુંગળીના થોડા રસમાં ફુદીનાનો રસ મેળવી પીઓ. પેટના બધાં જ રોગોમાં આ અજમાવેલો નુસખો છે.
– અડધી ચમચી જેટલું શેકેલું જીરૂ, એક ચપટી વાટેલી મરી અને એક ચપટી સંચળને દહીંમાં નાંખી ભોજન સાથે લો.
ચાર લવિંગ તથા એક લાલ ઈલાયચીનો કાઢો બનાવી દરરોજ જમ્યા પછી પીઓ.
– ચાર-પાંચ લવિંગ અને એક હરડેને બે કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી એક કપ જેટલું બચે ત્યારે તેમાં જરાક સંચળ નાખી પી જાવ. આ કાઢો પેટનો દુખાવો, મંદાગ્નિ તથા અજીરણ માટે ઘણો ગુણકારી છે.
– મૂળાના બે ચમચી રસમાં બે કાળામરીને વાટી તથા થોડું સિંધવે છે. આ મીઠું મેળવી સેવન કરો.
– અડધી ચમચી જેટલા કાચા પપૈયાના દૂધને પતાસામાં મૂકી ખાઈ જાવ.
– પાણીમાં બે ચમચી જીરૂ નાંખી ઉકાળો. જ્યારે પાણી અડધુ બચે ત્યારે તેને પી જાવ.
– ચાર-પાંચ લિમડાના પાન, ચાર તુલના પાન, ચાર મરી, ચાર લવિંગ – આ બધાંને વાટી ચટણી બનાવો. તેમાંથી ૪ ગ્રામ ચટણી જમ્યા પછી ખાઈ પાણી પી
લો.
ડુંગળીના રસમાં મરી તથા સિંધવ મીઠું નાખી પીવાથી રોગીને ઘણો લાભ થાય છે.
પથ્થ-અપથ્ય – જ્યારે પાચનશક્તિ બગડી જાય છે ત્યારે કોઈપણ ખાદ્યપદાર્થ સહેલાઈથી પચતાં નથી. આંતરડાને વધુ મહેનત કરવી ન પડે તે માટે હળવો તથા પચે તેવા પદાર્થો ખાવા જોઈએ. દાળોમાં મગની દાળ ખાઈ શકાય છે. કારણ કે તે હલ્કી હોવાને કારણે નબળી પાચનક્રિયા હોય તો પણ સહેલાઈથી પચી જાય છે. ઉપરાંત રોટલી ના નુસખા સાથે દૂધી, તૂરિયા,પરવળ વગેરેને બાફીને ખાઓ. રાત્રે સૂતાં પહેલા ઈસબગોલની ભૂસીને દૂધ સાથે લો. બે ત્રણ મુનક્કાને તવા પર શેકી થોડા સંચળ સાથે પણ લઈ શકો છો.
સવારે ખાલી પેટ એક ચમચી આદુનો રસ તથા મધ સાથે ચાંટો. શરાબ, ભાંગ, સિગારેટ, બીડી અથવા અન્ય માદક પદાર્થ જેમ કે ચા, કોફી વગેરેનું સેવન કરવું નહીં. ચા પીવી હોય તો ગુરુકૂળ કાંગડીની ચાનું સેવન કરો.
પૂરી, કચોરી, ભજીયા, માવાની વસ્તતુઓ, તળેલી વસ્તુઓ, સમોસા, બંગાળી મિઠાઈ આદિ ખાવી નહીં. સવારે શૌચ ગયા બાદ હાથ પગની કોઈ કસરત કરકો. કડવા, તીખાં, કષાયેલા રસવાળા પદાર્થ બિલકુલ ખાવા નહીં. જમવામાં હીંગ, સંચળ, મરી લાલ ઈલાયચી, સિંધવ મીઠું સિવાય બીજા અન્ય પ્રકારના મસાલાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મનને શાંત રાખો. ક્રોધ કરવો જોઈએ નહીં.
અતિસાર (ઝાડા)
ખાધેલું ન પચવા (મંદાગ્નિ) ને કારણે દ્રવ્ય ધાતુ સાથે ભળી મળ વાયુ સાથે ગુદાથી બહાર નિકળે છે.