પંજાબ ની ચૂંટણી

રવિવારે ૨૦ મી ફેબ્રુઆરી એ પંજાબ ની ૧૧૭ અને યુ.પી.ના ત્રીજા તબક્કા ની ૫૯ બેઠકો માટે ની ચૂંટણી યોજાઈ ગઈ. પંજાબ માં ચૂંટણી જાહેર થઈ તે સમયે મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને આપ લાગતી હતી, ત્યાર બાદ અકાલી દળ અને છેલ્લે ભાજપા, પંજાબ લોક કોંગ્રેસ અને અકાલી દળ સંયુક્ત નું ગઠબધન ગણાતું હતું.પંજાબમાં માહોલ એવો બનાવ્યો હતો કે કૃષિ આંદોલન ના કારણે જનમત ભાજપા વિરોધ માં છે. જો કે આ અગાઉ ૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી માં તે વખત ના શિરમણી અકાલી દળ સાથે ના ગઠબંધન માં ભાજપા ૨૩ સિટો ઉપર લડી હતી જ્યારે શિરોમણી અકાલી દળ ૯૪ સિટો ઉપર. જે પૈકી ભાજપા ની ત્રણ બેઠકો ઉપર જીત થઈ હતી. લાંબા સમય સુધી ભાજપા ના શિરમણી અકાલી દળ સાથે ના ગઠબંધન ના કારણે ભાજપા હંમેશા નામ માત્ર ની બેઠકો અને તેમાં પણ ગઠબંધન વિરોધી પાર્ટીઓ ના પ્રભાવવાળી બેઠકો જ લડવા મળતી હતી. જો કે આ વખત ના ભાજપા ના ગઠબંધન માં બેઠકો ની જે વહેંચણી થઈ છે તે મુજબ ભાજપા ૬૫ બેઠકો, પંજાબ લોક કોંગ્રેસ (પીએલસી) ૩૭ બેઠકો અને શિરોમણી અકાલી દળ (સંયુક્ત) ૧૫ બેઠકો ઉપર થી ચૂંટણી લડી રહ્યા છે. આમ ભાજપા પ્રથમવાર પંજાબ માં ફેલાવાયેલા વામપંથીઓ અને લૂટિયન્સ મિડીયા જૂથો ના પ્રચાર થી વિરુધ્ધ પૂરા દમખમ થી પોતાના ૬૫ ઉમેદવારો ઉતારી ચૂંટણી લડી રહી છે.

જ્યારે આ જ જૂથો જેને મુખ્યપક્ષો ગણાવતા હતા તે કોંગ્રેસ અને આપ પાર્ટી ની મતદાન ના બે દિવસ અગાઉ ની સ્થિતિ ચકાસીએ.કોંગ્રેસ માં પ્રચાર શરુ થયો ત્યાર થી જ બેઠકો ની બેંચણી થી માંડી ને મુખ્યમંત્રી પદ નો ઉમેદવાર જાહેર કરવા ના મામલે મુખ્યમંત્રી ચરણજીતસિંગ ચન્ની જૂથ અને પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ જૂથ આમને-સામને આવી ગયા હતા. તેમાં પણ કોંગી યુવરાજ સિધ્ધ ના હ ઠા સ હ ના કારણે વર્ચ્યુઅલ મિટીંગમાં ચન્ની ને મુખ્યમંત્રીપદ ના દાવેદાર જાહેર કર્યા બાદ નવજોત સિધ્ધ અને સુનિલ જાખડ કેવા અને કેટલો પ્રચાર કરી રહ્યા છે તે સૌને નજરે પડે જ છે. વળી જેમ ગુજરાત અને અન્ય રાજ્યો માં કોંગ્રેસ ના આંતરીક જૂથવાદ ના કારણે આપસી હરિફાઈ અને એકબીજા ના ઉમેદવારો ને હરાવવા ના ધ્યેય થી તેઓ વિરોધી પાટઓ ને ફાયદો થાય તો પણ અચકાતા નથી તેવુ આ વખતે પંજાબ માં થાય તો નવાઈ નહીં રહે. નવજોત સિધ્ધ નો પણ કોંગ્રેસ માં પોતે રાહુલ-પ્રિયંકા ના ખાસ હોવા નો અને પંજાબ માં પોતે ધારે તે કરી શકે નો ભ્રમ તૂટ્યો છે અને પોતાનો માત્ર ઉપયોગ કરાયો હોવા ની પ્રથમવાર અનુભૂતી થઈ છે. જો કે સિધ્ધ શાંત બેસી રહે કે પક્ષ ની શિસ્ત માં રહે તેનુ તો સિધ્ધ ને જાણનાર કોઈ પણ વિચારી ના શકે. હાલ ખામોશ જણાતા સિધ્ધ નો બદલો ૧૦ મી માર્ચે જ બધા ને ખબર પડશે.

કોંગ્રેસ ની યાદવાસ્થળી થી જેમને પંજાબ ની ગાદી ટૂકડી લાગતી હતી તેવા આપ ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના એક સમય ના ગાઢ સાથી કુમાર વિશ્વાસે કરેલા તેમના અંગેના વિસ્ફોટક ખુલાસા તેમ જ તે જ પ્રકાર ના આતંકવાદી સાથે ના સંબંધો અને સમર્થક હોવા નો આરોપ કોંગ્રેસ ના રાહુલ ગાંધી પણ લગાતાર લગાવી રહ્યા છે. જો કે પંજાબીઓ ની વિશેષતા તેમનો રાષ્ટ્રવાદ છે. થોડા મુઠ્ઠીભર ખાલિસ્તાનીઓ સામે રાજ્યભર માં સૈન્ય માં ભરતી થનારાઓ અને દેશ ઉપર જાન ન્યોછાવર કરનારા વીર પંજાબીઓ અને પેઢી દર પેઢી સૈન્ય માં ભરતી થનારા કુટબીઓ મોટી માત્રા માં છે. આથી કુમાર વિશ્વાસ ના આરોપો બાદ કેજરીવાલ અને આપ પાર્ટી ના પગ નીચે થી જમીન સરકી રહી હોવાનો આભાસ થતા જ આપ ના અન્ય નેતાઓ જેવા કે રાઘવ ચઢ્ઢા અને અન્યો ન માત્ર કેજરીવાલ ના બચાવ માં ઉતરી આવ્યા પરંતુ દિલ્હી ઉપર સાત વર્ષના શાસન માં નવી એક પણ શાળા કે એક પણ હોસ્પિટલ કાર્યરત ના કરી શકનાર આપ પાર્ટી , ટીવી ચેનલો ને માસિક કરોડો રૂા.ના જાહેરાતો ના બજેટ કેજરીવાલ સામે ના કુમાર વિશ્વાસ ના આરોપો ના ન્યુઝ ચલાવનાર ને બજેટ અટકાવી દેવાની ધમકી આપી રહ્યા છે. ખૂદ કેજરીવાલ પણ આક્ષેપો નો સ્પષ્ટ ઈન્કાર કરવા ની જગ્યા એ વો તો કોઈ કવિતા પઢ લી હોગી. કવિ આદમી હૈ, કુછ ભી બોલ દેતા હૈ કહી વાત ને હળવાશ માં લેવા નો પ્રયત્ન કરી રહ્યા છે.

જો કે વાત માં સચ્ચાઈ છે તે એ વાત થી પૂરવાર થાય છે કે કેજરીવાલ આરોપો બાબતે ખોંખારી ને સ્પષ્ટ ના બોલી રહ્યા નથી. આથી જ રાહુલ ગાંધી એ પણ ટ્વિટ કર્યું છે કે કેજરવાલજી, ગોળ ગોળ વાતો ના કરો. સ્પષ્ટ કહો હા કે ના. જ્યારે કુમાર વિશ્વાસ તો પોતાની વાત ઉપર અડગ રહેતા ખુલ્લી ચેલેન્જ આપે છે કે આપ કહો તે મંચ ઉપર, ચેનલ ઉપર હું મારો સમાન લઈ ને આવું તમે તમારો સામાન લઈ આવો. હું પુરવાર કરવા તૈયાર છું. આમ ચુંટણી પૂર્વે કેજરીવાલ બરાબર ના ફસાયા છે.જ્યારે બીજી તરફ ભાજપા તરફ થી તેના સ્ટાર પ્રચારકો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા રેલીઓ સંબોધી ને વિશાળ જનમત જગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી એ તેમના નિવાસસ્થાને દિલ્હી ગુરુદ્વારા સમિતિ ના પ્રમુખ હરમીતસિંહ કાલકા, પહ્મશ્રી બાબા બલબીર સિંહ, યમુનનગર સેવાપંથી મહંત, કરનાલ ના ડેરા બાબા જેગસિંગ અને જોગાસિંગ, અમૃતસર ના મુખી ડેરા ના બાબા, આનંદપુર સાહિબ ના કારસેવા ના જથ્થવર, દમદમી તકસાલ ના જથ્થદાર, તખશ્રી પટના સાહિબ ના જથ્થદાર એવા વિવિધ ડેરા અને આશ્રમો ના ગુરુઓ, બાબાઓ, મહંતો ને નિવાસસ્થાને આમંત્ર્યા હતા.

તેમણે મોદી સરકાર દ્વારા કરતારપુર કોરિડોર ના દ્વાર ખોલવા, ગુરુ ગોવિંદસિંહ ના પુત્રો ની શહાદત ની ઉજવણી કરવા ના, લંગર ની સેવા પ્રવૃત્તિ ઉપર લગાવાતા જીએસટી ને દૂર કરવા જેવા પગલાઓ ની યાદ અપાવી હતી. વડાપ્રધાને શીખ સંપ્રદાય ની સેવા પ્રવૃત્તિ ને બિરદાવવા દરેક આગંતુક મહેમાનો ને પોતાના હાથે નાસ્તા ની પ્લેટ આપતા તમે સમાજ ની બહુ સેવા કરી છે, આજે તમારી સેવા કરવા ની તક મને આપો કહી ને સૌના દિલ જીતી લીધા હતા. પંજાબ ની ૧૧૭ વિધાનસભા ની બેઠકો પૈકી ૬૮ બેઠકો ઉપર વિવિધ ગુરુદ્વારા, ડેરાઓ અને આશ્રમો ના બાબાઓ નો પ્રભાવ છે જેની સાથે વડાપ્રધાન મોદી અને અમિત શાહ મિટીંગ, મુલાકાતો યોજી રહ્યા છે. જ્યારે આપ કે કોંગ્રેસ દ્વારા આવો કોઈ પ્રયાસ કરવા માં આવ્યો નથી. વળી આપ ના કેજરીવાલ સામે ના કુમાર વિશ્વાસ ના આરાપો ને ગંભીર પ્રકાર ના ગણાવા ઉપરાંત પંજાબ ના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની એ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ને પત્ર લખી ને આપ અને પ્રતિબંધિત શિખ ફોર જસ્ટિસ સંસ્થા વચ્ચે ના સંબંધો ની તપાસ કરવા માંગ કરી હતી. જેનો પ્રત્યુત્તર પાઠવતા અમિત શાહે લખ્યું હતું કે એક રાજકીય પાર્ટી નું દેશવિરોધી, અલગતાવાદી તથા પ્રતિબંધિત સંસ્થા સાથે સારો સંપર્ક રાખવા અને ચૂંટણી માં સહયોગ પ્રાપ્ત કરવા દેશ ની અખંડતા ના દૃષ્ટિકોણ થી અત્યંત ગંભીર બાબત છે. આ પ્રકાર ના તત્વો નો એજન્ડા દેશ ના દુશ્મનો ના એજન્ડા થી અલગ નહીં પરંતુ એક બીજા ના પૂરક હોય છે. આ અત્યંત ટીકાપાત્ર બાબત છે કે માત્ર સત્તા મેળવવા આવા લોકો અલગાવવાદીઓ સાથે હાથ મેળવવા થી લઈ ને પંજાબ તથા દેશ ને તોડવા ના ષડયંત્ર નો ભાગ બને છે.

Leave a Reply

Your email address will not be published.