પુતિને ડોનેસ્ક, લુગાસ્ક ને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યા

રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મુત્સદી ચાલ ચાલતા યુક્રેન ના બે અલગતાવાદીઓ ના કલ્જાબાળા પ્રાંત લુગાસ્ક અને ડોનેસ્ક ને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી ને ત્યાં સેના ની તહેનાતી શરુ કરી દીધી છે. આમ યુક્રેન સામે યુધ્ધ જાહેર કર્યા વગર જ યુક્રેન ના બે પ્રાંતો માં રશિયન સેના પ્રવેશી ચુકી છે.રશિયા ના આ પગલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની ઈમર્જન્સી બેઠક હતી. જેમાં ભારત ના પ્રતિનિધિ તિરુમુર્તિ એ આ પગલા થી શાંતિ અને સુરક્ષા નો ભંગ થઈ શકે છે. આ મુદ્દો રાજદ્વારી વાટાઘાટો દ્વારા જ ઉકેલી શકાય છે. જ્યારે ‘અમેરિકા એ રશિયા ના આ પગલા ને યુક્રેન માં ઘુસણખોરી માટે નું એક બહાનું ગણાવ્યું હતું. જો રશિયા વધુ ઘુસણખોરી કરે છે તો તેને તાકીદે યોગ્ય જવાબ આપવો જોઈએ. હવે કિનારે ઉભા રહેવા નો સમય નથી. યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ મંગળવારે સવારે રાષ્ટ્ર ને કરેલા સંબોધન માં રશિયા ઉપર શાંતિ મંત્રણા ને બગડિવા નો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ક્ષેત્રીય વિસ્તાર અંગે કોઈ પણ ક્ષેત્રે તેઓ સમાધાન નહીં કરે. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કરતા યુક્રેન થી અલગ થયેલા બે પ્રાંતો ને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરતા યુક્રેન ને અમેરિકા ની કઠપૂતળી ગણાવ્યું હતું. યુક્રેન માં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈનિકો ની ચોકી ઉભી કરવા સમાન છે. યુક્રેન નું સંવિધાન વિદેશી સૈન્ય બેઝ રાખવા ની મંજુરી આપતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓ થી યુક્રેન પશ્ચિમી હથિયારો થી ભરાઈ ગયું છે. તેમણે અમેરિકા અને નાટો ઉપર યુક્રેન ને યુધ્ધ ક ના રંગમંચ માં બદલવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેન અમેરિકા ની કોલોની બની ગયું છે. નાટો ના પ્રશિક્ષક યુક્રેન ના સૈન્ય અભ્યાસ દરમ્યિાન સતત હાજર રહ્યા હતા. યુક્રેન ના અધિકારીઓ ભ્રષ્ટાચારગ્રસ્ત છે. યુક્રેન ઉપર તેમણે ગેસ ની ચોરી નો પણ આરોપ લગાવ્યો હતો. વિદેશી તાકાત દરેક સ્તર ના અધિકારીઓ ને પ્રભાવિત કરી રહી છે. યુક્રેન માં અમેરિકી દૂતાવાસ યુક્રેન ના એન્ટિ કરપ્શન વાહનો ને કન્ટ્રોલ કરે છે. ત્યાં રશિયન ભાષા ને પણ હાંસ્પિ યા માં ધકેલી દેવા માં આવી છે. જો યુક્રેન ને સામુહિક વિનાશ ના હથિયારો મળી જાય તો વૈશ્વિક સ્થિતિ માં મોટાપાયે બદલાવ થશે. યુક્રેન નો નાટો માં પ્રવેશ રશિયા માટે ખતરારુપ છે. યુક્રેન ની યોજના પરમાણુ હથિયારો બનાવવા ની છે. યુક્રેન સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી. એટલે જ તેને અમેરિકા અને નાટો ના દેશો જેવી વિદેશી તાકાતો ઉપર નિર્ભર થવું પડી રહ્યું છે. હાલ માં તો યુક્રેન માં અમેરિકા ની કઠપૂતળી સરકાર છે જે રશિયા માટે હિતાવહ નથી.

Leave a Reply

Your email address will not be published.