પેટ્રીક બ્રાઉન મામલે ભારત ની ગંભીર ચિંતા
ભારત સરકારે તાજેતર માં અલગાવવાદી ખાલિસ્તાની ચળવળ ના ઝંડા તળે તેમજ “ઈન્ડિયા કિલ્સ’ ના પ્લેકાર્ડ સાથે બ્રાપ્ટન સિટી હોલ માં યોજાયેલી મૃતકદિપ સિધ્ધ ને શ્રધ્ધાંજલી આપતા બ્રામ્પટન ના મેયર પેટ્રિક બ્રાઉન ના સંબોધન અને ઉપસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.ભા રતા અને કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સંબંધો માં વધુ એક નો ઉમેરો થયો છે. ભારતીય વિદેશ મંત્રાલય એ ઓટવિા માં કેનેડિયન સત્તાવાળા ને બ્રામ્પટન ખાતે મેયર પેટ્રિક બ્રાઉન દ્વારા અલગતવિાદી ખાલિસ્તાની ઝંડા અને ભારત વિરોધી લખાણવાળા પ્લેકાર્ડ પશ્ચાદભૂ માં દેખાય તેવી સભા સંબોધિત કરવા અંગે “ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે આ સમય માં બ્રામ્પટન ના મેયર પેટ્રિક બ્રાઉન દ્વારા ભારત ના કૃષિ આંદોલન નો ઉલ્લેખ કરવાની બાબત ને ભારત ની આંતરિક બાબતો માં દખલગિરી ગણાવી તેની આકરી નિંદા કરતા ઉમેર્યું હતું કે જ્યારે કેનેડા માં ટ્રક ઓપરેટરો ના વિરોધ પ્રદર્શનો ના કારણે રાજ્ય સ્તરે અને આખા કેનેડામાં કટોકટી લદાયેલી હોય ત્યારે આવું સંબોધન અસ્વિકાર્ય છે.
આ સંબંધે ઓટોવા ખાતે ની ભારતીય હાઈ કમિશને ઘટનાક્રમ ની નિંદા અને ચિંતા વ્યક્ત કરતો પત્ર કેનેડા સરકાર અને ઓન્ટારિયો ની રાજ્ય સરકાર ને પાઠવ્યો હતો.આ ઘટનાક્રમ ના સ્વાભાવિક રીતે જ જીટીએ માં વસતા ભારતીય સમુદાય માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ સંદર્ભે બ્રામ્પટન ના સ્થાનિક રેડિયો સ્ટેશન ઉપર થી પ્રોગ્રામ હોસ્ટ કરતા મિડીયાકર્મી દિપક પુંજ એ પોતાના રેડિયો પ્રોગ્રામ માં દિપ સિધ્ધ અંગે કાઈ બોલતા તેમની ઉપર ગનપોઈન્ટ થી ત્રણ હુમલાખોરો એ હુમલો કર્યો હતો. માથુ અને મોઢું ઢાંકેલા ત્રણ હુમલાખોર એ દિપક ઉપર હુમલો કરતા એક એ બંદુક લમણે ધરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી, અન્ય એ માથા માં બિયર ની બોટલ ફોડી અને ત્રીજા એ વિડીયો શૂટ કર્યા નું કહેવાય છે. કેનેડા, જીટીએ ના સુધરેલા સભ્ય સમાજ માં એક મિડીયાકર્મી ઉપર આ રીતે રેડિયો સ્ટેશન ઉપર જ જાન લેવા હિંસક હુમલો કોઈ પણ સભ્ય સમાજ માટે ન માત્ર નિંદનીય કૃત્ય છે, પરંતુ હરગીઝ સાંખી લેવાય તેમ નથી.