ભારતે વેસ્ટઈન્ડિઝ ને ક્લિન સ્વિપ થી હરાવી


અને ઈશાન યજમાન ટીમ ઈન્ડિયા એ પ્રવાસી ટીમ વેસ્ટ ઈન્ડિઝ ને વન-ડે સિરીઝ બાદ ટી-૨૦ સિરીઝ માં પણ ૩-૦થી હરાવી સિરીઝ ક્લિન સ્વીપ થી જીતી લીધી હતી.ત્રીજી વન-ડે માં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી બોલિંગ પસંદ કરતા ટીમ ઈન્ડિયા તરફ થી ઋત_રાજ ગાયકવાડ અને ઈશાન કિશને ઓપનીંગ કર્યું હતું. જો કે ગાયકવાડ અંગત ૪ રને જ ઈન્ડિયા ની ૧૦ રને પહેલી વિકેટ પડી હતી. ત્યાર બાદ શ્રેયસ ઐય્યર અંગત ૨૫ રને અને ઈશાન કિશન અંગત ૩૪ રને આઉટ થતા ૬૬ રન માં ૩ વિકેટ નો સ્કોર થયો હતો. ત્યાર બાદ કપ્તાન રોહિત શર્મા પણ અંગત ૭ રને આઉટ થતા ૯૩ રને ૪ વિકેટ સ્કોર થયો હતો. જો કે ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે ૩૯ બોલ માં ૧ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૬૫ રન અને વેંકટેશ ઐય્યર એ પણ ૧૯ બોલ માં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ની મદદ થી અણનમ ૩૫ રન ફટકારતા ટીમ ઈન્ડિયા નો સ્કોર ૨૦ ઓવરો માં ૫ વિકેટ ના ભોગે ૧૮૫ રન થયો હતો. વેસ્ટ ઈન્ડીઝ તરફ થી હોલ્ડર, એપર્ડ, રોઝ, વેલ્સ(જુ), અને ડ્રેક્સને ૧-૧ વિકેટો મળી હતી.વેસ્ટ ઈન્ડિઝ એ જીતવા માટે ૧૮૫ રન ના લક્ષ્યાંકનો પીછો કરતા મેયર્સ અને હોપ ઓપનીંગ માં ઉતર્યા હતા. જો કે મેયર્સ અંગત ૬ રને અને હોપ અંગત ૮ રને આઉટ થતા વેસ્ટ ઈન્ડિઝ નો સ્કોર ૨૬ રને ર વિકેટ થયો હતો.નિકોલસ પૂરન માં શાનદાર ૬૧ રન જ્યારે પોવેલ એ ૨૪ રન બનાવી આઉટ થતા મેચ માં અન્ય ખેલાડી કપ્તાન પોલાર્ડ-૫ રન, હોલ્ડર-૨ રન અને ચેઝ પણ ૧૨ રન બનાવી ને આઉટ થયા હતા. જો કે ચેપડે ૨૧ બોલ માં ૨૯ રન જ્યારે એલન પ રન અને ટ્રેકસ ૪ રન બનાવી આઉટ થઈ જતા વેસ્ટ ઈન્ડિઝ એ ૨૦ ઓવરો માં ૯ વિકેટ ના ભોગે ૧૬૭ રન બનાવતા ટીમ ઈન્ડિયા નો ૧૩ રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી હર્ષલ પટેલ-૩, દિપક શાહર, વેંકટેશ એય્યર અને શાર્દુલ ઠાકુર ને ૨-૨ વિકેટો મળી હતી. આમ ટીમ ઈન્ડિયા એ ત્રણ ટી-૨૦ ની આ આખરી મેચ પણ ૧૭ રને જીતતા ટી-૨૦ સિરીઝ ૩-૦ થી જીતી ને વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે બાદ ટી-૨૦ પણ ક્લિન સ્વીપ થી વિજયી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published.