યુક્રેન રશિયા ઈચ્છે ત્યાં વાટાઘાટો માટે તૈયાર

અમેરિકા દ્વારા રશિયા એ યુક્રેન સરહદે ૫૦,૦૦૦ સૈનિકો વધાર્યા હોવા ના કેટલાક દાવા અને યુક્રેન માં અલગવિવાદીઓ એ વધારેલી હિંસક પ્રવૃત્તિ વચ્ચે યુક્રેન ના રાષ્ટ્રપતિ એ રશિયા ના રાષ્ટ્રપતિ ઈચ્છે તે સ્થળે અને સમયે પોતે વાટાઘાટો માટે તૈયાર હોવા નો અને હાલ ની કટોકટી નો શાંતિપૂર્ણ સમાધાન નો માર્ગ રાજદ્વારી વાટાઘાટો થી લાવવા પહેલ કરી છે.યુક્રેન ના પૂર્વ વિસ્તાર માં રશિયા સમર્પિત અલગતાવાદીઓ અને યુક્રેન લશ્કર વચ્ચે થયેલી ફાયરીંગ ની ઘટના માં બે યુક્રેન ના સૈનિકો ના મોત થયા હતા. રશિયા સાથે ના સંભવિત યુધ્ધ ના ખતરા વચ્ચે યુક્રેન માં અલગતાવાદીઓ દ્વારા સતત બીજા દિવસે બોંબ બ્લાસ્ટ કરાયા હતા. પૂર્વ યુક્રેન માં કથિત રશિયા સમર્થિત અલગતાવાદીઓ એ એક કાર ને નિશાનો બનાવવા ઉપરાંત ગેસ પાઈપલાઈન ને પણ બ્લાસ્ટ કરી ને ઉડાવી દીધી હતી. આ બન્ને બ્લાસ્ટ ને રશિયા સાથે નાયુધ્ધ નાટ્રેલર તરીકે જોવામાં આવે છે. આ હુમલા માટે યુક્રેન એ રશિયા ને જવાબદાર ગણાવ્યું હતું. જ્યારે રશિયા એ આને યુક્રેન નું કાવતરું ગણાવ્યું હતું. આ અગાઉ ગુરુવારે પણ યુક્રેન ની એક ફેરીટેઈલ કિંડરગાર્ડન શાળા ઉપર રોકેટ લોચર થી હુમલો કરાયો હતો જેમાં ત્રણ શિક્ષકો ઘાયલ થયા હતા. આવી યુધ્ધ ની પરિસ્થિતિ તેમ જ રશિયા સામે અવારનવાર અમેરિકા અને નાટો ના દેશો ના વડાઓ ની ચેતવણીઓ ની પરવાકર્યા વગર રશિયા એ યુક્રેન બોર્ડર ઉપર શક્તિ પ્રદર્શન કર્યુ હતું.

રશિયા એ યુક્રેન સરહદે ત્રણ નવી પરમાણુ મિસાઈલો લોચ કરી હતી. જે પૈકી એક મિસાઈલ હાઈપર|ોનિક સ્પિડ ની છે જે અમેરિકન મિસાઈલ ડિ ફ – સા સિસ્ટમ ને માત આપવા સક્ષમ છે જ્યારે રશિયા ની બાકી ની બે પરમાણુ મિસાઈલો હ વ | ઈ અને સમુદ્ર આ ધારીતો છે. અમેરિકા ના તાજેતર ના અંદાજ મુજબ રશિયા એ યુક્રેન સરહદે ૧.૭૦ લાખ થી ૧.૯૦ લાખ સૈનિકો ને તૈનાત કરી દીધા છે. આ તમામ તૈનાતી રશિયા અને બેલારુસ માં કરવા માં આવી છે. જ્યારે બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને પણ મ્યુનિથ સિક્યોરિટી કાઉન્સિલ માં બોલતા યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ ની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપ ના સૌથી મોટા હુમલા ની તૈયારી કરી રહ્યા છે. રશિયા યુરોપ માં ૧૯૪૫ પછી ના સૌથી મોટા યુધ્ધ ની યોજના બનાવી રહ્યું છે.લાદિમીર પુતિન ની અમુક યોજનાઓ શરુ પણ થઈ ચૂકી છે. રશિયા જે રીતે હુમલો કરવા માંગે છે કે તે યુક્રેન ની રાજધાની કીવ ને ઘેરી લે. લોકો એ તે સમજવા ની જરુર છે કે આ માટે કેટલી મોટી માનવીય કિંમત ચૂકવવી પડી શકે છે. રશિયા માત્ર બેલારુસ થી જ નહીં, પરંતુ નોર્વે ના શહેર ડોમ્બસિ ની સરહદે થી પણ હુમલો કરી શકે છે.અ | મ તો રશિયાયુક્રેન વિવાદ માં અમેરિકા અને નાટો દેશો યુક્રેન ની સાથે છે, પરંતુ યુક્રેન ના રાષ્ટ્રપતિ ના એક નિવેદન થી લાગી રહ્યું છે કે તેમની વચ્ચે પણ કોઈ વાતે મતભેદ હોઈ શકે છે. યુકેન ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેન્કી એ કહ્યું હતું કે તેમના સહયોગી દેશો રશિયા સામે કોઈ પગલા ભરી રહ્યા નથી. શું તેઓ હવે એ વાત ની રાહ જોઈ રહ્યા છે કે રશિયા યુકેન ઉપર હુમલો કરી દે ? જ્યારે અમારું અર્થતંત્ર ખતમ થઈ જશે,જ્યારે અમારા દેશ માં અનેક ભાગો ઉપર દુશ્મનો નો કબ્બો થઈ જશે અને અમારા માં ના ઘણાં કબર માં પહોંચી જઈશુ ત્યારે તમે પ્રતિબંધો લગાવશો તો તે અમારા માટેશું કામ ના? અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેન્કી એ આ નિવેદન શનિવારે મ્યુનિચ ની સિક્યોરિટી કાઉન્સિલ માં આપ્યું હતું. શનિવારે રાત્રે જેલેન્કી એ આપેલા આ નિવેદન અંગે ૨૪ કલાક બાદ પણ અમેરિકા કે નાટો દેશો દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. જેલેસ્કી આ નિવેદન અવશ્ય રશિયા નું મનોબળ વધારી શકે છે.


રશિયા-યુક્રેન તંગદીલી ના સમય માં રશિયા એ શનિવારે યુક્રેન સરહદ ની નજીક પરમાણુ દળ સૈન્ય અભ્યાસ શરુ કર્યો હતો. રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મિત્ર દેશ બેલારુસ ના રાષ્ટ્રપતિ લેક્ઝાન્ડર લકાશેકો સાથે મળી ને નિયંત્રણ કેન્દ્ર માં બેલેસ્ટીક મિસાઈલો નું પરીક્ષણ કર્યું હતું. જો કે આવા સમયે બ્રિટન ના વિદેશમંત્રી લિઝ ટ્રસ એ જણાવ્યું હતું કે યુક્રેન ને આગ| મી સપ્તાહે રશિયા ના આક્રમણ ની સૌથી ખરાબ સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે. આ સૌથી ખરાબ સ્થિતિ આગામી સપ્તાહ ની શરુઆત માં સર્જાઈ શકે છે. જ્યારે શનિવારે મ્યુનિચ સિક્યોરિટી કાઉન્સિલ માં બોલતા અમેરિકા ના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેલિસ એ રશિયા ને ચેતવણી આપી હતી કે જો રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તો તેની તેણે અસાધારણ આકરી આર્થિક કિંમત ચૂકવવી પડશે. જો આમ થશે તો અમેરિકા તેના સાથી દેશો સાથે મળી ને રશિયા ઉપર આકરા આર્થિક પ્રતિબંધો લગાવશે.

Leave a Reply

Your email address will not be published.