લંડન ની આજ, જીટીએ નું ભાવિ : માઈક્રો ફ્લેટ્સ

લંડન માં મોંઘાદાટ મકાનો અને તેના પરિણામે અસહ્ય ભાડાવધારો હવે સામાન્ય લોકો ને પોષાય તેવો નથી રહ્યો, ત્યારે લંડન માં માત્ર ૭ ચો.મી. ના માઈક્રો ફ્લેટસનું ચલણ વધી ગયું છે. આવા ૭ ચો.મી. ના માઈક્રો ફ્લેટ્સ માટે ખરીદદારો ૫૦ લાખ રૂા. ચૂકવી રહ્યા છે.લ ડ ના માં અત્યારે ખૂબ વેચાતા ૭ ચો.મી.ના માઈક્રોફલેટ્સ માં માત્ર એક બેડ, વોશરૂમ, સિન્ક અને એક નાનકડુ માઈક્રોવેવ જ ઉપલબ્ધ હોય છે. આ માઈક્રો ફ્લેટ્સ માં કિચન કે લિવિંગરૂમ ની સુવિધા પણ નથી. એક શોધ અનુસાર કોરોનાકાળ ના કારણે લોકો ની ખરીદશક્તિ ઘટી ગઈ છે. કમરતોડ મોંઘવારી અને પ્રોપર્ટીની કિંમત માં ભારે તેજી થી સામાન્ય માણસ માટે પોતાનું ઘર ખરીદવું તો દુર પણ વધેલા અસહ્ય ભાડા પણ પોષાય તેમ નથી. આથી જ લંડન માં લોકો આવા માઈક્રો ફ્લેટ માં જીંદગી વિતાવવા મજબૂર થયા છે. હાલ માં તો લંડન માં માઈક્રોફલેટ્સ ૫૦ લાખ રૂા.માં વેચાઈ રહ્યા છે પરંતુ તેની પણ ભારે માંગ ને જોતા ટૂંક સમય માં તેના ભાવ માં પણ વધારો થવા ની સંભાવનાઓ છે. માઈક્રોફ્લેટ્સ ના ચલણ થી પ્રભાવિત થઈ ને હવે અનેક ફ્લેટ્સ ના માલિકો પણ પોતા ના મોટા ફ્લેટ્સ ને માઈક્રોફ્લેટ્સ માં તબદીલ કરી રહ્યા છે.

પોશ વિસ્તારો માં પ્રોપર્ટી ની ખરીદી કે તેને ભાડે લેવા નું વધુ મુશ્કેલ બન્યું છે. તેવા માં લોકો ને વ્યવ પાયિક સ્થળો થી નજીક માં કે પછી સારા રહેણાંક | વિસ્તારો માં માઈક્રો ફ્લેટ્સ મળી જાય છે તેનથિી તેઓ સંતુષ્ઠ છે. જો કે માઈક્રો લેટ્સ ની માંગ તેજી થી વધી રહી છે. સાથે જ તેનું કદ દિવસે અને દિવસે ઘટતું જઈ રહ્યું છે.માઈક્રો ફ્લેટ્સ ના ટ્રેન્ડ બાદ લંડન માં એક બેડરુમ એપાર્ટમેન્ટ નું અગાઉ જે ન્યુનતમ ૩૯૮ વર્ગ ચો.મી. નક્કી કરાયુ હતું કે આ વર્ષે ન્યુનતમ કદ ઘટી ને ૩૧૨ વર્ગ ચો.મી. થઈ ગયું છે.કેનેડા માં જીટીએ તેમ જ આસપાસ ના વિસ્તારો માં પણ આ જ પરિસ્થિતિ બની રહી છે. બ્રામ્પટન માં સેમીડિટેડ હાઉસ ના ભાવ પણ ૧.૫ થી ૧.૬ મિલિયન ડોલર અથતિ કે લગભગ ૯ કરોડ રૂા.એ પહોંચ્યો છે અને આના પ્રતાપે ૧ બેડરુમ એપાર્ટમેન્ટ નું ભાડુ પણ ૧૨૦૦ થી ૧૫૦૦ ડોલર એ પહોંચ્યું છે. સેમીડિટેડ ઘર ખરીદવા પણ ૧૦ ટકા ડાઉન પેમેન્ટ માટે પણ ૧.૫ લાખ ડોલર અને ૧૩.૫ લાખ ડોલર ના મોર્ટગેજ મેળવવું અઘરુ બન્યુ છે. ત્યારે ભવિષ્ય માં લંડન ની જેમ માઈક્રોફલેટ્સ સંભવ છે.

Leave a Reply

Your email address will not be published.