સમાચારો સંક્ષિપ્ત માં

-રાજકોટ દક્ષિણના ભાજપાના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલિસ કમિશ્નર ઉપર મોટી તોડબાજી અને કમિશન ખાવાનો ગંભીર આરોપો મુક્યા બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ સમર્થન આપ્યું હતું. જો કે સમગ્ર ઘટનાક્રમ લઈને ૧૪ દિવસ થઈ ગયા હોવા છતા કોઈ પગલા નહીં લેવાતા ક્યાંક ભીનું સંકેલવાના પ્રયાસો ની લોકચર્ચા થઈ રહી છે. ઘટનાના તપાસ અધિકારી વિકાસ સહાયને આ અંગે પૃચ્છા કરતા તેમણે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને રિપોર્ટ ક્યારે આવશે તે કહી ના શકાય.

– હવે ચીન બાદ બ્રિટિશ વૈજ્ઞાનિકોએ પણ કુત્રિમ સૂર્યનું નિર્માણ કર્યું છે. આના માટે ન્યુક્લિયર ફ્યુઝનથઈ અપાર ઉર્જા મેળવવા હવે પૃથ્વી ઉપર સ્વચ્છ ઉર્જા મળવાની આશા વધી જાય છે. આ પ્રયોગ દરમ્યિાન રિએક્ટરમાંથી ૫૯ મેગાજૂલ ઉર્જાનું ઉત્સર્જન થયું હતું. આ વિશ્વનો સૌથી મોટો રેકર્ડ બનાવ્યો હતો. આ ફ્યુઝનમાં સૂર્યના કેન્દ્રની તુલનામાં ૧૦ ગણુ વધારે ગરમ કરવામાં આવ્યું હતું. ૧૯ મેગાજૂલની ઉર્જાનું ઉત્સર્જન થયું હતું. આ જ રિએક્ટરથી ૧૯૯૭ ના વિશ્વ રેકર્ડથી બમણી ઉર્જા પેદા કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.

– કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમારે કોંગ્રેસ પાર્ટી છોડવા ઉપર કોંગ્રેસ મોવડીમંડળ એ ચૂપ્પી સાધી લેતા આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે કોંગ્રેસ ના બળવાખોર જી-૨૩ સમુહના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું આ રીતે બહાર નીકળવું ગંભીર ચિંતાનો વિષય છે. આઝાદ ઉપરાંત રાજ્યરૂ ભામાં કોંગ્રેસના નાયબ નેતા આનંદ શર્મા અને લોકસભા સાંસદ મનિષ તિવારીએ પણ જણાવ્યું હતું કે પાર્ટીએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. અશ્વિનીકુમાર ચોથા કે પાંચમા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે જે પાર્ટી છોડીને ચાલ્યા ગયા છે.

– પંજાબના અભિનેતા અને લાલકીલા હિંસાના આરોપી દિપ સિધ્ધ નું કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે ઉપર બંધ પડેલી ટ્રકમાં પાછળ ગાડી ઘુસાડી દેતા થયેલા ગંભીર રોડ અકસ્માતમાં મોત થયું હતું. રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે થયેલી દુર્ઘટનામાં ગંભીર હાલતમાં ઘાયલ દિપ સિધ્ધને હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે રસ્તમાં જ દમ તોડ્યો હતો.

– કર્ણાટકથી શરુ થયેલો હિજાબ વિવાદ હવે આખા ભારતમાં ફેલાઈ ચૂક્યો છે ત્યારે એક અગત્યનો ઘટસ્ફોટ થયો છે. આ વિવાદને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા – પીએફઆઈ સમર્થિત કેમ્પસ ફન્ટ ઓફ ઈન્ડિયા (સીએફઆઈ) આ દેખાવોનું નેતૃત્વ કરી રહ્યું છે. પીએફઆઈ સંબંધિત જૂથે ટીવી રિપોર્ટર પાસે ઓન કેમેરા સ્વિકાર્યું હતું કે તે હિજાબ વિવાદને લઈને રાજ્યભરની કોલેજોમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત સીએફઆઈ નેતા અસીલ અકરમ એ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ મહિલાઓને સમર્થન કરી રહ્યા છે અને ફન્ટથી વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે.

– ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરમાં મંદિર નીચેથી પ્રાચીન મંદિર મળી આવ્યા બાદ હવે ઉજજૈન-બડનગર રોડ ઉપર આવેલા નાનકડા કલમોડામાં ખોદકામ દરમિયાન ૧૦૦ વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું હતું. ઉજ્જૈનના પ્રસિધ્ધ મહાકાલેશ્વર મંદિર દક્ષિણમુખીજ્યોર્તિલિંગ છે. જ્યારે કલમોડામાં મળી આવેલું શિવમંદિર ઉત્તરમુખી મંદિર છે.

– સિડનીના સમુદ્રકાંઠે ૬૦ વર્ષો પછી દરિયાકાંઠે તરવા પડેલી એક વ્યકિત ઉપર ખતરનાક શાર્ક એ હુમલો કરતા ફાડી ખાધો હતો. ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે વ્હાઈટ ટાઈગર નામે ઓળખાતી આક્રમક શાર્ક માછલી ઘણી વખત મનુષ્યો ઉપર હુમલો કરી દેતી હોય છે. આ અગાઉ ૧૯૬૭ માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હેરલ્ડ હોલ્ટ સમુદ્રકાંઠે દરિયામાં ન્હાવા પડ્યા હતા. કમનસીબે તે પછી તેઓ ક્યારેય બહાર આવી શક્યા ન હતા. સંભવત તેમને આવી હિંસક શાર્ક માછલી જ તેમને દરિયામાં ખેંચી ગયાનું મનાઈ રહ્યું હતું.

– દેશમાં કોરોના નબળો પડતા ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીના નિયમોમાં છૂટછાટ જાહેર કરી છે. ચૂંટણીપંચે હવે રેલીઓ અને રોડ શો ઉપર લગાવાયેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આથી હવે રાજકીય પકો પોતાના પ્રચાર માં જંગી રેલીઓ અને રોડ શો ના આયોજનો પોતના પક્ષના પ્રચાર પ્રસાર માટે કરી શકશે. આમ ચૂંટણી પંચે પ્રતિબંધો હટાવી લેતા રાજકીય પક્ષોને મોટી રાહત થઈ હતી.

– દિલ્હીની કોર્ટમાં ભગવાન શ્રીવિષ્ણુજી અને જૈન દેવી-દેવતાઓ તરફના વકીલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં પાટનગરી નવી દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનાર સંકુલમાં ૧ કે ૨ નહીં પરંતુ ૨૭ મંદિરો હોવાનો દાવો દાખલ કરાયો હતો. આ બાબતે કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ કેસ ની હવે પછીની સુનાવણી મે માસમાં થશે.

– પાકિસ્તાનના પ્રધાનમંત્રી પોતાના દેશમાંકાર્યરત આતંકવાદી સંગઠનો સામે યોગ્ય કાર્યવાહી કરવા કે ભારતે સોપેલી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ કે જેઓ પાકિસ્તાનમાં આશ્રય મેળવી છૂપાઈને બેઠા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી કે પછી કરી શકતા નથી અને ભારતે પતોનું વલણ સ્પષ્ટ કર્યું કે આતંકવાદ અને શાંતિની પ્રક્રિયા સાથે સંભવી ના શકે જણાવ્યું હોવા છતા માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાડો કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિવિઝન ઉપર ચર્ચા કરવાની માંગ કરી છે. ઈમરાન ખાન નિયાઝી ના જણાવ્યા પ્રમાણે કાશ્મિર સમસ્યાના ઉકેલ માટે વાતચીત થવી જોઈએ.

– તામિલનાડુના મેટ્ટપાલયમ તાલુકાના ઓદયુરાઈ ગામ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાના શ્રેષ્ઠ ગામ પૈકીનું એક છે. આ સ્માર્ટ ગામમાં તમામ માટે પાકા કોંક્રીટના ઘર, શૌચાલય, ચોખ્ખું પીવાનું પાણી, રોડ રસ્તાની સુવિધા ઉપરાંત વિજળી માટે પણ રાજ્યના વિદ્યુત બોર્ડ ઉપર નિર્ભર ના રહેતા ગામની પોતાની સૌર ઉર્જા અને પવનચક્કી થી એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે કે આખા ગામની ઉર્જા જરૂરિયાત પુરી કર્યા બાદ વધેલી ઉર્જા રાજ્યના વિદ્યુત બોર્ડને વેચીને તેનાથી પણ આવક મેળવે છે.

– મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી ના બડબોલા નેતા નવાબ મલિકની ઈડીએ ધરપકડ કરી લીધી છે. મહારાષ્ટ્રમાં ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ સંલગ્ન એક હવાલાને લગતા મની લોન્ડરીંગ ના કેસમાં વહેલી સવારે નવાબ મલિકને ૫ વાગ્યે તેમના ઘરેથી ઉપાડી પૂછપરછ માટે ઈડી દફતરે લાવ્યા બાદ આખરે ધરપકડ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.