સ્વસ્તિક ની સરખામણી નાઝી પ્રતિક સાથે અસંભવ

કેનેડા માં કોવિડ પ્રતિબંધો સામે છેલ્લા ૨૨ દિવસ થી ચાલતા વિરોધ પ્રદર્શનો ઉપર કટોકટી લગાવાયા બાદ સૈન્ય કાર્યવાહી શરુ કરાઈ હતી. ટ્રક ડ્રાઈવરો ના ફ્રિડમ કોન્વોય ને હટાવવા માટે બખરબંધ ગાડીઓ, ઘોડેસ્વાર પા લિસ, પેપર સ્ટે અને ટિયર ગ ા નો ઉપયોગ કરાયો હતો જેમાં એક મ હિલ પ્રદર્શનકારી નું મોત થયું હતું.કેનેડા ના વડાપ્રધાન અને લિબરલ પાર્ટી ના નેતા જસ્ટિન ટ્રુડો તેમ જ તેમના સહ્યોગી એનડીપી નેતા જગમિતસિંગ એ તાજેતર માં દેખાવકારો ઉપર સ્વસ્તિક લહેરાવવા નો આરોપ લગાવ્યો હતો. એનડીપી નેતા જગમિતસિંગ એ દેખાવો માં પ્રદર્શનકારીઓ દ્વારા ઉપયોગ માં લેવાતા ત્રણ અલગ-અલગ પ્રતિકો ના પ્રદર્શન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા ની માંગ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે પ્રદર્શન ને સંગઠપત કરવા માટે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેના માટે બિલ ૨૨૯ લાવવા માં આવ્યું છે જે નાઝી સ્વસ્તિક કૂકહાક્સ લાન ના પ્રતિક અને હકેનક્રેઝ ઝંડા જેવા પ્રતિકો ના પ્રદર્શન કે વેચાણ ને પ્રતિબંધિત કરશે. જો કે વડાપ્રધાન ટુડો અને એનડીપી નેતા દ્વારા દેખાવકારો દ્વારા સ્વસ્તિક લહેરાવવા ના આરોપ સામે હિન્દુ સંગઠનો એ વિરોધ વ્યક્ત કર્યો હતો. કેનેડા અને અમેરિકા ના હિન્દુ સંગઠનો દ્વારા આ બન્ને નેતાઓ ને પવિત્ર પ્રતિક સ્વસ્તિક અને નાઝીઓ ના પ્રતિક હકેનક્રેઝ ને લઈ ને ભ્રમિત ના થવા અને બન્ને વચ્ચે નો તફાવત સમજાવ્યો હતો. વાસ્તવ માં સ્વસ્તિક ના માત્ર હિન્દુઓ માં પરંતુ બૌધ્ધ, જૈન, શીખ અને વિશ્વ ના ઘણા સંપ્રદાયો માં હજારો વર્ષો થી એક ધાર્મિક અને શુભ પ્રતિક મનાય છે.જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર ની નાઝી સેનાના પ્રતિકનેહકેનક્રેઝ કહેવા માં આવે છે.

આમ એક ધાર્મિક શુભ પ્રતિસ સ્વસ્તિક નો ઉલ્લેખ નાઝી હકેનક્રેઝ તરીકે ના કરવા અને ગેરસમજ ના પાળવા ની અપીલ કરાઈ હતી. વાસ્તવ માં ન્યુ ડેમોક્રેટીક પાર્ટી (એનડીપી) નેતા જગમિતસિંગ એ ર જી ફેબ્રુઆરી એ એક ટ્વિટ કરી ને લખ્યું હતું કે સ્વસ્તિક અને કોન્ફડરેટ ઝંડા નું કેનેડા માં કોઈ જ સ્થાન નથી. આપણી જવાબદારી છે કે આપણે તમામ સમુદાયો ને સુરક્ષિત રાખીએ. કેનેડા માં નફરત ફેલાવનારા પ્રતિકો ઉપર પ્રતિબંધ લગાવવા નો સમય છે. આપણે બધા એ વાત નું ધ્યાન રાખવું પડશે કે સમાજ માં નફરત ફેલાવનાર નું કોઈ સ્થાન ના હોય.એનડીપી નેતા જગમિત સિંગ અને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ના શાંતીપૂર્ણ વિરોધ પ્રદર્શનો અંગે ના તેમના બેવડા ધોરણો સમજીએ. જ્યારે ભારત માં દેશ ની રાજધાની દિલ્હી ને ઘેરી ને બેઠેલા કથિત કિસાન નેતાઓ દ્વારા ચલાવાતા કૃષિ આંદોલન સમયે કેનેડા માં એક સમુદાય ના વોટ મેળવવા ની રાજનીતિ કરતા આ બન્ને નેતાઓ એ કૃષિ આંદોલન ને ટેકો જાહેરા કરતા ટ્વિટ કર્યા હતા. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એ તો વિટ કરતા લખ્યું હતું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ના હક્ક માં ઉભુ રહેશે. ભારત ના કિસાન આંદોલન જો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હતું તો ફ્રિડમ કોન્વોય પણ શાંતિપૂર્ણ પ્રદર્શન હોવા છતા કટોકટી કેમ લાદવી પડી? જ્યારે એનડીપી નેતા જગમિતરૂ લીંગ તો એક ડગલું આગળ વધતા આંતરરાષ્ટવય સેલિબ્રિટી રિહાના એ આ વિવાદ માં કૂદતા શંકાસ્પદ કારણોસર ટ્વિટ કર્યા નું જે ભારત માં લોકમુખે ચર્ચાય છે તેવા માટે જગમિત સિંગ એ રિહાના ને અભિનંદન આપતા આભાર પ્રગટ કર્યો હતો.

હવે આ બન્ને નેતાઓ કેનેડા માં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા ટ્રક ડ્રાઈવરો સાથે તેમના ભારત ના કૃષિ આંદોલન સમયના તેમના નીતિ-નિયમો અને ધારાધોરણો થી તદન વિપરીત વ્યવહાર કરી રહ્યા છે અને હવે હિન્દુઓ ના ધાર્મિક પ્રતિક સ્વસ્તિક અને નાઝી પ્રતિક હકેનક્રેઝ અંગે ગેરસમજ દાખવતા સ્વસ્તિક ને પ્રતિબ કરી રહ્યા છે. કેનેડા માં ભારતીય મૂળ ના રાજકારણીઓ જેવા કે એમ.પી., એમ. પી.પી. અને કાઉન્સિ લિરો તેમજ હારેલા ઉમેદવારો પણ પોતના સોશ્યિલ મિડીયા માં કિસાન આંદોલન ને ટેકો જાહેર કરતી પોસ્ટ મુકી રહ્યા હતા.પરંતુ આઘાતજનક અને આશ્ચર્યજનક રીતે ત્રણેય રાજકીય પક્ષો ના આવા રાજકારણીઓ અત્યારે આ મુદ્દે મૌન ધારણ કરી ને બેઠા છે. શું તેઓ પોતે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ ના પક્ષ માં છે કે આવા વિરોધ ને દબાવવા કટોકટી લાદવા અને પોલિસબળ ના પ્રયોગ માં તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ની હિંમત દાખવશે ? પવિત્ર ધાર્મિક પ્રતિક સ્વસ્તિક અને નાઝી પ્રતિક હકેનક્રેઝ અંગે જાગૃ તિ કેળવવા માં સહયોગ આપી પવિત્ર પ્રતિક સ્વસ્તિક ના ઉપર લાગનાર સંભવિત પ્રતિબંધ નો વિરોધ કરવા ની નૈતિકતા દાખવશે?

Leave a Reply

Your email address will not be published.