સ્વિસ બેંકો માં આર્મી અને આઈએસઆઈ અધિકારીઓ ના ખાતા

આજે પાકિસ્ત| મન ની હાલત નાદારી ના આરે ઉભેલા રાષ્ટ્ર, ની છે. પાકિસ્તાન ના લોકો અભૂતપૂર્વ આર્થિક સંકટ નો સામનો કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સેના ના જનરલો અને આઈએસઆઈ ના અધિકારીઓના સ્વિસ બેકો માં ખાતાઓ અને તેમાં અઢળક ધનસ‘પત્તિ હોવા ના સમાચાર જાહેર થતા પાક. મિડીયા અને દેશ ની જનતા માં ખળભળાટ મચી ગયો કાળાનાણાં ને સુરક્ષિત રાખવા માટે પંકાયેલી સ્વિસ બેંકો પૈકી ની એક ક્રેડિટ સૂઈસ ના ૧૮,000 ખાતાઓ ની માહિતી લીક થઈ ચૂકી છે જેમાં ૧૦૦ અબજ ડોલર ની રકમ હતી. યુબીએસ બાદ આ બીજી સૌથી મોટી બેંક છે જેના પ0 હજાર કર્મચારીઓ ૧૩૨.૦૮ લાખ કરોડ રૂ.નું મેનેજમેન્ટ કરે છે. આના લીક થયેલા ડેટા માં ૧૯૪૦ ના સમય માં ખૂલેલા ખાતા થી ૨૦૧૦ સુધી ના ખાતાઓ નો રેકર્ડ છે. આ ખાતાધારકો માં પાકિસ્તાની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ના પૂર્વ ચીફ જનરલ અખ્તર અબ્દુર રહેમાન ખાન સહિત ઘણા આર્મી જનરલો અને રાજકારણીઓ ના ખાતા છે. કેડિટ સૂઈસ ના લીક થયેલા ૧૮,૦૦૦ ખાતાઓ પૈકી ૧૪૦૦ પાકિસ્તનીઓ સાથે જોડાયેલા ૬૦૦ ખાતાઓની પણ માહિતી જાહેર થઈ છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ ના જણાવ્યા પ્રમાણે પાકિસ્તન ની ઘણી રાજકીય હસ્તીઓ એ એવા સમયે સ્વિસ બેંકો માં પોતાના ખાતા ખોલાવ્યા હતા જ્યારે તેઓ સત્તા માં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. ધ ન્યુઝ ઈન્ટરનેશનલ ના અહેવાલ મુજબ પાકિસ્તાનીઓ ના સ્વિસ બેંક ખાતાઓ માં ૪.૪૨ મિલિયન સ્વિસ ફાન્ક ની રકમ જમા છે. આ પૈકી પાકિસ્તાન ની ઘણી રાજકીય હસ્તીઓ એઆ ખાતાઓ નો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે જે તેઓ એ મહત્વપૂર્ણ જાહેર હોદ્દાઓ ઉપર હતા ત્યારે ખોલાવ્યા હતા. ક્રેડિટ સૂઈસ ના આ જાહેર થયેલા ડેટા માં ૧૧૮ દેશો ની સેલિબ્રિટીઓ દ્વારા છૂપાવાયેલા પૈસા નો ખુલાસો થયો છે. જો કે પાકિસ્તાન માટે જાહેર થયેલા નામો અને તેમના ખાતામાં જમા ૪.૪૨ મિલિયન સ્વિસ ફ્રાન્ક ની રકમ એટલા માટે મહત્વ ની છે કે અત્યારે પાકિસ્તાન અતિ ગંભીર આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યું છે. તદુપરાંત દિવસે ને દિવસે વધતી મોંઘવારી ના કારણે પાકિસ્તાની લોકો ની હાલત કફોડી બની ગઈ છે ત્યારે પાકિસ્તાની જનરલો અને વરિષ્ઠ રાજકારણીઓ એ વિદેશી બેંકો માં થી છૂપાવેલુ આ કાળુ ધન વાસ્તવ માં તો પાકિસ્તાન ની જનતા ના જ પૈસા વિવિધ કૌભાંડો દ્વારા મેળવેલા અને હોદા નો દુરુપયોગ કરી ને મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.