હવે આતંકીઓ ફેલાવશે | નવી મહામારી !
હજુ તો આખુ વિશ્વ બે વર્ષ જેટલા સમય ના કોરોના મહામારી ના માર માં થી બેઠું થઈ રહ્યું છે પૂરેપૂરુ વ્હાર પણ નથી નીકળ્યું ત્યાં ૨૦૨૨ માં જ આતંકીઓ નવા વાયરસ સાથે વિશ્વભર માં મહામારી ફેલાવશે તેવા મેલિન્ડા અને બિલ ગેટ્સ ફાઉન્ડેશન ના બિલ ગેટ્સ એ જાહેરાત કરી હતી.જર્મની માં આયોજીત વાર્ષિક યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ માં પોતાના સંબોધન માં બિલ ગેટ્સ એ જણાવ્યું હતું કે હજુ માર્ચ પણ આવ્યો નથી ત્યાં હજુ વધુ એક મહામારી આવી રહી છે. હાલ માં કોવિડ૧૯ ના ગંભીર રોગચાળા માં તો નાટકીય ઘટાડો આવ્યો છે, પરંતુ આગામી દિવસો માં અલગ જ પ્રકાર ના વાયરસ સાથે નો રોગચાળો નિશ્ચિત છે. આગામી દિવસો નો આ નવો રોગચાળો જુદા જ પ્રકાર ના વાયરસ સાથે નો હશે. મેલિન્ડા અને બિલ ગેટ્સ ફાઉન્ડેશન એ ગત કોરોના મહામારી ના સમય માં યુકે ના વેલકમ ટ્રસ્ટ સાથે કામ કરી મહામારી તૈયારી ઈનોવેશન માટે 300 મિલિયન ડોલર નું દાન કર્યું હતું. તેમનું મુખ્ય ધ્યેય ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માં રસી પહોંચાડવા નું હતું. બિલ ગેટસ કહે છે કે જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાન ના ૨૦૨૨ ના મધ્ય સુધી માં વૈશ્વિક વસ્તી ના ૭૦ ટકા લોકો ના રસીકરણ ના લક્ષ્ય સુધી પહોંચવા માં તો મોડુ થઈ ગયું છે.
તેમ છતા એટલી આશ્વાસન લેવા જેવી વાત એ છે કે આપણે નજીક પહોંચી ગયા છીએ. હાલ માં ૬૧.૯ ટકા લોકો એ ઓછા માં ઓછો રસી નો એક ડોઝ તો લઈ લીધો છે. ભવિષ્ય માં આપણે રોગચાળા પ્રતિકાર માટે વધારે ઝડપ થી તૈયારી કરવા ની જરૂર છે અને બે વર્ષ ના સમયગાળા ના લક્ષ્યાંકો નક્કી કરવા ના બદલે નવી રસીઓ ઝડપભેર પ્રમાણિત કરવા ની તૈયારીઓ રાખવી પડશે. વધુ માં વધુ છ માસ માં આગામી રોગચાળા માટે તૈયાર રહેવા ની કિંમત એટલી મોટી નથી. જો આપણે તર્કસંગત રહીશું તો આપણે આગામી દિવસો માં તેને વહેલા અને સમયસર ઓળખી લઈશું. માનવ ઈતિહાસ નો અભ્યાસ કરતા એ દાવા માં તથ્ય છે કે રોગો તો આવે છે ને જાય છે. ૧૯૧૮ ના ફલુ ના રોગચાળા ની માફક સમય તા તે | વિવિધતા ને અનુકુલિત કરે છે.પરંતુ એ એક વિચિત્ર અવસ્થા લાગે છે કે કોમ્યુટર ક્ષેત્ર ની વિશ્વ ની અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપની ના સહસંસ્થાપક અને પ્રસારણિય દાનેશ્વરી આખા વિશ્વ માં આરોગ્ય સંભાળ માટે સૌને સાવચેત કરે છે. આખા વિશ્વ માં ભાવી રોગચાળો આતંકવાદીઓ ફેલાવશે ના સમાચાર કેજીબી, એફબીઆઈ કે મોસાદ જેવી પ્રતિષ્ઠિત ગુપ્તચર એજન્સીઓ પાસે પણ નથી તેવી માહિતી બિલ ગેટ્સ કયા આધારે આખા વિશ્વ ને આપી રહ્યા છે?