‘ અગ્નીર ગ્રોવર નું રાજીનામું

ભારત ની સુવિખ્યાત ભારત પે ના કો-ફાઉન્ડર અને રિલાયલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા થી જાણિતા બનેલા અગ્નીર ગ્રોવર એ આખરે ભારત પે માં થી રાજીનામુ આપ્યુ છે. જો કે તેમના જણાવ્યા પ્રમાણે તેમને કંપની છોડવા ની ફરજ પાડવા માં આવી હતી.ફિનટેક યુનિકોર્ન ભારત પે ના કો-ફાઉન્ડર અગ્નીર ગ્રોવરે કંપની સાથે ચાલતા વિવાદો બાદ આખરે કંપની ના બોર્ડ ઉપર ના પોતાના પદ ઉપર થી રાજીનામુ આપી દીધેલ છે. સિંગાપોર માં અશ્મીર ગ્રોવર સામે તપાસ શરુ કરવા માટે ફિનટેક પ્લોટફોર્મ સામે દાખલ કરવા માં આવેલી આર્બિટ્રેશન માં તેમને કમનસીબે હાર નો સામનો કરવો પડ્યો હતો. તેમને મળેલી હાર બાદ જ અગ્નીર ના રાજીનામા ની વાત બહાર આવી હતી. જો કે અક્સીર એ બોર્ડને મોકલેલા ઈમેઈલ માં જણાવ્યું હતું કે તેમની નિંદા કરાઈ હતી. તેમ જ સૌથી અપમાનજનક રીતે વર્તન કરવા માં આવ્યું હતું. ઈ-મેઈલ માં તેમણે નોંધ્યું હતું કે મને ખૂબ જ દુઃખ છે કે આજે મને તે કંપની ને અલવિદા કહેવા માટે મજબૂર કરવા માં આવી રહ્યો છે જેનો હું સ્થાપક છું. આ અગાઉ પણ ભારતપે ના કન્ટ્રોલ વિભાગ ના વડા અશ્મીર નાપત્ની માધુરી જૈન તેમ જ અન્ય ૨-૩ જણા ને નાણાંકીય અનિયમિતતા નો આરોપસર બરતરફ કર્યા હતા. કંપની ની પ્રાથમિક તપસ માં ફિનટેક પ્લેટફોર્મ ઉપર ના તમામ બરતરફ કરવા માં આવેલા એ તેમના સમય દરમ્યિાન ભંડોળ નો ગેરઉપયોગ કરાયા નું બહાર આવ્યું હતું. અશ્મીર ના પત્ની માધુરી જૈન ભારત પે માં ચીફ ઓફ કન્ટ્રોલ હતી. કંપની એ હાથ ધરેલી આંતરીક તપાસ માં ફિનટેક પ્લેટફોર્મ ઉપર ના તેમના સમય દરમ્યિાન ભંડોળ નો દુરુપયોગ થયા નું સામે આવ્યું હતું. આમ કોટક મહિન્દ્રા બેન્ક ના એક કર્મચારી સામે કથિત રીતે અયોગ્ય ભાષા પ્રયોગ નો વિવાદ તો અગ્નીર ગ્રોવર સામે ચાલતો હતો ત્યાં જ પત્ની માધુરી જૈન એ પણ માર્ચના અંત સુધી સ્વૈચ્છીક રજાઓ લીધી હતી. જો કે અક્સીર ગ્રોવર માટે મોટી પીછેહઠ તે તેની સામે તપાસ શરુ કરવા માટે સિંગાપોર માં ફિનટેક પ્લેટફોર્મ સામે દાખલ કરાયેલી આર્બિટ્રેશન માં તેમની હાર એ પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ઈમર્જન્સી આર્બિટ્રેટર એ તેની અપીલ ના તમામ પાંચે ય આધારો ને ફગાવી દીધા હતા. અગ્નીરે જે સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર માં અપીલ દાખલ કરી હતી જે ફગાવાયા બાદ તેણે રાજીનામુ આપવુ પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.