અનન્યા – ઈશાન રિલેશનશીપ માં

બોલિવુડ માં હિરો-હિરોઈન ના રિલેશનશીપ અને બ્રેકઅપ ના સમાચાર ચર્ચા માં રહેતા હોય છે. ભૂતકાળ માં ઐશ્વર્યા-સલમાન, કરીના-શાહિદ કપૂર, કટરીના-રણબીર, રણબીર-દિપીકા અને બિસ-જહોન અબ્રાહમ ના રિલેશનશીપ અને બ્રેકઅપ્સ બાદ હવે નવી જોડી માં અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર રિલેશનશીપ માં હોવા ની ચર્ચાઓ છે.બોલિવુડ એક્ટ્રસ અનન્યા પાંડે ‘૯૦ના દશક ના જાણિતા સપોર્ટીગ એક્ટર ચંકી પાંડે ની સુપુત્રી છે જ્યારે ઈશાન ખટ્ટર બોલિવુડ એક્ટર શાહિદ કપૂર નો સાવકો ભાઈ છે. અર્થાત કે બન્ને ની માતા એક જ છે પરંતુ પિતા અલગ અલગ છે. ઈશાન ખટ્ટર એ ૨૦૧૮ માં ફિલ્મ ધડક માં શ્રીદેવી ની સુપુત્રી જહાનવી કપૂર સાથે બોલિવુડ માં ડેબ્યુ કર્યું હતું જ્યારે અનન્યા પાંડે એ ૨૦૧૯ માં ટુડન્ટ ઓફ ધ યર-૨ માં ટાઈગર શ્રોફ અને તારા સુતરીયા સાથે બોલિવુડ માં ડેબ્યુ કર્યું હતું. આમ આ બન્ને ફિલ્મી પરિવાર માં થી જ આવે છે. આ બન્ને એ કો-સ્ટાર તરીકે ફિલ્મ ખાલીપલી માં કામ કર્યું હતું જે ૨૦૨૦ માં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મ તો ફલોપ રહી હ પરંતુ ત્યાર થી અનન્યા અને ઈશાન ખટ્ટર ફિલ્મી પાર્ટીઓ માં, જાહેર સમારોહ માં તેમ જ લંચ અને ડીનર ડેટ્સ ઉપર પણ સાથે જતા હોય છે. હાલ માં જ શાહિદ કપૂરે આપેલી પોતાના જન્મદિન ની પાર્ટી માં પણ ઈશાન અને અનન્યા સાથે જ આવ્યા હતા.અનન્યા એ શાહિદ કપૂર ને સોશ્યિલ મિડીયા માં જન્મદિન ની શુભેચ્છા પણ પાઠવી હતી. ઈશાન ખટ્ટર અને અનન્યા એ ૨૦૨૦ માંન્યુયર માલદિવ્સ માં સાથે વેલકમ કર્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૧ માં ન્યુ યર ને આવકારવા તેઓ રાજસ્થાન ના રણથંભોર નેશનલ પાર્ક ગયા હતા. જો કે આ સમય એ બન્ને સાથે હોય તેવી એક પણ તસ્વીર સોશ્યિલ મિડીયા માં પોસ્ટ કરી ન હતી. હાલ માં જ અનન્યા એ એક ઈન્ટવ્યું માં જ્યારે તેને ઈશાન સાથે ના સંબંધો અંગે સીધો જ પ્રશ્ન પૂછાયો ત્યારે તેણે નકાયન હતો પરંતુ તે ખુશ છે કહી આડકતરો સ્વિકાર કર્યો હતો. ત્યાર બાદ તેને તેના ફેવરીટ કો-સ્ટાર વિષે પ્રશ્ન પૂછાતા ફટાક થી ઈશાન નું નામ લઈ લીધું. જો કે પછી ફેરવી તોળતા કહ્યું આમ તો મારા બધા જ કો-સ્ટાર ખૂબ સારા જ હતા. તેણે કહ્યું હતું કે ઈશાને તેની ઉપર સિનેમા તથા એક્ટિગ બાબતે ઘણો પ્રભાવ પાડ્યો છે. તે ઘણો જ શાંત અને પ્રેમાળ છે.

Leave a Reply

Your email address will not be published.