આપણું રસોડું
મસાલેદાર રોટી
સામગ્રી :-૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું ૨ ચમચી કોપરાનું છીણ ૨ ચમચી સીંગદાણાનો ભૂકો ૧ ચમચી દાળિયાનો ભૂકો ૧ ચમચી શેકેલા તલ સ્વાદ પ્રમાણે લાલ મરચું મીઠો લીમડો, હીંગ ચપટી લીંબુનાં ફૂલ
રીત:
સૌ પ્રથમ ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે મોણ ઉમેરી તેની ઢીલી કણક બાંધી લો. હવે તેલ ગરમ કરી તેમાં હીંગ અને લીમડાનો વઘાર કરી કોપરાની છીણ, સીંગદાણાનો ભૂકો, દાળિયાનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું, લીંબુનાં ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ બાંધેલા લોટના લૂવા કરી લો. લુવાને સહેજ પુરી જેટલુ વણીને તેમાં વચ્ચે તેલ ચોપડી ઉપર તૈયાર મિશ્રણ પાથરીને બરાબર પેક કરી લો. અને ફરીથી પરોઠાની જેમ વણી લો. હવે તવો ગરમ કરી તેની પર બંને બાજુ સહેજ શેકી તેલ વડે તળી લો. બરાબર શેકાઇ જાય ત્યાર બાદ તેને પ્લેટમાં લઇ ઉપરથી ઘી ચોપડો. આ જ રીતે બીજા પરોઠા તૈયાર કરી લો. સવારે નાસ્તામાં મસાલેદાર પરોઠા દહીં સાથે સર્વ કરી લિજજત માણો.
ગ્રીન ટોસ્ટ વીથ રાજમા
સામગ્રી :- ૧૦૦ ગ્રામ બાફેલા રાજમા બ્રેડની સ્લાઇઝ ઝીણી સમારેલી કોથમીર ૧-૨ લીલા મરચાં ૧ નંગ ડુંગળી આદુ-મરચાં-લસણની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું મરીનો પાવડર અડધી ચમચી જીરુ ચપટી ખાંડ,લાલ મરચુ ચપટી તજ-લવિંગનો પાવડર, છીણેલુ ચીઝ, બટર લીંબુનો રસ ટોમેટો કેચઅપ
રીત :
સૌ પ્રથમ ડુંગળી અને લીલા મરચાને ઝીણા સમારી લો. ત્યાર બાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળો. હવે તેમાં તજ-લવિંગનો પાવડર, મરી પાવડર, આદુ-મરચાં-લસણની પેસ્ટ, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. સહેજ પાણી ઉમેરીને ઘટ્ટ ગ્રેવી જેવું મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર બાદ કોથમીર, મરચાં, આદુ-લસણની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને જીરુને ભેગા કરીને સહેજ પાણી ઉમેરી વાટીને ચટણી જેવુ તૈયાર કરી લો. હવે તેમાં બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ બ્રેડની સ્લાઇઝને ચારે તરફથી કિનારી કાપીને તેની પર તૈયાર ચટણી પાથરી કIિI
લો. ત્યાર બાદ બેકિંગ ડીશમાં બટર ચોપડી તૈયાર સ્લાઇઝ મુકી ઉપરથી રાજમાનું પુરણ વચ્ચેનાં ભાગમાં પાથરી થોડોક ટોમેટો કેચઅપ પાથરી ઉપરથી ચીઝ ભભરાવીને ઓવનમાં બેક કરી લો. આ જ રીતે બીજી સ્લાઇઝ તૈયાર કરી ને બેક કરી લો. ગરમાગરમ ગ્રીન ટોસ્ટ વીથ રાજમાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લિજજત માણો.
પનીર ટીકીયા વીથ કોર્ન
સામગ્રી:- ૧૦૦ ગ્રામ પનીર ૧૦૦ ગ્રામ પીઝાની ગ્રેવી ૫૦ ગ્રામ મકાઇનું છીણ ર બ્રેડની સ્લાઇઝ ૨ ચમચી કોપરાનું છીણ આદુ-મરચાંની પેસ્ટ ૧ નંગ શિમલા મિર્ચ ઝીણી સમારેલી કોથમીર ૧ ચમચી લીંબુનો રસ ૧ ચમચી ખાંડ ચપટી તજ-લવિંગનો પાવડર છીણેલુ ચીઝ જરૂર પ્રમાણે કોર્નફ્લોર
રીત:
સૌ પ્રથમ મકાઇનાં છીણને બાફી લો. હવે પનીરને મસળીને મકાઇનાં છીણમાં મિક્સ કરી લો. ત્યાર બાદ બ્રેડની સ્લાઇઝને પાણીમાં પલાળીને પાણી નિચોવી લો. ત્યાર બાદ એક બાઉલમાં મકાઇ-પનીરનું મિશ્રણ, બ્રેડની પલાળીને નીચોવેલી સ્લાઇઝ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ, કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર મિશ્રણની મનગમતા આકારમાં સહેજ મોટી સાઇઝની ટીકીયા તૈયાર કરી લો. ત્યાર બાદ તેને કોર્નફ્લોરમાં રગદોળીને પેનમાં ગરમ કરેલા તેલમાં હળવી ગુલાબી રંગની તળી લો. તૈયાર ટિ-િ કયાને સર્વ કરતી વખતે તેને પ્લેટમાં લઇ ઉપરથી પીઝાની તૈયારી ગ્રેવી પાથરી ઉપરથી ચીઝ ભભરાવી તૈયાર કરી લો. ગરમાગરમ પનીર ટીકીયા વીથ કોર્નની લિજ્જત માણા
પનીરનો હલવો
સામગ્રી:- ૨૫૦ ગ્રામ પનીર ૨૫૦ ગ્રામ તાજો માવો ઇલાયચી પાવડર, ચપટી કેસર કાજુ-બદામ-પિસ્તા ઇલાયચી પાવડર જરૂર પ્રમાણે ખાંડ,ધી
રીત:
સૌ પ્રથમ પનીર અને માવાને મસળી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં માવા અને પનીરને સહેજ સાંતળો. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાવડર, દૂધમાં ધોળેલી કેસર, જરૂર પ્રમાણે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. સહેજ હળવો ગુલાબી રંગ થાય ત્યારે તેને બાઉલમાં લઇ ઉપરથી કાજુ-બદામપિસ્તાનાં ટુકડાથી સર્વ કરી ગરમા ગરમ પનીરનાં હલવાની લિજ્જત માણો.