ઈમરાન ની રશિયા યાત્રા

રશિયા-યુકેન યુધ્ધ ના સમયે જ્યારે વિશ્વ ના મોટાભાગના દેશો રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો લગાવી રશિયા થી અંતર બનાવી રહ્યા છે ત્યારે ભારત ના પાડોશી દેશ પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી રશિયા ની મુલાકાતે પહોંચ્યા હતા.સામાન્ય રીતે બે દેશો વચ્ચે યુધ્ધ કે તણાવ ની પરિસ્થિતિ માં અગાઉ થી યોજાયેલી આવી બે રાષ્ટ્રો ના વડાઓ વચ્ચે ની મુલાકાત પણ સામાન્ય રીતે આવનાર દેશ ના વડા મોકૂફ રાખતા હોય છે. વળી રશિયા-યુક્રેન તણાવ વચ્ચે જ્યારે અમેરિકા, નાટો નાદેશો અને યુરોપિયન યુનિયન સહિત ના દેશો રશિયા ઉપર આંશિક નિયંત્રણો લાદી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન ના વડાપ્રધાન રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ને મળવા મોસ્કો પહોંચ્યા હતા. આ અગાઉ જ્યારે સપ્તાહ થી રશિયા-યુક્રેન તંગદિલી ગમે તે ક્ષણે રશિયા યુક્રેન ઉપર હુમલો કરી શકે છે તે જાણવા છતા કટોરા ખાન મોસ્કો પહોંચ્યા હતા. તેમના પહોંચ્યા ના થોડા જ સમય માં રશિયા એ યુકેન ઉપર પૂર્ણ સ્તર નું યુધ્ધ લાદતા આક્રમણ શરુ કરી દીધું હતું. મોસ્કો એરપોર્ટ બુધવારે ઉતરતા પાક.વડાપ્રધાન બોલ્યા હતા કે કેવા સમયે હું આવ્યો છું? કેટલી ઉત્તેજના છે ?? જો કે પાકિસ્તાની અધિકારીઓ એ પોતના વડાપ્રધાન ના બચાવ માં એમ કહેતા હતા કે આ મિટીંગ તો રશિયા યુક્રેન તંગદિલી થી ઘણા સમય અગાઉ નક્કી કરાઈ હતી. જો કે રાજકીય પંડિતો ના જણાવ્યા પ્રમાણે પાક. વડાપ્રધાન ની મોસ્કો યાત્રા એક મોટી “રાજકીય આપત્તિ’જ બની રહી. જ્યારે પશ્ચિમી જગત રશિયા ઉપર પ્રતિબંધો લગાવી તેને એકલવાયુ છોડવા ના પ્રયાસો માં છે ત્યારે પાક. વડાપ્રધાન ની મોસ્કો-રશિયા ની યાત્રા અને રાષ્ટ્રપતિ પુતિન સાથે ની મુલાકાત પાકિસ્તાન માટે કેટલી ફળદાયી નિવડશે તે એક મોટો પ્રશ્ન છે, પરંતુ બેશક પશ્ચિમી દેશો ના પ્રયત્નો સાથે રશિયા માટે તો અવશ્ય ફળદાયી છે જ. વળી આંતરરાષ્ટ્રીય સ્તરે હાલ માં પાકિસ્તાન ની છબી અમેરિકા વિરોધી અને ચીન તરફી ની છે, જે પાક. વડાપ્રધાન ની મોસ્કો યાત્રા થી વધુ દૃઢ બને છે કે પાકિસ્તાન અમેરિકા વિરોધી દેશો સાથે સંબંધો વિક્સાવવા માં રસ ધરાવે છે. હવે જ્યારે પાકિસ્તાન વર્લ્ડ બેંક અને આઈએમએફ સામે કટોરો લંબાવી ને એક તરફ મદદ ની કાકલુદી કરી રહ્યું છે અને એફએટીએફ ના ગ્રે લિસ્ટ માં થી બહાર નિકળવા ધમપછાડા કરી રહ્યું છે ત્યારે આ બધા ઉપર પ્રભાવ ધરાવતા અમેરિકા વિરોધી રશિયા-ચીન સાથે રહી તે શું આશા રાખી શકે?

Leave a Reply

Your email address will not be published.