ગંગુબાઈ એ પાંચ દિવસ માં પ૩.૩૨ કરોડ

ગત શુક્રવારે રિલીઝ થયેલી દિગ્ગજ પ્રોડ્યુસર/ડિરેક્ટર સંજય લીલા ભણશાલી ની અને બોલિવુડની યંગ ટેલેન્ટેડ એટ્રેસ આલિયા ભટ્ટ ની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી એ બોક્સ ઓફિસ ઉપર શાનદાર પ્રદર્શન કરતા પહેલા માત્ર પાંચ દિવસો માં જ ૫૩.૩૨ કરોડ ની ધરખમ કમાણી કરી લીધી હતી.કો ૨ના ના પ્રતિબ“ધો હળવા કરાયા બાદ ની આ સૌથી મોટી ફિલ્મ થિયેટરોમાં રજૂ થઈ હતી. આ અગાઉ આ ફિલ્મ તેના પ્રથમ વિકએન્ડ માં અર્થાત કે પહેલા ત્રણ દિવસ ની કમાણી ૩૯.૧૨ કરોડ ની કરી હતી. આ ફિલ્મ માં આલિયા ભટ્ટ ની સામે લીડ રોલ માં ટીવી એક્ટર શાંતનું મહેશ્વરી એ પણ સારું કામ કર્યું છે. જ્યારે મુંબઈ ના તે સમય ના ડોન કરીમ લાલા ના પાત્ર માં અજય દેવગન રહીમ લાલા નામક પાત્ર ભજવે છે. આમાં રહીમ લાલા ગંગુબાઈ ના મુંહ બોલા ભાઈ ની ભૂમિકા માં શાનદાર અભિનય કર્યો છે. જ્યારે રઝીયા બાઈ ના પાત્ર માં જાણિતા કલાકાર વિજય રાજ એ પણ સુંદર અભિનય કર્યો છે.

આ ફિલ્મ ના પ્રોડ્યુસર/ડિરેક્ટર ઉપરાંત એક્ટિગ અને ફિલ્મ ના ગીતો ના મ્યુઝીક ડિરેક્ટર પણ સંજય લીલા ભણશાલી જ છે. ટાઈટલ રોલ ગંગુબાઈ નું પાત્ર ભજવતી આલિયા ભટ્ટ નો અભિનય લાજવાબ છે. કોરોના કાળ પછી ખુલેલા થિયેટરો અને સંજય લીલા ભણશાલી ની ફિલ્મ અને આલિયા ભટ્ટ, અજય દેવગન ની સ્ટાર કાસ્ટ દર્શકો ને થિયેટર સુધી ખેંચી લાવવા માં સફળ રહી છે.જો કે આજ અઠવાડીયે ગંગબાઈ કાઠિયાવાડી ની સાથે જ દ.ભારત માં બે સાઉથ ઈન્ડિયન ફિલ્મો પણ રિલીઝ થઈ હતી. જેમાં સાઉથ ના જાણિતા એક્ટર અજીતકુમાર ની વલીમાઈ તથા પવન કલ્યાણ ની ભીમલા નાયક હતી. આ બન્ને ફિલ્મો એ સાઉથ ની બોક્સ ઓફિસ ઉપર સુંદર દેખાવ કર્યો હતો. જે પૈકી અજીતકુમાર ની વલીભાઈ એ માત્ર ચાર દિવસ માં ૧૦૦ કરોડ થી અધિક ની કમાણી કરી લીધી હતી જ્યારે ભીમલા નાયક એ પણ માત્ર ત્રણ જ દિવસો માં, અર્થાત કે પ્રથમ વિક એન્ડ માં જ ૮૧ કરોડ રૂા.નું બમ્પર ઓપનીંગ મેળવ્યું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ પૈકી કોઈ પણ ફિલ્મ પુષ્પા ના બોક્સ ઓફિસ ના આંક ને તોડવા માં સફળ રહે છે કે કેમ?

Leave a Reply

Your email address will not be published.