દાદીમા ના નુસખા
અતિસાર (ઝાડા)
ખાધેલું ન પચવા (મંદાગ્નિ) ને કારણે દ્રવ્ય ધાતુ સાથે ભળી મળ વાયુ સાથે ગુદાથી બહાર નિકળે છે. આને અતિસાર અથવા ઝાડા કહેવાય છે. આ ૬ પ્રકારના હોય છે – વાવાળા, પિત્તવાળા, શ્લેષ્મજન્ય, ત્રિદોષજન્ય, શોકજન્ય તથા મરડાવાળા. આ રોગમાં ઝાડા ઘણા રંગના થાય છે. ઝાડાની સાથે પેટમાં મરોડ પણ ઉપડે છે. પેટમાં દુખાવો થાય છે. અને રોગીને વારંવાર સંડાસ માટે જવું પડે છે તે છતાં પણ તેને ચેન મળતું નથી. કોઈ કોઈવાર ઝાડાની સાથે લોહી પણ પડે છે.
કારણો – ભોજન ન પચવાને કારણે, દુષિત ભોજન કરવાથી, સંક્રમણ, આંતરડામાં સોજો, પેચિશની બિમારીથી સંબંધિત છે. મોટાભાગે અજીરણ ને કારણે ઝાડા થાય છે. પેટમાં જમા મળ આંતરડામાંથી ઉખડી બહાર નિકળવા માગે છે પરંતુ સડવાની ક્રિયાને કારણે આ પાતળા રૂપમાં બહાર આવે છે.
લક્ષણો – આ રોગમાં થોડી થોડીવાર વારંવાર પાતળો મળ નિકળે છે. રોગીની બેચેની વધી જાય છે. પેટમાં દરદ, મરોડ, ગડગડાટ, ખાટા ઓડકાર વગેરે લક્ષણો દેખાય છે.
નુસખાં – બિલીનો માવો લઈ પાણીમાં વલોવી તેમાં થોડી ખાંડ મેળવી થોડા દિવસો સુધી દરરોજ પીવાથી ઝાડા બંધ થઈ જાય છે.
– પીપળના બે પાંદડાને પાણીમાં ઉકાળો પછી તે પાણી પીઓ.
ઝાડામાં જાંબુનું મહત્વ
જો ઝાડા થયા હોય તો જાંબુનો ઉપયોગ નીચે પ્રમાણે કરવો જોઈએ જેનાથી લાભ થાય છે.જાંબુની ગોઠલી કાઝીને તેનો અડધો કપ રસ તૈયાર કરો. ત્યારબાદ તેમાં થોડું સંચળ મેળવી પી જાવ. ચારવાર પીવાથી જ ઝાડા મટી જશે.
– જાંબુનો સિરકો પીવાથી પણ ઝાડામાં ફાયદો થાય છે.
– જાંબુના ઠળિયાથી ગરિ સૂકવી તેની ત્રણ ગ્રામ માત્રા સિંધવ મીઠું સાથે લો.
– ચાર ચમચી જાંબુનો રસ મધ અથવા સાકર સાથે ચાંટો.
– જાંબુના રસમાં તુલસીના પાનનો રસ મેળવી જમ્યા પછી દિવસમાં બે વારપીઓ. ઉપરથી હૂંફાળું પાણી પી જાવ.
– જાંબુના ઝાડની છાલ ઝાડામાં બહુ લાભદાયક છે.બિલીનો મુરબ્બો ખાવાથી દરેક પ્રકારના ઝાડા મટી જાય છે.
– વરિયાળી, ઈસબગોલ, બિલીની ગરી તથા ખાંડઆ બધાને ૧૦૦-૧૦૦ ગ્રામ માત્રામાં લઈ, વાટી તેના ચૂરણને કાચની શીશીમાં ભરી લો. હવે તેમાંથી દરરોજ ૫-૫ ગ્રામ ચૂરણ સવાર-સાંજ છાશ કે તાજા પાણી સાથે લો.
– જો ઝાડા સાથે લોહી પડતું હોય તો દુબનો – રસ અડધી ચમચી લો.અથવા થોડા દૂબનો કાઢો બનાવી પીઓ.
– એક રતી અફીણ પાણી સાથે લેવાથી ઝાડા મટી જાય છે.
– પાકેલા જાંબુનો રસ પાંચ ચમચી લઈ તેમાં થોડી ખાંડ કે ગોળ મેળવી લો. – બે ચમચી અરીઠાનું પાણી પીવાથી દરેક પ્રકારના ઝાડા મટી જાય છે.અડધી ચમચી તુલસીના બીજનું ચૂરણ મેળવો, ત્યારબાદ એક કપ પાણીમાં ઘોળી પી જાવ.
જાયફળ વિવિધ રોગ મટાડે છે
-દૂધીનું રાયતું છાશમાં બનાવી જમવાની સાથે લો.
– દરરોજ બે કપ છાશમાં એક ચમચી મધ મેળવી થોડા દિવસો સુધી ખાવાથી દરેક પ્રકારના ઝાડા મટી જાય છે.
– કેરીની કૂંપળોને પાણીમાં ઓટાવી, ગાળી સેવન કરો.
– એક ગ્લાસ બિલીનો રસ લઈ તેમાં ચપટી શેકેલી ફટકડી મેળવી સવાર-સ