દિલ્હી બની શરાબ ની રાજધાની

દિલ્હી ના મુખ્યમંત્રી દિલ્હી બાદ હવે પંજાબ અને ગોવા માં સત્તા મેળવવા ના સ્વપ્ના જુએ છે. પંજાબ માં અનેક ચૂંટણી વચનો, પ્રલોભનો પૈકીનું એક રાજ્ય નાયુવાઓ ને નશા ની લત છોડાવવા નું આપે છે. જ્યારે આપ શાસિત એક માત્ર દિલ્હી | રાજ્ય માં દેશ ની પાટનગરી દિલ્હી ને નશાની, શરાબ ની પાટનગરી બનાવી દીધી છે.દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે જાહેર હિત ની અરજી કરતા ભાજપા ના નેતા અને સુપ્રિમ કોર્ટના વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશ ની રાજધાની દિલ્હી હવે દારુ ની રાજધાની બની રહી છે. દિલ્હી સરકારે દાખલ કરેલી નવી દારુ ની નીતિ ના કારણે શહેર માં દારુ ની દુકાનો માં ત્રણગણો વધારો કરાયો હતો. અરજકર્તા ના જણાવ્યા પ્રમાણે દિલ્હી માં કુલ ૨૮૦ મ્યુનિસિપલ વોર્ડસ છે અને ત્યાં ૨૦૧૫ સુધી અર્થાત કે આપ ના શાસન ની શરુઆત સુધી માં ફક્ત ૨૫૦ દારુ ની દુકાન હતી અર્થાત કે દિલ્હી ના ૩૦ વોર્ડ એવા હતા કે જ્યાં એક પણ દારુ ની દુકાન ના હતી. જ્યારે અન્ય ર૫૦ વોર્ડસ માં વોર્ડ દીઠ એક દારુ ની દુકાન હતી. જો કે ટીવી ઉપર દિલ્હી ની જનતા સમક્ષ પોતા ને જનતા નોદિકરો, ભાઈ ગણાવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ નવી લિકર પોલિસી અંતર્ગત દારુ ની દુકાનો ની સંખ્યા માં ધરખમ વધારો કર્યો છે.

નવી લિકર પોલિસી પ્રમાણે હવે દિલ્હી ના પ્રત્યેક વોર્ડ માં હવે વોર્ડ દીઠ ત્રણ દારુ ની દુકાન ખુલી ગઈ છે. જે માત્ર મનસ્વી અને અતાર્કિક જ નહીં, પરંતુ કાયદા ના શાસન નું પણ અત્યંત બેશરમપણે ઉલ્લંઘન કરે છે. દારૂ અને ડ્રગ્સ જેવા નશા ના વ્યાપાર ને વપરાશ અને ઉત્પદિન ઉપર પ્રતિબંધ કે નિયંત્રણ કરવા ને બદલે છેલ્લા સાત વર્ષો માં કેજરીવાલ સરકારે દિલ્હી ને ભારત ની દારુ ની રાજધાની બનાવી દીધી છે. આ બાબત બંધારણ ની કલમ ૨૧ હેઠળ લોકો ના અધિકારો નું ઉલ્લંઘન કરે છે. સાત વર્ષ ના શાસન માં સત્તા ઉપર આવવા દેશ ની જનતા ને વિવિધ પ્રલોભનો આપ્યા હતા જે પૈકી દિલ્હી માં ઉચ્ચ શિક્ષણ આપતી નવી શાળાઓ અને વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ ખોલવા માં આવશે તેવા વાયદા કર્યા બાદ એક પણ શાળા કે હોસ્પિટલ ખોલવા ની વાત તો દૂર પરંતુ દરેક વોર્ડસ માં આટલી દારુ ની દુકાનો ખોલાવી કેજરીવાલ જનતા ની કયા પ્રકાર ની સેવા કરી રહ્યા છે?

Leave a Reply

Your email address will not be published.