નવાબ મલિક પછી કોણ ?

મુંબઈ માં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર ના એક પછી એક મંત્રીઓ જેલ માં જઈ રહ્યા છે. છેલ્લો નંબર એનરૂ બીપી નેતા નવાબ મલિક નો લાગ્યો હતો. જો કે એનસીપી નેતા શરદ પવાર અને શિવCોના અધ્યક્ષ મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી નવાબ મલિકની પડખે ઉભા છે અને તેમનું રાજીનમુ લેવા માં નહીં આવે તેવું જાહેર કર્યું છે.આમ તો નવાબ મલિક હાલ માં રાષ્ટ્રીય કક્ષા એ સુશાંતસિંહ રાજપૂત અપમૃ ત્યુ કેસ અને બાદમાં શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન મામલે સીધા જ એનસીબી ઝોનલ ડિરેક્ટર સાથે સંઘર્ષ માં ઉતરતા ચર્ચા માં આવ્યા હતા. જો કે મહારાષ્ટ્ર ની જનતા તેમને ‘૮૯-૯૦ના દશક થી બહુ સારી રીતે જાણે છે. મહારાષ્ટ્રમાં ૯૨-૯૩માં બાબરી વિધ્વંસ બાદ મુંબઈ માં મોટા પ્રમાણ માં કોમી હુલ્લડો ફાટી નિકળ્યા હતા. મુંબઈ ની અંધારી આલમ ના બેતાજ બાદશાહ દાઉદ ઈબ્રાહીમ ના ટેકા થી મુસ્લિમ કટ્ટરવાદી અસામાજીક તત્વો બેફામ બન્યા હતા. તેમના થી મુંબઈ પોલિસ પણ ડરતી હતી ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્ર માં હિન્દુઓ ની રક્ષા હિન્દુ હૃદય સમ્રાટ અને શિવસેના ના સ્થાપક બાલા સાહેબ ઠાકરે એ કરી હતી. તે વખતે મુંબઈ ના સુવિખ્યાત શિવાજી પાર્ક ની જાહેર સભા માં તેમણે આવા તત્વો ને લલકારતા સિંહગર્જના કરી હતી કે અગર આપ કે પાસ દાઉદ હૈ તો હમારે પાસ ગવળી હૈ. તેમનો મતલબ હિન્દુ ડોન અરુણ ગવળી નો હતો.

જો કે આ તો ભૂતકાળ ની વાત થઈ ગઈ પરંતુ તે વકતે દાઉદ ગેંગ ની મુંબઈ ના મુસ્લિમ ના, મુસ્લિમો માં આગેવાની કરનકરાઓ માં નવાબ મલિક અને અબુ આઝમી એ ત્યાર બાદ રાજકારણ ની વાટ પકડી અને આવા તત્વો ને રાજકારણ માં લાવવા નું શ્રેય યુ.પી.ના સમાજવાદી પાર્ટી ના તાકાલિ અધ્યક્ષ મુલ્લા મુલાયમ ખાં ના ફાળે જાય છે. ત્યાર બાદ સમયાંતરે નવાબ મલિક સ.પા. છોડી ને એનસીપી માં જોડાયા અને દાઉદ ના પ્રતાપે શરદ પવાર પણ નવાબ ની ખાસ સરભરા કરે છે અને મુંબઈ નો હિન્દુ સમાજ નવાબ મલિક ને દાઉદ ના માણસ તરીકે છે, ત્યાર થી ઓળખે છે. તેમને એનસીપી નેતા શરદ પવાર અને દાઉદ ના સંબંધો વિષે પણ જાણ છે અને આથી જ આ અગાઉ એનસીપી નેતા અને મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખ ને જેલ માં મોકલાતા તેમનું રાજીનામુ લઈ લેવાયું હતું. તેમ જ અનિલ દેશમુખ ના જેલ જવા થી શરદ પવાર એટલા અસહજ ન્હોતા બન્યા જેટલા નવાબ મલિક ના જેલ માં જવા થી બન્યા હતા.વિધિની વક્રતા એવી છે કે તે સમયે હિન્દુની રક્ષા કરવા સદા તત્પર બાલા સાહેબ ઠાકરે હતા જો કે અત્યારે મહારાષ્ટ્ર માં હિન્દુ એવા પ્રખર હિન્દુ નેતા ના સુપુત્ર ઉધ્ધવ ઠાકરે સત્તા ના સિંહાસન ઉપર એનસીપી અને કોંગ્રેસ ની કાખઘોડી ઉપર સવાર છે.આથી જ પાલઘર માં કટ્ટરતાવાદી જેહાદી તત્વો દ્વારા ત્રણ સાધુઓ ની નિર્મમ હત્યા મામલે પણ શિવ તેના શાંત જ રહી હતી. મહારાષ્ટ્ર ના મંત્રી નવાબ મલિક ની ધરપકડ કેન્દ્રીય એજન્સી ઈડીએ કરી હતી.

તેમની ઉપર મની લોન્ડરીંગ આરોપ લગાવી અદાલત માં રજૂ કરાતા નામદાર અદાલતે પણ નવાબ મલિક ને ૮ દિવસ ની કસ્ટડી ઈડી ને સોંપી હતી. ઈડી ની તપાસ માં હવે નવાબ મલિક ના પુત્ર વિરુધ્ધ પણ ગાળીયો કસાતો જાય છે. જ્યારે મહારાષ્ટ્ર ભાજપા મહાવિકાસ અઘાડી સરકાર ઉપર જેલ માં રહેલા મંત્રી ના રાજીનામા ની માંગણી કરી રહ્યા છે.નવાબ મલિકની ધરપકડના વિરોધ માં મહાત્મા ગાંધી ના પૂતળા પાસે યોજેલા | વિરોધ પ્રદર્શન માં એનસીપી ના તમામ નેતઓ હાજર હતા. જ્યારે શિવસેના ના કોઈ નેતા હાજર રહ્યા ન હતા. કાર્યક્રમ પૂરો થવા ની તૈયારી હતી ત્યારે માત્ર હાજરી પૂરાવાપૂરતા સુભાષ દેસાઈ ત્યાં પહોંચ્યા હતા. કારણ કે શિવસેના ના નેતાઓ ને ખબર હતી કે જો નવાબ મલિક ના ટેકા માં આવા વિરોધ પ્રદર્શન માં મુંબઈગરાઓ તેમને જોશે તો અહીં આ વર્ષે જ યોજાનારી બીએમસી મુંબઈ મ્યુનિ. કોર્પોરેશન ની ચૂંટણી થી તેમને હાથ ધોવા પડશે. આમ ગઠબંધન સરકાર માં સાથી પક્ષ હોવા છતા શિવસેના નો કોઈ નેતા વિરોધ પ્રદર્શન સ્થળે ફરક્યો જ નહતો. જો કે અત્યારે મહારાષ્ટ્ર ના રાજકારણ માં ચાલતા આટલા ઘમાસાણ વચ્ચે પણ મનસેના નેતા રાજ ઠાકરે ની ચૂપ્પી ચર્ચા નો વિષય છે.

મરાઠી માનુસ નો ઝંડો લઈ ને ફરતા રાજ ઠાકરે આમ તો ઘણા સમય થી શાંત છે. પરંતુ હવે જ્યારે બીએમસી ની ચૂંટણી વર્ષભર માં યોજાવાની છે ત્યારે મુંબઈ ના હિન્દુ મતદારો એ આ અગાઉ ની બાળા સાહેબ ઠાકરે ની શિવસેના, બાળા સાહેબ ઠાકરે ના નીતિનિયમો અને સિધ્ધાંતો થી તદ્દન વિપરીત દિશા માં ઉભેલી આજ ની ઉધ્ધવ ઠાકર ની શિવસેના અને બાળાસાહેબ આજીવન જેના પ્રખર વિરોધી રહ્યા તેવી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન રચી સરકાર બનાવનાર અને મુખ્યમંત્રી બનનારા ઉધ્ધવ ઠાકરે અને સત્તા નું રિમોટ જેમના હાથ માં છે તેવા એનસીપી વડા શરદ પવાર ના સંબંધો પણ જોઈ ચૂક્યા છે. ત્યારે હવે મુંબઈ ના હિન્દુઓ ની રક્ષા કરે તેવી હિન્દુત્વવાદી પાર્ટી માટે શું તેમની પાસે એક માત્ર વિકલ્પ ભાજપા જ નથી બચ્યો શું?

Leave a Reply

Your email address will not be published.