ભારતની શાન, પાકિસ્તાન નો ફજેતો
રશિયા-યુક્રેન યુધ્ધ ની પરિસ્થિતિ વચ્ચે યુક્રેન માં ભારત ના લગભગ ૨૦ હજાર વિદ્યાર્થીઓ ફસાયા ના સમાચાર હતા. જો કે મોદી સરકારે ત્વરીત નિર્ણય કરતા આ ભારતીય વિદ્યાર્થીઓ ને સહી સલામત માદરે વતન પરત લાવવા ઓપરેશન ગંગા લોંચ કર્યું હતું. ભારતીય વિદ્યાર્થીઓ ને યુક્રેન ની પોલેન્ડ, રોમાનિયા જેવા દેશો ની સરહદ સુધી લઈ જતી બસ ઉપર ભારત નો તિરંગો ધ્વજ લગાવ્યા બાદ આ બસ ને રુસી સૈન્ય તેમ જ યુક્રેન ના સૈનિકો દ્વારા પણ કોઈ પણ જાત ની હેરાનગતિ વગર સલામત રીતે પસાર થવા દેવા માં આવ્યા હતા. જે ભારત દેશ ની આંતરરાષ્ટીય સ્તરે તેની ઈજ્જત, માન, મતરબો દર્શાવે છે જે ભારત ની મોદી સરકાર ને આભારી છે.ભારત સરકાર તરફ થી વડાપ્રધાન મોદી ખુદ ઓપરેશન ગંગા અંગે પોતે પરિસ્થિતિ ઉપર બારીક નજર રાખી રહ્યા છે. યુક્રેન માં એમ્બેસી તરફ થી તમામ પ્રકાર ની મદદ ઉપરાંત ક્યાંય પણ ફસાયેલા હોય તેમના માટે હેલ્પ લાઈન નંબર ઉપરાંત યુધ્ધ ના કારણે રશિયા અને યુક્રેન બન્ને દેશો એ પોતાની એર સ્પેસ બંધ કરાતા ભારતે ત્વરીત ગતિ થી પાડોશી દેશો સાથે સંપર્ક સાધી અને ભારતીય વિદ્યાર્થીઓ ને સરળતા થી વતન પરત લાવવા દિવસ-રાત કામ ચાલી રહ્યું છે અને આવી પાંચ ફ્લાઈટ દ્વારા ૧૨૫૦ થી વધારે વિદ્યાર્થીઓ હેમખેમ સ્વદેશ પહોંચી પણ ગયા છે. વળી આ પ્રવૃત્તિ ને વેગ આપવા ભારત ના ચાર કેન્દ્રીય મંત્રીઓ ને યુકેન ના પાડોશી રાષ્ટ્રો સાથે વાતચીત કરી વિધિ સરળતા થી કરી શકાય તેમાટે મંત્રીઓ ને જે તે દેશો માં મોકલાયા છે. તદુપરાંત બોઈંગ ની મર્યાદિત ક્ષમતા ના કારણે ભારતીય વાયુસેના ની મદદ મંગાઈ છે અને ભારતીય નેવી ના જંગી ગ્લોબમાસ્ટર પ્લેન ને વિદ્યાર્થીઓ ને પરત લાવવા ની કામગીરી માં લગાડાયા છે. આમ ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન ની ભારતીય એમ્બેસી સહિત પાડોશી દેશો ની ભારતીય એમ્બેસી માં પણ પૂરતો સહકાર મળી રહ્યો છે. તદુપરાંત ત્યાં ના ભારતીય લોકો અને વિવિધ સંગઠનો દ્વારા તેમના રહેવા, ખાવા, પીવા ની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ રહી છે. જેની સામે ભારત ના પાડોશી દેશ પાકિસ્તાન ના વિદ્યાર્થીઓ ને યુકેન ની પાક એમ્બેસી તરફ થી પણ કોઈ યોગ્ય સહકાર કે પાક સરકાર દ્વારા કોઈ વિશેષ પ્રયત્નો થઈ રહ્યા નથી. યુક્રેન ખાતે ફસાયેલા આવા એક પાકિસ્તાની વિદ્યાર્થી એ વિડીયો ટ્વિટ કરી ને જણાવ્યું હતું કે આપણા કરતા તો ભારત સારું છે. અહીં ફસાયેલા ભારતીયો ને કોઈ જ સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો નથી. તેમને તો ભારત દેશ માં પરત લઈ જવા માં આવી રહ્યા છે. અમને પાકિસ્તની હોવા ના કારણે નુક્સાન થઈ રહ્યું છે. આમ ભારતીય વિદ્યાર્થીઓ ને સરળતા થી પોતાના દેશ પરત ફરતા જોઈ ને પાકિસ્તાનીઓ તેમની જ સરકાર ની ટીકા કરી રહ્યા છે. જ્યારે યુક્રેન માં ફસાયેલા પાકિસ્તાની વિદ્યાર્થીઓ એ યુક્રેન ખાતે ની પાકિસ્તાની દૂતાવાસ નો સંપર્ક કરી વતન પરત ફરવા માટે સહાય માંગી, ત્યારે દૂતાવાસે તેમની પાસે કોઈ ભંડોળ નથી, દરેક ને પરત લઈ જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી એમ કહી ને હાથ અધ્ધર કરી દીધા હતા.