ભારત શ્રીલંકા પ્રથમ ટેસ્ટ
ભારતે શ્રીલંકા સામે રૂટી-૨૦ મેચ ની સિરીઝમાં ક્લિન સ્વીપ કર્યા બાદ ચોથી માર્ચ અને શુક્રવારે મોહાલી ના પીસીએ સ્ટેડિયમ થી બે ટેસ્ટ મેચો ની સિરીઝ ની શરુઆત કરશે. સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયા તરફ થી ટી-૨૦ બાદ ટેસ્ટ સિરીઝ જીતવા મેદાને પડશે.ટ ી મ ઈન્ડિયા ના ઘણા ખેલાડીઓ માટે મોહાલી ટેસ્ટ ખાસ બની હતું રહેવાની છે. ટીમ ઈન્ડિયા ના કપ્તાન તરીકે – રેગ્યુલર ટેસ્ટ કેપ્ટન તરીકે આ પ્રથમ સિરીઝ હશે. ગત વર્ષે ઈંગ્લેન્ડ ટૂર પછી એક પણ ટેસ્ટ નહીં રમેલા રોહિત ની લગભગ છ માસ બાદ ટેસ્ટ ફોર્મેટ માં કમબેક કરશે. એક કપ્તાન તરીકે જ્યારે ભારત ના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી માટે પણ આ ટેસ્ટ યાદગાર અને તેની ટેસ્ટ કારકિર્દી માં સિમાચિહ્ન રુપ આ ૧૦૦ મી ટેસ્ટ રમશે. વળી અન્ય મોટા ફેરફારો માં ટેસ્ટ ટીમ માં લાંબા સમયથી ત્રીજા સ્થાને રમતા ચેતેશ્વર પૂજારા અને પાંચમા સ્થને રમતા અજિંક્ય રહાણે હવે ટીમ ઈન્ડિયા નો ભાગ નથી રહ્યા. આમ ત્રણ નંબર ના સ્થાને હવે પૂજારા ની જગ્યા એ શુભમન ગીલ રમતો જોવા મળશે અને પાંચમા સ્થાને રહાણ ની જગ્યા એ શ્રેયસ ઐય્યર અને હનુમા વિહારી વચ્ચે સ્પર્ધા છે. પરંતુ પાછલી સિરીઝ માં ત્રણેય ફોર્મેટ માં ધૂંઆધાર બેટીંગ કરતા શ્રેયસ અય્યર નો ઘોડો વિન માં લાગે છે. જ્યારે પાંચમા સ્થાન બાદ | વિકેટ કિપર તરીકે પ્રથમ પસંદ ઋષભ પંત જ રહેશે. જ્યારે સ્પિનર્સ અને ઓલરાઉન્ડર માં રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિન ટેસ્ટ ટીમ માં સ્થાન નિશ્ચિત મનાય છે. આમ તો અશ્વિન નું દ.આફ્રિકા માં પ્રદર્શન બહુ ખરાબ રહ્યું
હતું. જો કે ભારત માં તેની એવરેજ ખૂબ સારી છે વળી જરુર પડે ન પણ સારા બનવે છે. જ્યારે ટીમ ઈન્ડિયા માં ફાસ્ટ બોલર્સ અને પેસ એટેક માં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સામી ફિક્સ મનાય છે. દ.આફ્રિકા સામે ની ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ માં જસપ્રિત બુમરાહે ૧૨ જ્યારે મોહમ્મદ સામી એ ૧૪ | વિકેટો લીધી હતી. જો કે દ.આફ્રિકા ની સિરીઝ માં મોહમ્મદ સિરાઝ નું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું. બે ટેસ્ટ માં તેણે માત્ર ૩ વિકેટો લીધી હતી. જો કે દ.આફ્રિકા બાદ મોહમ્મદ સામી ને આરામ અપાયો હતો અને લિમિટેડ ઓવર સિરીઝ માં સિરાઝ નું પ્રદર્શન સારુ હોવા થી ટીમ માં મોહમ્મદ સિરાઝનું સ્થાન પણ નિશ્ચિત મનાય છે.