ભ્રષ્ટાચાર ના આક્ષેપો વાહિયાત : રૂપાણી
ગુજરાત ના રાજકારણ માં છેલ્લા ઓિ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર ૫00 કરોડ ના ભ્રષ્ટાચાર ના આરોપો લગાવાતા રાજકીય ગરમાટો આવી ગયો હતો.જો કે અમેરિકાથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ00 કરોડ ના ભ્રષ્ટાચાર ના કોંગ્રેસીઓ દ્વારા લગાવાયેલા આરોપો વાહિયાત અને પોતને બદનામ કરવા નું રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષ ના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર કોંગ્રેસ ના દંડક સી જે ચાવડા સહિત ના કોંગ્રેસી નેતઓ એ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી રુડા ની આણંદપર, નવાગામ અને માલિયાસણ ના જુદાજુદા ૨૦ સર્વે નંબર ધરાવતી ૧૧૧ એકર જમીન નો પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી એ હેતુફેર કરી ને ૫૦૦ કરોડ રૂા.નું કૌભાંડ આચર્યા નો આરોપ કર્યો હતો. જો કે હાલ માં અમેરિકા ના પ્રવાસે ગયેલા પૂર્વ મુખ્યમંત્રી
વિજય રૂપાણી એ અમેરિકા થી જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષો થી અમેરિકા જઈ શકાયું ન હતું. આજ દિન સુધી પરિવાર સાથે રહેવા નો મોકો બહુ ઓછો મળ્યો છે. પરંતુ મુખ્યમંત્રીપદે થી રાજીનામુ આપ્યા બાદ થોડો સમય હોવા થી સાડા પાંચ દાયકા થી સતત રાજકીય, સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. મારી ઉપર કરવા માં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.

૫૦૦ કરોડ રૂા. તો શું પરંતુ પરૂ.નું પણ કૌભાંડ થયું નથી. પરંતુ જેને કમળો હોય તેને બધું જ પીળું દેખાવા નું છે. કૌભાંડીયા કોંગ્રેસીઓ ને કૌભાંડ સિવાય કશું દેખાતું નથી. કોંગ્રેસ જે ૫૦૦ કરોડ ના કૌભાંડ ની વાત કરે છે તે જમીન જ આશરે ૭૫ કરોડ રૂા.ની કિંમત ની છે. તો ૫00 કરોડ રૂા.નું કૌભાંડ થઈ જ શી રીતે શકે? શહેર ના વિકાસ માટે માત્ર મારી જ નહીં પરંતુ ભૂતકાળ માં લગભગ દરેક સરકારો સમય અને સંજોગો – ની સ્થિતિ અનુસાર ઝોન ફેર કરતી હોય છે. – આ મામલે કોઈ પણ જાત ની તપાસ કરાવવી હોય તો તેમાં સંપૂર્ણ સહયોગ ની મારી ખાત્રી છે. કારણ કે સાચ ને ક્યારેય આંચ આવતી નથી. રાજકોટ ઔદ્યોગિક વિકાસ માટે મેં રેસિ ડેન્સિયલ ઝોન ની જમીન ઈન્ડસ્ટ્રીયલ ઝોન માં ફેરવી હતી. રેસિડેન્શિયલ ઝોન માં ફેર કરવા થી ગરબડ થવાની સંભાવના હોય, પરંતુ અહીં તો ઉલ્ટ થયું હતું. એગ્રીકલ્ચર ઝોન ની જમીન – ને ઈન્ડસ્ટ્રીયલ કે રેસિડેન્શિયલ હેતુફેર માં પણ – કૌભાંડ ની શક્યતા હોઈ શકે, પરંતુ અહીં તો ઉપર થી મોંઘાભાવ ની રેસિડેન્શિયલ જમીન નો ઈન્ડસ્ટ્રીયલ જમીન માં હેતુફેર કરાયો તેમાં તો ભાવ ઘટી જાય, ત્યાં કૌભાંડ નો સવાલ જક્યાં આવે છે? મારા મુખ્યમંત્રીપદ ના કાર્યકાળ દરમિયાન ૪00 ટીપી સ્કીમો બનાવી છે.
૪૦ જેટલા મોટા ડેવલપમેન્ટ પ્લાન મંજુર કર્યા છે. અબજો રૂા.ના વિકાસ કાર્યો કરાયા છે. ક્યારેય ભ્રષ્ટાચાર થયો નથી અને થવા દીધો પણ નથી.આટઆટલા જનસેવા ના પ્રજાકીય કામો પછી મેં એક પણ રૂા.નું કૌભાંડ કર્યા નું કોઈ કહી શકે તેમ નથી. જો કે જન્મજાત કૌભાંડ કરવા ટેવાયેલી કોંગ્રેસ ને દરેક વાત માં કૌભાંડ જ દેખાય છે. સામાન્ય રીતે કૌભાંડો રાતોરાત થતા હોય છે જ્યારે આ આખા મામલા માં રુડા એ ૨૦૧૮ માં આ જમીન નો ઈન્ડસ્ટ્રીયલ ઝોન માં ફેરફાર – કરવા ઠરાવ કરેલો અને છેલ્લે અઢી ત્રણ વર્ષ – બાદ ૨૦૨૧ માં કાયદા ની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ને ઝોન માં હેતુફેર કરાયો હતો. તેથી એક – ફૂટી કોડી નું પણ કૌભાંડ થયુ હોવા નો પ્રશ્ન જ . ઉપસ્થિત થતો નથી. કોંગ્રેસ માત્ર ને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવા તથ્યવિહીન આરોપો કરી ને ષડયંત્રો રચી રહી છે. કોંગ્રેસ પાસે આ પહેલા પણ મુદ્દા ન હતા, આજે પણ નથી આથી જ ફક્ત ને ફક્ત મન માં આવે તેવા બકવાસો કરી રહી છે. અત્યારે રાજકીય હાલત એવી છે કે ખુદ કોંગ્રેસ નું જહાજ ડૂબી રહ્યું છે.