મસ્ક ની યુક્રેન ને મદદ
રશિયા-યુકેન યુધ્ધ માં યુક્રેન ની વિશ્વ ના ઘણા દેશો વિવિધ પ્રકારે મદદ કરી રહ્યા છે. ત્યારે યુકેન ના નાયબ વડાપ્રધાન ની એક ટ્વિટ ઉપર વિશ્વ ના સૌથી શ્રીમંત વ્યક્તિ અને સ્ટારલિક ના પ્રણેતા એલન મસ્ક એ અંતરીક્ષ માં થી સીધી મદદ મોકલી ને યુક્રેન માં ટારલિંક ની ઈન્ટરનેટ સેવા બાહાલ કરી દીધી છે.વાસ્તવ માં રશિયા એ યુક્રેન ઉપર આક્રમણ કરતા મિસાઈલો અને બોંબ વર્ષા કરતા તેની રડાર અને કોમ્યુનિકેશન સર્વિસ ઠપ્પ કરી નાંખી હતી. આ અંગે યુક્રેન ના નાયબ વડાપ્રધાન મયખેલો ફેદોરોવ એ સ્પેસએક્સ ના સીઈઓ અને વિશ્વ ના સૌથી શ્રીમંત એલન મસ્ક ને ટેગ કરી નેટ્વિટ કર્યું હતું કે રશિયા દ્વારા સતત અમારી ઉપર હુમલા થઈ રહ્યા છે. અમને આપ ની મદદ ની તાકીદે જરૂર છે. એલન મસ્ક, તમે મંગળ ઉપર માનવીય વસવાટ ની યોજના બનાવી રહ્યા છો. અહીંયા રશિયા યુક્રેન ઉપર કળ્યો કરી રહ્યું છે. તમારા રોકેટ્સ અવકાશ માં થી સફળ ધરતી ઉપર ઉતરાણ કરી રહ્યા છે. પરંતુ રશિયન રોકેટ્સયુક્રેન માં નિર્દોષ નાગરિકો ને નિશાનો બનાવી રહ્યા છે. અમે તમને યુક્રેન માં સ્ટારલિંક સ્ટેશન પ્રદાન કરવા વિનંતી કરીએ છીએ. જેથી અમે રશિયા નો સામનો કરી શકીએ.
યુક્રેન ના નાયબ વડાપ્રધાન ની ટ્વિટ નો એલન મસ્ક એ ત્વરીત પ્રત્યુત્તર પાઠવ્યો. એલન મસ્ક ની માલિકી ની સ્ટાર લિંક ના અવકાશ માં હજારો ઉપગ્રહો છે. જે ફાયબર આ ટિક વગર જ પૃથ્વી ની ચો તરફ કંપની ની બ્રોડબેન્ડ સેવાઓ ને પ્રવૃત્ત રાખે છે. જો રશિયન રોકેટ્સ અને મિસાઈલ હુમલાઓ થી યુક્રેન ની ઈન્ટરનેટ સેવા ક્ષતિગ્રસ્ત થાય છે તેવા સંજોગો માં પણ એલન મસ્ક ની સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા યુક્રેન ને ઓનલાઈન રાખશે. આમ એલન મસ્ક એ જવાબ પાઠવ્યો હતો કે સ્ટારલિંક સેવા હવે યુક્રેન માં ઉપલબ્ધ છે. હજુ પણ વધુ ટર્મિનલો લગાવવા નું કામ ચાલુ છે. અન્ય કેટલાક ટર્મિનલ ઓન ધ વે પણ છે.આમ અમેરિકન અબજોપતિ અને વિશ્વ ના સૌથી શ્રીમંત એવા સ્પેસએક્સ અને ટેસ્લા ઇંક ના કર્તાધર્તા એલન મસ્ક યુધ્ધગ્રસ્ત યુક્રેન ના નાયબ વડાપ્રધાન ના માત્ર એક ટ્વિટ ઉપર ત્વરિત પ્રતિભાવ આપતા યુક્રેન માં યુધ્ધ ના ધોરણે શરુ કરેલી સ્ટારલિંક ની ઈન્ટરનેટ સેવા ની વિશ્વભર માં ખૂબ પ્રશંસા થઈ રહી છે.