માત્ર મંદિરો ઉપર જ સરકારી નિયંત્રણ – મદ્રાસ હાઈકોટ

ભારત માં મદ્રાસ હાઈકોર્ટે એક બહુ જ મહત્વ ની ટકોર કરી હતી કે શું મંદિરો સરકારી ? નિયંત્રણો હેઠળ હોવા જોઈએ? જે હાલ માં પ્રવર્તમાન છે અને જો મંદિરો ઉપર સરકારી નિયંત્રણ હોય તો મસ્જિદ અને ચર્ચ ઉપર પણ સરકાર નું સમાન નિયંત્રણ હોવું જોઈએ તે દલીલ વ્યાજબી નથી શું? વાસ્તવ માં આ સમગ્ર મામલો શ્રીરંગમ મંદિર પ્રશાસન અંગે ના કેસ નો હતો. મદ્રાસ હાઈકોર્ટ એ શ્રીરંગમ મંદિર પ્રશાસન (શ્રીરંગમ ભગવાન રંગનાથસ્વામિ મંદિર) વિષે સોશ્યિલ મિડીયા માં કથિત રીતે અપમાનજનક પોટ્સ મુકવા બાબતે મંદિર કાર્યકર્તા રંગરાજન નરસિ- હન વિરુધ્ધ નોંધાયેલી બે એફઆઈઆર રદ કરી હતી. જો કે આ અંગે વાદી- પ્રતિવાદીઓ ના વકીલો દ્વારા સુનાવણી [ સમયે કરાયેલી દલીલો ઉપર ટકોર કરતા = મદ્રાસ હાઈકોર્ટે બે અતિ મહત્વ ની અને – એકબીજા ને સંલગ્ન એવી ટકોર કરી હતી. ! જ્યારે કેસ નો નિર્ણય લેવા માં આવ્યો ત્યારે સિંગલ જજ ની બેંચ એ મંદિરો ના વહીવટ ઉપર પણ અગત્ય ના સવાલો ઉઠાવ્યા હતા. / મદ્રાસ હાઈકોર્ટ ની બેંચ એ પુછ્યું હતુ કે * શું મંદિરો સરકારી નિયત્રણો હેઠળ હોવાજોઈએ ? શું બિનસામ્પ્રદાયિકતા નો દાવો કરતી સરકારે તમામ ધાર્મિક સંસ્થાનો સાથે સમાન વર્તન કરવું ના જોઈએ? આવા પ્રશ્નો અને વિચારો મારા મગજમાં આવે છે કારણ કે મારી સમક્ષ અરજદાર માત્ર ભક્ત જ નથી, પરંતુ એક એક્ટિવિસ્ટ પણ છે. કોર્ટ એ પણ નોંધ્યું કે તામિલનાડુ મંદિરો ની ભૂમિ છે અને તેની સંસ્કૃતિ માં મંદિરો ની મુખ્ય ભૂમિકા ભજવી હોવા નો ઈતિહાસ છે. કોર્ટ એ પણ નોંધ્યું કે મંદિરો ની હાલત દયનીય છે. તેમના (મંદિરો ની) જાળવણી માટે આપવા માં આવેલી જમીન ખાનગી હિતો દ્વારા હડપ કરી જવા માં આવી છે. પ્રાચીન મૂર્તિઓ ની ચોરી કરી ને વિદેશો માં દાણચોરી કરવા માં આવે છે. મંદિર ના કર્મચારીઓ ને નજીવી ચૂકવણી કરવા માં આવે છે. હજારો મંદિરો સંપૂર્ણ ઉપેક્ષા નો સામનો કરી રહ્યા છે. ત્યાં નિયમિત પૂજા પણ કરવા માં આવી રહી નથી. તેના ગૌરવ ને પુનઃજીવિત કરવા માટે ઘણું કરવા ની જરૂર છે.આમ તો ભારત ના કહેવાતા બિનસામ્પ્રદાયિક લોકતંત્ર માં દેશની સર્વોચ્ચ અદાલત ઘણા બધા હિન્દુ બહુમત સમાજના અને તેમના મંદિરો ની ધાર્મિક પરંપર|ાઓ અને વિધિ વિધાનો સામે પણ સંજ્ઞન લઈ ને સંલગ્ન પક્ષો ને નોટિસ મોકલી ને કેસ ચલાવી ફેંસલો સંભળાવે છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચના જજ દ્વારા ઉઠાવાયેલા આ બિનસામ્પ્રદાયિક દેશના, સરકારના હિન્દુ મંદિરો તેમજ મસ્જિદો અને ચર્ચ વચ્ચે અસમાન વર્તન નો પ્રશ્ન સુલઝાવવા પ્રયત્ન કરાશે ખરો?

Leave a Reply

Your email address will not be published.