રશિયા એ શરુ કર્યો વેક્યુમ બોંબ નો ઉપયોગ

રશિયા-યુક્રેન યુધ્ધ માં પાંચમા દિવસે હવે યુક્રેન ઉપર કજ્જો જમાવવા મરણિયા થયેલા રશિયા એ યુધ્ધ માં મહાવિનાશક અને પ્રતિબંધિત વેક્યુમ બોંબ નો ઉપયોગ શરુ કર્યો છે. અમેરિકા ખાતે ના યુકેન ના રાજદૂતે રશિયા ઉપર યુદ્ધ માં વેક્યુમ બોંબ નો ઉપયોગ કર્યા નો આરોપ લગાવ્યો છે.અમેરિકા ખાતે ની યુકેન ની એલચી કચેરી ના રાજદૂત એ આરોપ લગાવ્યો છે કે રશિયા એ ઉત્તરીય યુક્રેન માં આવેલી એક પ્રિ-સ્કુલ બિલ્ડીંગ ઉપર વેક્યુમ બોંબ નો પ્રયોગ કર્યો છે જે ઈમારત માં સેંકડો લોકો આશ્રય લઈ રહ્યા હતા. વેક્યુમ બોંબ નો જ્યાં વિસ્ફોટ થાય ત્યાં તે વાતાવરણ નો પ્રાણવાયુ ચૂસી લઈ ને પ્રચંડ તાપમાન ધરાવતા એવા આગ ના ગોળા નું સર્જન કરે છે જે આસપાસ ની તમામ વસ્તુઓ ને ભસ્મીભૂત કરી નાંખે છે. ટેકનીકલ ભાષા માં આ પ્રકાર ના શસ્ત્ર ને થર્મોબેરીક વેપન અથવા તો એરોસોલ બોંબ કહે છે. તેમ જ મલ્ટિપલ લોંચ રોકેટ સિસ્ટમ (એસએલઆરએસ) દ્વારા આ આસાની થી હેરફેર કરી શકાય તેવા બોબ નો મારો ચલાવી શકાય છે. કોઈ મિસાઈલ ની જેમ ત્રાટકતા આ બોંબ બે તબક્કા માં કામ કરે છે. ગાઈડેડ મિસાઈલની માફક લેસર કેમેરા ની મદદ થી નક્કી કરેલા નિશાના ઉપર ત્રાટકતા સમયે પ્રથમ તબક્કા માં આ બોંબ થી કાર્બન બેઈઝૂડ અત્યંત જ્વલનશીલ ગેસ નો વરસાદ થાય છે. આ ગેસ વાતાવરણ માં થી પ્રાણવાયુ ને શોષી લે છે. ત્યારબાદ ના બીજા તબક્કા માં આ ગેસ ને સળગાવવા માં આવે છે.

તે સાથે જ નિશ્ચિત કરેલા લક્ષ્યાંક ઉપર એક વિનાશક અગનગોળો (ફાયરબોલ) સર્જાય છે. વળીઆ અગનગોળો પ્રચંડ શોવેવ સર્જે છે સાથે જ આસપાસ ના સમગ્ર વિસ્તાર નો પ્રાણવાયુ (ઓક્સિજન) શોષી લે છે. આથી વેક્યુમ અર્થાત કે શૂન્યાવકાશ સર્જાય છે. આ બોંબ ના બ્લાસ્ટ થી સર્જાતુ શોકવેવ સામાન્ય બોંબ કરતાં ઘણું વધારે લાંબુ ચાલે છે અને તેના સંપર્ક માં આવતી તમામ ઈમારતો ને ધ્વસ્ત કરી નાંખે છે. આના વિસ્ફોટ થી સર્જાતુ ઊંચું તાપમાન એટલુ ભયાનક હોય છે કે તેની અડફેટે જો માણસ આવી જાય તો ક્ષણભર માં વરાળ માં પરિવર્તિત થઈ જાય છે. તદુપરાંત અમુક નિશ્ચિત એરિયા ની બહાર આગ ના પહોંચી હોય તો પણ શરુઆત માં છૂટેલો જ્વલનશીલ ગેસ તેના સંપર્ક માં આવનાર વ્યક્તિ ના શ્વાસોચ્છવાસ દ્વારા ફેફ્સા માં પહોંચી ને ફેફ્સા ફાડી નાંખે છે. ત્યાર બાદ બીજા તબક્કામાં ફેલાયેલી આગ તેને ભયંકર રીતે દઝાડી દે છે. જ્યારે વિસ્ફોટ થી ઉત્પન્ન થયેલા ઈથિલિન ઓક્સાઈડ, પ્રોપિલિન ઓક્સાઈડ જેવા ઝેરી ગેસ બાકી નું કામ તમામ કરે છે.આ બોંબ ના વિસ્ફોટ થી પ્રત્યેક સ્કવેર ઈંચ માં ૨૦૦ કિગ્રા નું ક્ષેપક દબાણ સર્જાય છે. આ બોંબ ખાસ કરી ને ઈમારતો ના બેઝમેન્ટ માં કે બંકરો માં કે ટનલો માં આશરો લઈ રહેલા લોકો નો ખાત્મો બોલાવવા મ | ટ પૂરી રીતે કાર્યા કામ મનાય છે. કારણ કે આના પ્રથમ તો બી ક્કા માં છૂટતો અત્યંત જ્વલનશીલ ગેસ ઈમારત-બંકર કે ટનલ ના ખૂણેખૂણા માં આસાની થી છેક અંદર સુધી ઘુસી જાય છે.

જે ત્યાર બાદ ના બીજા તબક્કા માં આ તમામ જગ્યા એ અગનજ્વાળાઓ પ્રસરી જાય છે. આવા વેક્યુમ બોંબ ને અલગ અલગ આકાર ના અને પ્રકાર ના બનાવી શકાય છે. ત્યાર બાદ તેને ટેન્ક માં થી – જમીન ઉપર થી, વિમાન કે ડ્રોન દ્વારા આકાશ માં થી તેમ જ યુધ્ધ જહાજ ઉપર થી, પાણી ઉપર થી પણ દાગી શકાય છે. આ બોંબ ના કદ ઉપર થી તેની વિનશકતા નક્કી થાય છે. સામાન્ય રીતે ૩૨૦૦ બાય ૩૨ મિલિમિટર ના નળાકાર માં આ બોંબ ની વિનાશક સામગ્રી ભરવા માં આવે છે. ત્યાર બાદ બોંબ ને લોન્ચર દ્વારા છ-છ સેકંડ ના અંતરે ફાયર કરી શકાય છે. આવા મહાવિનાશક વેક્યુમ બોંબ ની શોધ, તેને અમેરિકા એ બનાવ્યો હતો અને અમેરિકા એ જ એનો સૌ પ્રથમ ઉપયોગ ૧૯૫૫-૧૯૭૫ દરમ્યિાન ના વિયેતનામ યુધ્ધ માં કર્યો હતો. ત્યાર બાદ પણ ૧૯૯૦-૯૧ માં અમેરિકા એ તેનો ઉપયોગ ગલ્ફ વોર માં ઈરાક સામે કર્યો હતો. જ્યારે સોવિયેત રશિયા એ પણઆ બોંબ નો ઉપયોગ ચેન્યા યુધ્ધ માં પણ કર્યો હતો. જ્યારે ૯/૧૧ બાદ અમેરિકા એ આદરેલા અ ા તા -કવાદ સામે ના વૈશ્વિક યુધ્ધ વોર ઓન ટેરર વખતે પણ અમેરિકા એ આ બોંબ નો છૂટ થી ઉપયોગ કર્યો હતો.

અફઘાનિસ્તાન માં ગાર્ડેઝ તથા તોરાબોરા ના પહાડી વિસ્તારો ની ગુફાઓ માં સંતાયેલા તાલિબાની અને અલ કાયદા ના આતંકીઓ નો ખાત્મો બોલાવવા અમેરિકા એ, તેની એરફોર્સ એ ૯૧૦ કિ.ગ્રા.નો એક એવા વેક્યુમ બોંબ નો સતત મારો ચલાવ્યો હતો. જ્યારે મધ્ય પૂર્વ માં છેલ્લા સિરિયા માં ગૃહયુધ્ધ ની પરિસ્થિતિમાં પણ રશિયા એ વિદ્રોહીઓ નો નાશ કરવા માટે સતત, છૂટ થી ઉપયોગ રશિયા અને સિરિયા ની સેનાઓ દ્વારા કરાયો હતો.૨૦૦૦ ના હ્યુમન રાઈટ્સ વોચ માં જણાવ્યા પ્રમાણે ભયાનક તબાહી સર્જતા આ બોંબ ને અમેરિકા નું પાપ ગણાય છે. જો કે અમેરિકા બાદ માં રશિયા સહિત ના દેશો એ પણ યથાશક્તિ યોગદાન આપતા આવા બોંબ બનાવી ને દુશ્મનો ઉપર પ્રહારો કરવા નું ચાલ્યુ રાખ્યું છે. જો કે વેક્યુમ બોંબ ના મામલે ભારત પણ અન્ય દેશો થી પાછળ નથી. ભારત ની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનઈઝેશન ની વેબસાઈટ માં જણાવ્યા પ્રમાણે આપણી પાસે પણ અર્જુન ટેંક ઉપર લાદીને ફાયર કરી શકાય તેવા ૧૨૦ એમએમના વેક્યુમ બોંબ બનાવાયેલા છે. જો કે તેનું ટેકનીકલ નામ પેનિટ્રેશન કમ બ્લાસ્ટ એન્ડ થબેરીક એમ્યુનિશન છે. આ બોંબ મિલિસેકન્ડ માં જ અત્યંત નક્કર એવા કોંક્રિટ ના બંકર, ઈમારતો જેવા નિશાનાઓ ને પણ ધ્વસ્ત કરવા સક્ષમ છે. આમ જિનિવા કન્વેન્શન માં પ્રતિબ‘ધિત હોવા છતા રશિયા. અમેરિકા અને સિરીયા જેવા દેશો આવા બોંબ નો ઉપયોગ કરી ચુક્યા છે. અમેરિકા નું પાપ ગણાતા આવા વેક્યુમ બોંબ ભારત પણ બનાવી ને કટોકટી ના, યુધ્ધ ના સમયે તેનો ઉપયોગ કરવા સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published.