રશિયા નો ખતરનાક ફોબ (એફઓએબી)

રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેન ની પાટનગરી કિવ માં પહોંચી ચુક્યા છે. આવી પરિસ્થિતિ માં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે શું રશિયા યુકેન ઉપર તેનો ખતરનાક ફોબ (એ ફ ઓ એ બી) અર્થાત કે ફાધર ઓફ ઓલ બોંબ નો પ્રહાર કરશે?
૨ શિ યા | ના દળો યુકેન ની રાજધાની કિવ પહોંચી ગયા છે. રશિયા એ યુક્રેન ને ત્રણે બાજુ થી ઘેરી ને શરુ કરેલા આયુધ્ધ માં રશિયન સૈન્ય હજુ યુધ્ધ ના ચોથા દિવસ સુધી પણ યુક્રેન ની રાજધાની કિવ ઉપર કબ્બો મેળવવા માં સફળ થયા નથી. ત્યારે શંકા સેવાય છે કે રશિયા તેના આ વિનાશક શસ્ત્ર નો ઉપયોગ કરી શકે છે. રશિયા એ આ બોંબ ને ૨૦૦૭ માં વિકસાવ્યો હતો. ધ ફાધર ઓફ ઓલ બોંબ ને સૌથી ઘાતક થર્મોબેરીક હથિયાર કહેવા માં આવે છે. તેને એવિએશન થર્મોનેરીક બોમ્બ ઓફ ઈન્ક્રીઝડ પાવર કહેવાય છે. આ વિશ્વનો સૌથી ઘાતક બિન-પરમાણુ હથિયાર કહેવા માં આવે છે. આ બોંબ નું વજન લગભગ ૭000 કિલોગ્રામ છે. આ બોંબ ના વિસ્ફોટ થી ૪૪ ટીએનટી ઉર્જા નિકળે છે તે પળવાર માં જ વિશાળતમ પ્રદેશ ને સળગાવી ને રાખ માં પલ્ટાવી દે છે.

આને વેક્યુમ બોંબ પણ કહેવાય છે. તેની વિશેષતા એ છે કે તે વાતાવરણ માં થી જ ઓક્સિજન શોષી લે છે અને પોતાને વધુ શક્તિશાળી બનાવે છે અને જમીન ઉપર મહાવિસ્ફોટ કરે છે. આ વિસ્ફોટ સામાન્ય અણુબોંબ ની જેમ જ ગરમી ઉત્પન્ન કરે છે. આ જ કારણ થી અન્ય પરંપરાગત હથિયારો થી વધુ શક્તિશાળી મનાય છે. જ્યારે તેનો વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી અસ્ટ્રાસોનિક શોકવેવ નિકળે છે જે મહાવિનાશ નોતરે છે.આ અગાઉ અમેરિકા એ ૨૦૧૭ માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આદેશ ઉપર અફઘાનિસ્તાન માં અમેરિકા ના આવા જ મહાવિનાશક બોંબ કે જેને મધર ઓફ ઓલ બોબ કહેવાય છે તેનો ઉપયોગ કર્યો હતો. આ બોંબ નું વજન ૧૦ 000 કિગ્રા છે અને તેના વિસ્ફોટ થી ૧૧ ટીએનટી શક્તિ નું ઉત્સર્જન કરે છે. આમ રશિયા નો ધ ફાધર ઓફ ઓલ બોંબ અમેરિકા ના મધર ઓફ ઓલ બોંબ થી વજન માં 3000 કિગ્રા ઓછો છે પરંતુ મધર ઓફ ઓલ બોબ ની ૧૧ ટીએનટીની ક્ષમતા થી લગભગ ચાર ગણી ૪૪ ટીએનટી શક્તિશાળી વિસ્ફોટ કરે છે.

Leave a Reply

Your email address will not be published.