‘ રશિયા-યુક્રેન યુધ્ધ નો જવાબદાર કોણ ?

અત્યારે જ્યારે રશિયાયુક્રેન વચ્ચે નું પૂર્ણ સ્તર નું યુધ્ધ સાતમા દિવસ માં પ્રવેશી ચુક્યું છે ત્યારે વિશ્વ ના ઘણા દેશો એ રશિયા વિરુધ્ધ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, યુનો ની સુરક્ષા પરિષદ ની અડધો ડઝન બેઠકો થઈ ચુકી છે પરંતુ ક્યાંય, કોઈ આ યુધ્ધ ના માટે નો પાયા નો પ્રશ્ન, ચર્ચા, વિચારવા કે ઉકેલવા નો પ્રયત્ન સુધ્ધા નથી કરતું અને તે એ છે કે રશિયા-યુક્રેન યુધ્ધ માટે જવાબદાર કોણ? અસલી ગુન્હેગાર કોણ છે? રશિયા નું લશ્કર યુક્રેન ને ત્રણેય તરફ થી ઘેરી ને છેલ્લા લગભગ ત્રણેક મહિનાઓ થી બેઠું હતું. રશિયા દ્વારા નહીં, પરંતુ અમેરિકા દ્વારા રશિયા ફેબ્રુઆરી માસ માં કઈ તારીખે યુક્રેન ઉપર આક્રમણ કરશે તેની તારીખ પણ જાહેર કરી દીધી હતી જે અંતે ખોટી પડી. હવે રશિયા અને યુક્રેન વચ્ચે નો વિખવાદ સમજવા થોડો ઈતિહાસ ચકાસવો જરુરી બનશે. યુએરૂ એસઆર અર્થાત કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા ના ૧૯૯૨ માં થયેલા પતન બાદ તેમાં થી ૧૫ દેશો બન્યા જેવા કે રશિયા, યુક્રેન, બેલારુસ, આર્મેનિયા, કઝાકિસ્તન, કિર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાન, મોલ્દોવા, અઝરબૈસન, તજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા અન્ય. આમ મૂળભૂત રીતે રશિયા અને યુક્રેન યુએસએસઆર નો જ ભાગ હતા. જે અફઘાનિસ્તાન માં ૧૦ વર્ષો સુધી યુએસએઆર ના દળો રહ્યા પછી પરત આવ્યા બાદ ની આર્થિક મંદી ના કારણે યુએસએસઆર નું પતન થયું અને ૧૫દેશો અલગ પડી ને તેઓ અસ્તિત્વમાં આવ્યા.

જ્યારે યુએસએસઆર અસ્તિત્વ માં હતું ત્યારે વિશ્વ માં બે મહાસત્તાઓ હતી – યુ.એસ.એ. અને યુ.એસ.એસ.આર. જેમને ટૂંક માં અમેરિકા અને રશિયા તરીકે ઓળખાતા વિશ્વ આ બન્ને દેશો વચ્ચે ના કોલ્ડ વોર નું સાક્ષી રહ્યું હતું. આ દરમ્યિાન રશિયા નું પલડું હંમેશા ભારે રહ્યું હતું. આથી તે યુએસએસઆર સામે યુએસએ દ્વારા તેનો પ્રભાવ ખાળવા સામ્યવાદી દેશ વિરુધ્ધ લોકશાહી દેશો ના મંચ થકી યુર _પિયા દેશો ને એકત્રિત ક ૨ તા. યુરોપિયન યુનિયન તથા આજે લગભગ ૩૦ દેશો ની સભ્ય સંખ્યા એ પહોચેલા નોર્થ એટલાંટીક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન નાટો ની રચના કરી. આ નાટો સમુહ નો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સમુહ ના એક પણ દેશ સામે અન્ય કોઈ દેશ યુધ્ધ કરે તો તે યુધ્ધ માત્ર એક સભ્ય દેશ ઉપર નો હુમલો ન ગણતા સમગ્ર નાટો ઉપર નો હુમલો ગણી તમામ નાટો ના સભ્ય દેશો જે તે સભ્ય દેશ ની પડખે ખભે ખભો મિલાવી ને ઉભા રહેશે. આમ આ જાત ની બાંહેધરી સભ્ય તમામ દેશો ને એક પ્રકાર નો સધિયારો આપવા ઉપરાંત ૩૦ દેશો ની સંયુક્ત લશ્કરી તાકાત પ્રચંડ બની રહેતી હતી. આ ઉપરાંત સભ્ય દેશો વચ્ચે આંતરીક વ્યાપાર અને અન્ય આર્થિક લાભો પણ સંહવે યુક્રેન અને રશિયા બન્ને યુએરૂ એસઆર નાવિઘટન બાદ અસ્તિત્વમાં આપ્યા અને બન્ને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ થી જોડાયેલા દેશ છે. લોકતાંત્રિક દેશ યુક્રેન ના હાલ ના રાષ્ટ્રપતિ જેલેન્કી પૂર્વ જાણિતા ટીવી આર્ટિસ્ટ, કોમેડિયન અને પ્રોડ્યુસર હતા. યુક્રેન ની જનતા બે ભાગ માં વહેંચાયેલી છે જેના એક ભાગ રશિયા તરફી છે જ્યારે બીજો ભાગ રશિયા વિરોધી છે. રાષ્ટ્રપતિ રશિયા વિરોધી માનસિકતાવાળા વર્ગ ના ટેકા થી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે.

જેઓ સત્તા ઉપર આવતા જ રશિયા થી સલામત અંતર અને પશ્ચિમી દેશો પ્રત્યે લગાવ દર્શાવી રહ્યા હતા. આ અગાઉ અમેરિકા અને નાટો દેશો યુક્રનને પોતાની તરફ લાવવા લલચાવી રહ્યા હતા. હવે રશિયા ને સ્વાભાવિક રીતે જ આ વાત સ્ટેજ પણ મંજુર ન હતી. કારણ કે જો યુક્રેન નાટો માં જોડાય તો નાટો ના સૈન્યો, નાટો ના હથિયારો શસ્ત્રો બધુ જ યુક્રેન માં ખડકાય અને રશિયા માટે પોતાનો દુશ્મન દેશ અમેરિકા પોતાના પાડોશ માં જ આવી ને થાણુ સ્થાપે. જો કે રશિયા ની આ ચિંતા વ્યાજબી પણ હતી અને આવુ કોઈ પ્રથમવાર તો બન્યું ન હતું. ભૂતકાળ માં પણ અમેરિકા ની નજીક નો દેશ ક્યુબા જ્યારે સામ્યવાદ ના રંગે રંગાયેલા અને તેની યુએસ એસઆર ની મિત્રતા ના કારણે અમેરિકા અને ક્યુબા વચ્ચે ની દુશ્મની દાયકાઓ સુધી ચાલી હતી. જેનો ઈતિહાસ સાક્ષી છે. આમ રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ની ચિંતા વ્યાજબી હતી અને તેઓ આ બાબતે અવારનવાર યુક્રેન અને નાટો ના દેશો સમક્ષ પોતાનો વિરોધ પણ સ્પષ્ટપણે જણાવી ચૂક્યા હતા.સાંપ્રત સમાજ માં આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો યુએસએસઆર ના વિઘટન બાદ જ્યાર થી રશિયા માં સત્તા ની સુકાન લાદિમિર પુતિને સંભાળી – પ્રથમ વડાપ્રધાન તરીકે અને હવે રાષ્ટ્રપતિ તરીકે ત્યારે તેમનો એક માત્ર મક્સદ રશિયા ને યુએસએસઆર ના જેવુ રાષ્ટ_ીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત રાષ્ટ્ર બન વવા નો હતો જેમાં તેઓ મહદઅંશે સફળ પણ થઈ રહ્યા હતા. જ્યારે અમેરિકા ના પૂર્વ રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના થોડા તુંડમિજાજી સ્વભાવ અને સ્વબળે જ નિર્ણયો લેવા જેવા કારણો થી ધીમે ધીમે યુરોપિયન દેશો અમેરિકા થી વિમુખ થઈ રહ્યા હતા.

આ જ અરસા માં રશિયા પોતના ઓઈલ ઉત્પાદન અને નિકાસ ક્ષમતા ના કારણે યુરોપ ની લગભગ ૪૦ ટકા ઓઈલ ની આપૂર્તિ કરી રહ્યું હતું. આ ઉપરાંત આઈસીસ અથવા વૈશ્વિક આતંકવાદ જેવા મામલે પણ રશિયા ના આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા દબદબા થી ખંધુ રાષ્ટ્ર અમેરિકા ઈર્ષ્યા ની આગ માં સળગતું હતું. અમેરિકા માટે નવા રાષ્ટ્રપતિ બાયડન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા ની મજબૂત રાષ્ટ્ર તરીકે ની છબી વિકસાવવા અક્ષમ હતા. અમેરિકા સામે આર્થિક, લશ્કરી અને અન્ય તમામ ક્ષેત્રે એક તરફ ચીન તરફ થી પડકારો મળી રહ્યા હતા ત્યારે બીજી તરફ રશિયા નો યુરપિયન દેશ ઉપર દબદબો વધતો જ તા. હતો અને આ ઈલ ના કારણે રશિયા આર્થિક તાકાત પણ.ડિસેમ્બર માસ માં અમેરિકા એ મુત્સ દિીગીરી દાખવતા નાટો ના વડા ને યુકેન ના રાષ્ટ્રપતિ જેલેન્કી સાથે ની મુલાકાતે રશિયાયુક્રેન વિવાદ માં આગ માં ઘી હોમવા નું કામ કર્યું. કોમેડિયન ટર્ડ પોલિટિશ્યન કેલેન્સ્કી ને અમેરિકા અને નાટો ના દેશો ઠાલા વચનો થી રશિયા એ સ્પષ્ટ વાત કરતા એક તો યુક્રેન નાટો નું સભ્ય ના બને અને બીજુ પોતાની ધરતી નો ઉપયોગ પશ્ચિમી દેશો ના સૈન્ય કે શસ્ત્રો માટે ના થવા દે અને જે કોઈ હોય તે હટાવી લે અને તેવી વ્યાજબી માંગ કરી હતી.

જો કે ખંધુ રાષ્ટ્ર અમેરિકા પોતાનો એક પણ ડોલર ખર્યા વગર રશિયા ને યુક્રેન સાથે ના યુધ્ધ માં જોતરી યુધ્ધ થી થનારી જાન-માલ ની અને આર્થિક ખૂંવારી ઉપરાંત યુરોપિયન દેશો સાથે દુશ્મનાવટ અને આર્થિક પ્રતિબંધો લાદી રશિયા ની કમર તોડવા અને વાઘ ના શિકાર માટે બકરા ના મારણ તરીકે યુક્રેન નો બલિ ચઢાવી એક કાંકરે અનેક પક્ષી મારવા નો પ્લાન આખરે અમલ માં મુકી દીધો. યુક્રેન અમેરિકા નાટો ના દેશો તેમ જ અન્ય યુરપિયા દેશો ના ટેકા ના ખી લો કે દ તા. રહ્યું અને રશિયા – I ? લ કરી તાકાત નો કોઈ મુકાબલો કરી શકવા ની સ્થિતિ માં ના હોવા તદુપરા‘ત નાટો એ હજુ સમુહ માં સામેલ પણ ના કર્યું હોવા છતા તેમના ભરોસે રશિયા ની વાત ના સાંભળતા રશિયા ને આંખો બતાવતું રહ્યું.આખરે રશિયાએ યુકેન ઉપર આક્રમણ કરી દીધું. ત્યાર બાદ અમેરિકા અને નાટો એ પૂર્વ આયોજીત યોજના પ્રમાણે રશિયા સામે આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યા પરંતુ યુક્રેન ની સહાય માટે સૈન્ય મોકલવા નો સ્પષ્ટ ઈન્કાર કરી હાથ અધ્ધર કરી દીધા. આવા ઘટના ક્રમ થી નાનપણ માં સાંભળેલી બે લડતી બિલાડીઓ પાસે થી રોટલી ખાતા વાંદરા ની વાર્તા યાદ આવી ગઈ.

Leave a Reply

Your email address will not be published.