રશિયા-યુક્રેન વાતચીત અનિર્ણાયક
રશિયા ના યુક્રેન ઉપર આક્રમણ ના સમય માં યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેસ્કી એ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ને મંત્રણા માટે નું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબ માં રશિયા ના વિદેશમંત્રી સર્ગી લેવરોય એ યુક્રેન ની સેના શરણાગતિ છે સ્વિકારે તો અમે વાતચીત માટે તૈયાર હોવા ની શરતી મંજુરી આપી હતી. જો કે આખરે પુતિન એ રશિયા નું વલણ નરમ કરતા કોઈ પૂર્વ શરત વગર મંત્રણા માટે તૈયારી દર્શાવી હતી.રશિયા ના નરમ પડેલા વલણ થી વિશ્વ ને હવે યુધ્ધ નો અંત આવશે તેવી આશા બંધાઈ હતી. પાડોશી દેશ બેલારુસ ના ગોમેલ ક્ષેત્ર માં રશિયા અને યુક્રેન ના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક નો પ્રારંભ થયો હતો. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન તરફ થી તેમના સહયોગી લાદીમીર મેકિસ્કી ના નેતૃત્વ માં રશિયા નું પ્રતિનિધિ મંડળ વાતચીત કરવા પહોંચ્યું હતું. જો કે આ બેઠક અગાઉ જ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન એ પોતાની પરમાણુ આર્મી યુનિટ ને એલર્ટ કરવા ના આદેશો આપતા સમગ્ર વિશ્વ રશિયા આ યુદ્ધ માં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે તેવી સંબવિતતા થી આશંકીત બન્યું હતું. બેશક રુસ ની આ તૈયારી ખોફનાક જ ગણાય, પરંતુ નિષ્ણાંતો અને રસ ના વિરોધી અમેરકિા અને નાટો ના દેશો ઉપર એક દબાણ ઉભુ કરવા ની રશિયા ની ચાલ લેખાવે છે.
જો કે આ દરમ્યિાન બેલારુસ ના સરમુખત્યારી શાસક લુકાશેન્કો એ નાટો અને પશ્ચિમી દેશો દ્વારા લગાવાયેલા વિવિધ આર્થિક પ્રતિબધો ને અત્યંત ખતરનાક ગણાવતા ઉશ્કેરાયેલું રશિયા યુક્રેન ઉપર પરમાણુ શસ્ત્રો વડે હુમલો કરી શકે છે તેવી પશ્ચિમી દેશો ને ધમકી પણ આપી હતી.જો કે બેલારુસ ના ગામેલ ક્ષેત્ર માં સાડપત્રણ કલાક ચાલેલી રશિયા-યુકેન વચ્ચે ની મંત્રણા નિષ્ફળ રહી હોવાનું મનાય છે. જો કે આ બન્ને દેશો એ તો સત્તાવાર રીતે મંત્રણા ની ફળશ્રુતિ અંગે કશુ જણાવ્યું નથી પરંતુ આ બેઠક પૂર્ણ થતા જ રશિયા એ યુક્રેન ની રાજધાની કિવ અને અન્ય પ્રદેશો ઉપર ભયાનક મિસાઈલ હુમલા ચાલુ કરી દીધા હતા. યુક્રેન ના બીજા નંબર ના સૌથી મોટા શહેર ખાર્કીવ ના રહેણાંક એપાર્ટમેન્ટ બિલ્ડીંગ ઉપર મિસાઈલ હુમલો કરાયો હતો. જ્યારે પાટનગરી કિવ ના બ્રોવૈરી સોલેમેંકા માં પણ સંખ્યાબંધ વિસ્ફોટો થયા હતા. રશિયા કિવ ઉપર કબ્બો જમાવવા મરણિયું થયું છે.