‘રાજકોટ પોલિસ કમિશનર ની બદલી

ગુજરાત ના રાજકોટ શહેર ના પોલિસ કમિશ્નર અને અન્ય અધિકારીઓ ઉપર સત્તાધારી ભાજપા ના જ ધારાસભ્ય એ તોડબાજીના આરોપો લગાવતો પત્ર ગૃહમંત્રી ને પાઠવ્યા ના ર૬ દિવસ બાદ પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ ની બદલી જ્યારે અન્ય ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર અને કોસ્ટેબલો ને સસ્પેન્ડ કરાયા હતા.ભાજપા ના ધારાસભ્ય ગોવિંદ પટેલ તેમ જ સ્થાનિક બિલ્ડર ગૃપ દ્વારા રાજકોટ પો.કમિશ્નર મનોજ અગ્રવાલ ઉપર ૭૫ લાખ રૂા.નો તોડ કર્યા નો આક્ષેપ કરાયો હતો. રાજકોટ ના પોલિસ કમિશ્નર દ્વારા અંધારી આલમ ના ભાઈલોકો દ્વારા ચલાવાતા કમિશન થી ઉઘરાણીઓ કઢાવવા ના કામ શરુ કરાયા હતા. જેના અંગે ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પત્ર પાઠવી ને લેખિત માં ફરિયાદ કરી હતી. જેને ત્યાર બાદ સ્થાનિક સાંસદ રામ મોરારકા એ પણ પો.કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ફસાયેલી ઉઘરાણી કઢાવવા તોડબાજી કરાતી હોવા નો આરોપ લગાવ્યો હતો. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરાયા બાદ ગૃહ વિભાગે તપાસ કમિટી રચી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યિાન ગાંધીનગર ની સીઆઈડી ની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચ માં ઊંડી તપાસ કરી હતી.

આઈપીએસ વિકાસ સહાય ની અધ્યક્ષતા માં બનેલી કમિટી એ તપાસ અંગે નો ૨00 પાના નો રિપોર્ટ સોમવારે સાંજે ગૃહ વિભાગ ને સોંપ્યો હતો. રિપોર્ટ મળ્યા બાદ રાજકોટ પો.કમિશ્નર ની બદલી જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલિસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે સારુપ પોસ્ટ ઉપર બદલી કરી દેવાઈ હતી. તદુપરાંત તેમને તાકીદ કરવા માં આવી હતી કે જીલ્લા પોલિવડા ની પૂર્વ મંજુરી વગર તેઓ જૂનાગઢ છોડી શકશે નહીં. આ ઉપરાંત તેમની સામે અપ્રમાણસર સંપત્તિ મામલે પણ તપાસ શરુ કરાશે. જ્યારે આ તોડબાજી કાંડ માં તેમની સાથે સંડ ટેવાયેલા પી.આઈ. ગઢવી, પી.એસ.આઈ. એસ.બી.સાપારા તેમજ કોન્ટેબલ યોગેન્દ્રસિંહ ને તાત્કાલિક અમલ થી સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે રાજકોટ પોલિસ કમિશ્નર ની ખાલી પડેલી જગ્યા ઉપર આ વધારા નો હવાલો અન્ય હુકમ ના થાય ત્યાં સુધી હાલ ના વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ ના સ્પે. કમિશનર ખુરશીદ અહેમદ ને હાલ ના ચાર્જ ઉપરાંત વધારા નો ચાર્જ સોંપાયો છે. આમ ભાજપા ના જ ધારાસભ્ય અને સાંસદ ની લેખિત ફરિયાદ બાદ, તપાસ સમિતિ ના રિપોર્ટ આવ્યા બાદ ૨૬ દિવસ માં રાજકોટ પો.કમિશ્નર ની બદલી કરી દેવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.