વડાપ્રધાન મોદી એ બેપ્સ ની મદદ માંગી
રશિયા-યુક્રેન વચ્ચે ના યુધ્ધ માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ને વતન પરત લાવવા ભારત સરકારે ઓપરેશન ગંગા દ્વારા દિવસ રાત એક કરી રહ્યા છે. આ દરમ્યિાન પોલેન્ડ-રોમાનિયા , ર ર હ દ)
વિદ્યાર્થીઓ ના રહેવા-જમવા ની સવગડવા માટે નરેન્દ્ર મોદી એ બેપ્સ સંસ્થા ના મહંત સ્વામિ નો સંપર્ક કરી મદદ માંગી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બેપ્સ સંસ્થા ના ગાદીપતિ મહંત સ્વામિ નો સંપર્ક કરી ને યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે રોમાનિયા-પકેલેન્ડ, સોવાકીયા જેવા દેશો ની યુક્રેન સાથે ની સરહદે વિદ્યાર્થીઓ હાલ રઝળી રહ્યા છે અને તેમને ખાવા-પીવા ની પણ કોઈ વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિ માં જો આવા વિદ્યાર્થીઓ માટે રહેવા-ખાવા-પીવા ની વ્યવસ્થા થઈ શકે તે માટે બેપ્સ ના સ્વયંસેવકો ને કામે લગાવવા માટે વિનંતી કરી હતી. આવા દેશો માં રહેતા બેપ્સ સંપ્રદાય ના અનુયાયીઓ સરહદ ઉપર જઈ ને વિદ્યાર્થીઓ ને ખાવા, પીવા સહિત ની શક્ય તમામ સુવિધાઓ બને તેટલી ત્વરા એ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે હાલ ની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આપણા બાળકો ત્યાં મુશ્કેલી માં મુકાયા છે. વડાપ્રધાન ની અપીલ બાદ બેપ્સ ના સંતો દ્વારા તાત્કાલિક મોબાઈલ કિચન શરુ કરવા માટે
ની તૈયારીઓ હાથ ધરાઈ હતી. આ મોબાઈલ કિચન દ્વારા બેપ્સ સંસ્થા ના સ્વયંસેવકો સરહદ ઉપર અટવાયેલા વિદ્યાર્થીઓ નો સંપર્ક કરશે અને તેમની ભાળ મેળવી, તેમને મળીને તેમના રહેવા, જમવા અને ખાવાપીવા ની વ્યવસ્થા કરી આપશે. તદુપરાંત અન્ય કોઈ ચીજવસ્તુઓ ની જરુરિયાત હોય તો તે પણ પહોંચતી કરવા માં મદદ કરશે. આ અંગે બેપ્સ સંસ્થા ના સાધુ બ્રહ્મવિહારી દાસ એ કહ્યું હતું કે અમારી સંસ્થા ના સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓ ને ઝડપ થી તમામ પ્રકાર ની સહાય મળે તેવું આયોજન કરાઈ રહ્યું છે. વિશેષ કરી ને મોબાઈલ કિચન દ્વારા સરહદે અટવાયેલા વિદ્યાર્થીઓ ની ખાવા-પીવા ની વ્યવસ્થા થઈ જાય તે અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી દ્વારા આ બાબતે દાખવેલી ચિંતા ના આધારે અમે આવા દેશો માં રહેતા અમારા સ્વયંસેવકો ને તાત્કાલિક સરહદે અટવાયેલા વિદ્યાર્થીઓ ને સંપર્ક સાધી તેમને જરૂરી મદદ પહોંચાડવા નુ શરુ પણ કરી દીધું છે.