શશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)

મેષ (અ,લ,ઈ)
ગણેશજીની કૃપાથી આપના માન-સન્માન-યશપદમાં વધારો થાય. નવા આયોજનો અમલમાં મુકી શકો. અગત્યની મુલાકાત લાભદાયી રહે. બહારગામ જવાનું થાય. માનસિક આનંદ-ઉત્સાહ રહે. અટવાયેલા તમામ કાર્યો પાર પાડી શકો. પારિવારીક મનમેળ રહે. પ્રસન્નતા પૂર્વક સમય પસાર થાય. ખર્ચ-ખરીદી થાય. આવકમાં વધારો થાય.
વૃષભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં આપનાં નાણાંકીય પ્રશ્નો હળવા થાય. તમામ જવાબદારી પુરી કરી શકો. અગત્યની મુલાકાત લાભદાયી રહે. સ્નેહીજનથી મુલાકાત થાય. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પાર પડતાં પ્રસન્નતા જણાય. મનની મુરાદ બર આવે. સ્વાસ્થ કાળજી માંગી લેશે. માનસિક આનંદ-ઉત્સાહ રહે. ધાર્યા કાર્યોમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહ આપે શાંતિથી પસાર કરવું. અકસ્માતથી સાચવવું, સ્વાસ્થ કાળજી માંગી લેશે. પારિવારીક મતભેદ જણાય. અપમાનિત થવાનાં યોગ છે. માન-સન્માનને હાનિ થાય તેવુ કામ કરવું નહીં. આકસ્મિક ખર્ચાઓ આવી પડે. અન્યને કારણે તમારે ભોગવવું પડે. માનસિક ચિંતા-વ્યગ્રતા જણાય. વાદ-વિવાદથી બચવું. આવેશમાં આવી ઉશ્કેરાઇ જવું નહીં.

કર્ક (ડ, હ)
આ સપ્તાહ આપને એકંદરે મધ્યમ ફળ આપશે. ધિંધાકીય આવકમાં વધારો જણાય. આવક કરતાં જાવક વધી ન જાય તેની ખાસ તકેદારી રાખવી. નાણાકીય વ્યવહારમાં ખાસ તકેદારી રાખવી. પારિવારીક ચિંતા જણાય. સ્વાથ્ય બગડતું જણાય. ચિંતા-ઉચાટ જણાય. સ્નેહીજનથી મુલાકાત થાય. વાદ-વિવાદમાં પડવું નહીં. આવેશમાં આવી કોઇ ઉતાવડીયો નિર્ણય લેવો નહીં.
સિહ(મ,ટ)
આ સપ્તાહમાં તબિયતની ખાસ તકેદારી રાખવી. પારિવારીક ચિંતા જણાય. સ્વજન સાથે મતભેદ થાય| નહીં તેની ખાસ કાળજી રાખવી. સફળતાની અણીએ પહોંચતા કામ અટવાઇ રહે. સરકારી કામકાજમાં કિોઇ પ્રગતિ જણાય નહીં. માનસિક ચિંતા-ઉચાટ રિહે. વાદ-વિવાદથી સંભાળવું. ગેરસમજ થાય નહીં તિનું ધ્યાન રાખવું. ધીરજથી કામ લેવું.
કન્યા (પ,ઠ,ણ)
આ સમય દરમ્યિાન નવા આયોજનો અમલમાં મુકી શકો.વિરોધીઓનાં હાથ હેઠા પડે. અટવાયેલાં પ્રશ્રો પાર પડતાં રાહત જણાય. યાત્રા-પ્રવાસ થાય. પારિવારીક મનમેળ રહે. ધાર્યા કાર્યો પાર પાડી શકો. આનંદ-ઉત્સાહ સાથે સમય પસાર થાય. મનની મુરાદ બર આવે. નાણાંકીય પ્રશ્નો ઉકેલી શકો. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય.

તુલા(ર, ત)
આ સમય આપને માટે મધ્યમ ફળ આપનારુ રહેશે. યાત્રા-પ્રવાસ થાય. ખર્ચ ખરીદી કરી શકો. કામકાજ અર્થે દોડધામ રહે. સતત વ્યસ્તતાને કારણે થાક અનુભવાય. સંપત્તિને લગતા પ્રશ્નો ઉકેલવા માટે પણ જરૂર કરતાં વધુ દોડધામ રહે. નાણાંનો વ્યય થતો જણાય. પારિવારમાં મતભેદનાં પ્રસંગો સર્જાતા વાદ-વિવાદ થાય. વાણી પર સંયમ રાખવો.
વૃશ્ચિક (ન,ય).
આ સપ્તાહ આપને માટે સાનુકુળ રહેશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પાર પડતાં હૃદય-મન પ્રસન્ન રહે. ધાર્યા કાર્યો પાર પાડી શકો. પારિવારીક પ્રશ્રો પાર પાડી શકો. આ સમયમાં આપે વાણી પર સંયમ રાખવો. વાદ-વિવાદથી દૂર રહેવું. બહારગામ જિવાનું થાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. સ્નેહીજનથી મિલન-મુલાકાત થાય.
ઘન (ભ,ધ,ઢ, ફ)
આ સપ્તાહમાં મુશ્કેલીનાં વાદળો જણાય. પારિવારીક સાથ-સહકાર મળી રહેતા રાહત| જણાય. નવુ આયોજન અમલમાં મૂકી શકશો. ધાર્યું કાર્ય પાર પાડવા માટે જરૂર કરતાં વધુ પુરુષાર્થ કરવો પડે. નાણાંભીડ વર્તાય. બહારગામ જવાનું થાય. દોડધામ રહે. સતત વ્યસ્તતાને કારણે તબિયત લથડે નહીં તેની કાળજી રાખવી. આવક કરતાં જાવક વધતી જણાય.
મકર (ખ, જ).
આ સપ્તાહમાં આપના ધાર્યા કાર્યો પાર પડતાં આનંદ-ઉત્સાહ રહે. આવક કરતાં જાવક વધી જાય નહિ તેનું ધ્યાન રાખવું. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. પારિવારિક સાથ સહકાર મળી રહે.અન્યનાં દિોરવાયે દોરાઇ જવુ નહિ. પ્રિયજનથી મિલન-| મુલાકાત થાય. યાત્રા-પ્રવાસ થાય. પારિવારીક ચિંતા રહે. સ્વાથ્યની તકેદારી રાખવી.
કુંભ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં અગત્યની મુલાકાત આપને માટે લાભદાયી રહેશે. ધંધામાં નવીન તકો ઊભી થાય. અટવાયેલા કાર્યો પાર પાડી શકો. વિરોધીઓનાં હાથ હેઠા પડે. ભાગીદારીમાં વિશ્વાસઘાત થાય. આવકમાં વધારો થાય પરંતુ સાથોસાથ ખર્ચાઓ પણ આવી પડે. સંપત્તિને લગતાં કાર્યો અટવાઇ | રહે. સ્વાશ્ય તકેદારી માંગી લેશે.
મીન (દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં આપે થોભો અને રાહ જુઓની Iનીતિ અપનાવવી. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. વાણી પર સંયમ રાખવો. વાદ-વિવાદમાં પડવું નહિ. માનસિક ચિંતા ઉચાટ રહે. કાર્ય સફળતાની અણીએ આવી અટવાઇ જતું જણાય. વિરોધીઓ ફાવી જાય નહિ તેનું ધ્યાન રાખવુ. સ્વાસ્થ તકેદારી માંગી લેશે. નાણાંભીડ રહેતા માનસિક વ્યગ્રતા | જણાય.

Leave a Reply

Your email address will not be published.