શિલ્પા એ રોહિત ને બોટલ ફટકારી
બોલિવુડ માં સ્ટાર્સ ના નખરા અને ઝગડા પણ સ્ટાર્સ ના પ્રેમ પ્રકરણો ની જેમ જ ગરમાગરમ સમાચાર, ગોસિપ્સ ની જેમ ફેલાય છે. અને તેમાં પણ જ્યારે એક શેટ્ટી બીજા શેટ્ટી ઉપર ઓનસેટ, ઓન કેમેરા હુમલો કરી દે ! ત્યારે તો તે સમચાર ના બને તો જ નવાઈ છે.આ ઘટના બની હતી ઈન્ડિયા ના સુવિખ્યાત રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના શૂટિંગ દરમ્યિાન. આ રિયાલિટી શો ના જજ તરીકે બોલિવુડ ની સુવિખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને સુપ્રસિધ્ધ રેપર બાદશાહ જજ બન્યા છે. આગ| મી સપ્તાહ માં પ્રસારીત થનારા એપિસ|ોડ ના શૂટિંગ માટે વીઆઈપી ગેસ્ટ તરીકે સુપ્રસિધ્ધ અને સફળ પ્રોડ્યુસર/ડિરેક્ટર રોહિત શેટ્ટી આવ્યા હતા. તેઓ પણ ટીવી ઉપર આવા જ ખતરનાક સ્ટન્ટ ની સિરીઝ ખતરો કે ખિલાડી હોસ્ટ પણ કરી ચૂક્યા છે. હવે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના એપિસોડ ના શૂટિંગ દરમિયાન રોહિત શેટ્ટી અને બાદશાહ વાતો કરી રહ્યા હતા. હવે શિલ્પા શેટ્ટી ને રોહિત શેટ્ટી સાથે વાત કરવી હતી. આ માટે તેણે રોહિત નું ધ્યાન આકર્ષિત કરવા ૨-૩ વખત પ્રયત્ન પણ કર્યો પરંતુ રોહિત શેટ્ટી બાદશાહ સાથે ની ચર્ચા માં એવો મશગુલ હતો કે અન્ય બે જજ અને ખાસ તો શિલ્પા શેટ્ટી ના બે-ત્રણ પ્રયત્નો છતા તેનું તે તરફ ધ્યાન જ ન ગયું. શિલ્પા શેટ્ટી તરફ તે પીઠ ફેરવી ને બાદશાહ સાથે વાત કરી રહ્યો હતો. આખરે ગુસ્સા માં તમતમતી શિલ્પા શેટ્ટી ઉભી થઈ અને પોતાનો હાથ મગજ ઉપર બે ત્રણ વાર મારતા બોલી “આત્તા માંઝી સટકલી” અને ટેબલ ઉપર પડેલી બોટલ ઉઠાવી ને રોહિત શેટ્ટી ના બાવડા ઉપર ફટકારતા કાચ ની બોટલ ના ટૂકડે ટૂકડા થઈ ગયા. અચાનક થયેલા હુમલા પછી રોહિત શેટ્ટી એ શિલ્પા તરફ જોતા કુત્રિમ ગુસ્સાથી કહ્યું તું પાગલ થઈ ગઈ છે કે શું? ત્યારે શિલ્પા એ હાથ જોડી ને વિનંતી કરી હતી કે તારી એક ફિલ્મ મને પણ ઓફર કરજે ને. આમ આ નકલી હુમલા અને સ્ટન્ટ બાદ રોહિત શેટ્ટી અને શિલ્પા શેટ્ટી એ સ્ટેજ ઉપર રોહિત શેટ્ટી ની સુવિખ્યાત ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ ના કોમેડી સિન – દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાન ઉપર ફિલ્માવાયેલો યંગબલી’ સિન રિક્રીએટ કર્યો હતો. આ એપિસોડ હવે પ્રસારીત થનાર છે.