સમાચારો સંક્ષિપ્ત માં

-ગુજરાત એન્જિનિયરીંગ અને ઓટો પાટસના હબ ગણાતા રાજકોટ માં હવે રાજ્યની સર્વ પ્રથમ આર્મ્સ ફેક્ટરી બનવા જઈ રહી છે. તેમાં રિવોલ્વોર, પિસ્તોલ અને ગન બનવાશે. રાજકોટની એક કંપનીએ કુપાડવા પાસે સાતકા ગામે આ ફેક્ટરી માટે જમીન ખરીદી અને લાયસન્સ પણ મેળવી લીધુ છે. ૫૦ કરોડના ખર્ચે ઉભી ખનારી આ ફેક્ટરીના શસ્ત્રો સંરક્ષણ તેમ જ ગૃહ મંત્રાલય માટે બનવાશે. આ ઉપરાંત શસ્ત્રો લાયસન્સ હોલ્ડર સિવિલયન્સ તેમ જ પોલિસને પણ વેચી શકાશે.

– હાલમાં યોજાઈ રહેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ૧૦ મી માર્ચે ઘોષિત થશે. જો કે આ પરિણામો કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા સમાન પૂરવાર થશે. આ પરિણઆમોની અસર હવે પછીની ગજુરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ ઉપર તો પડશે જ, સાથોસાથ કોંગ્રેસમાં લાંબા સમયની વિલંબીત સંગઠનાત્મક ચૂંટણી તથા પક્ષની ભાવિ ચૂંટણી રણનીતિ અને નેતૃ ત્વ માટે પમ અગત્યની પૂરવાર થશે. હાલની ચૂંટણીથી દૂર રખાયેલા જી-૨૩ સમુહના બળવાખોર જૂથ મનાતા નેતાઓ પણ ચૂંટણી પરિણામો બાદ અવશ્ય સક્રીય થશે.

– યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસપા સુપ્રિમો માયાવતીની પ્રશંસા કરતા બીએસપીને મજબૂત ગણાવતા તેમની પ્રશંસા કરી હતી.તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ તેમની મહાનતા છે. તેમણે સચ્ચાઈ સ્વિકારી છે. આમ આ બન્ને નેતાઓ એ એકબીજાની પ્રશંસા કરતા રાજકીય પંડિતો યુપીના રાજકારણમાં ચૂંટણી પરિણામો બાદની સ્થિતિ ઉપર અટકળો બા’ધવાની પ્રક્રિયા વેગવંતી બની ગઈ છે.

– રશિયા-યુક્રેન તંગદિલી અને રશિયા દ્વારા યુક્રેનના બે પ્રાંતોને આઝાદ દેશ તરીકેની માન્યતા આપી શાંતી માટે સૈન્ય મોકલવાના પુતિનના પગલા સામે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આર્થિક પ્રતિબંધો લાદવાના સંબોધનને અમેરિકા અને વિશ્વના લોકો પુતિન સામે બાયડન નબળા પડી રહ્યા હોવાનું માને છે અને સ્વાભાવિક રીતે જ તેમને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની યાદ સતાવે છે. રશિયાએ ખુલ્લેઆમ યુક્રેનમાં લશ્કર મોકલ્યા બાદ પણ બાયડન કોઈ નક્કર કાર્યવાહી કરવાની હિંમત દાખવી શક્યા નથી તેવું સૌનુ માનવું છે.

– ભાજપાના સાંસદ પ્રખર અર્થશાસ્ત્રી અને કાયદાવિદ ડૉ.સુબ્રમણ્યમ સ્વામિએ રામ સેતુને સત્વરે પાર્ટીના રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની સુપ્રિમ કોર્ટને યાદી અપાવી હતી. આ બાબતે ડૉ.સ્વામી ગત વર્ષે એપ્રિલ માસમાં જ પૂર્વ ચીફ જસ્ટિસ એસ.એલ.બોબડે સમક્ષ પિટિશન દાખલ કરાવી ચૂક્યા હતા. સુપ્રિમ કોર્ટે આ પિટિશન ઉપર હવે ૯ મી માર્ચના રોજ સુનાવણી કરવાનું જાહેર કર્યું છે.

– ભારતીય રાજકારણના વરિષ્ઠ કેન્દ્રીય નેત ાઓ પણ જનતા આગળ સેવક તરીકે રજુ થઈ જનતાના જ પૈસે તાગડધિન્ના કરવામાં કેવા માહેર અને બેશરમ હોય છે તેનો તાજો દાખલો કરેલી અરજી અનુસાર વરિષ્ઠ રાજકારણી શરદ યાદવને ૨૦૧૭માં રાજ્યસભાના સાંસદ પદે અયોગ્ય ઠેરવાયા બાદ પણ પાંચ વર્ષથી તેઓ સાંસદ તરીકે મેળવેલો સત્તાવાર બંગલો ખાલી કરતા નથી. સરકારને અન્ય હેતુઓ માટે આ બંગલાની જરુર હોવાથી વારંવાર ખાલી કરવાની નોટીસ આપવા છતા તેઓ બંગલો ખાલી કરતા નથી. આ અરજી અનુસંધાને હવે નામદાર હાઈકોર્ટે શરદ યાદવને બંગલો ખાલી કરવાની નોટીસ પાઠવી છે.

– ભારત પોતાના મેઈક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિયાનમાં અગ્રેસર થતા હવે અગાઉ અમેરિકા પાસેથી ખરીદનારા ૬ અબજ ડોલરના ૩૦ પ્રિડેટર ડ્રોનની ડીલ લગભગ રદ કરી શકે છે. કારણ કે ભારત હવે દરેક પ્રકારના સંરક્ષણ સાધનોનું નિર્માણ અને તેનો વિકાસ સ્વદેશી ટેકનોલોજી ઉપર જ કરવા માંગે છે. આમ કરવાથી સ્વદેશી ઉત્પાદકોને સીધો લાભ અને પ્રોત્સાહન મળશે. તેમને જરુરી ટેકનોલોજી માટે ભારતીય સંરક્ષણ મંત્રાલયનું ડીઆરડીએ સક્ષમ છે. આમ હવે સંરક્ષણ સાધનોના નિર્માણ મામલે ભારત સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા માંગે છે જે મેઈક ઈન ઈન્ડિયાને પણ બળ પુરુ પાડશે.

– અમેરિકાના કેલિફોર્નિયા ના લિવરપૂલ નાથિી સતત ૨૪ કલાક પ્રકાશ આપે છે. આમ તો આ ૩૦ વોટનો બલ્બ હતો પરંતુ ૧૨૧ વર્ષ પછી તે ૪ વોટનો પ્રકાશ આપે છે. આ બલ્બનો પ્રકાશ નહીં પરંતુ સૈકાઓ જૂનો સમય મહત્વનો છે જેના માટે થઈને લોકો તેને જોવા દૂર દૂરથી આવે છે. ૨૦૦૧ માં જ્યારે આ બલ્બ એ તેના આયુષ્યના ૧૦૦ વર્ષો પૂરા કર્યાત્યારે તેની શતાબ્દીને મનાવવા સંગીત પાટીનું પણ આયોજન કરાયું હતું. આ બલ્બને ૧૯૮૦ માં શેલ્બી ઈલેક્ટ્રીક કંપનીએ બનાવ્યો હતો અને ૧૯૦૧ માં ડેનિસ બર્નાલ નામક સ્થાનિક ધનાઢ્ય એ આ બલ્બ લિવરપૂલ ફાયરસ્ટેશનને દાનમાં આપ્યો હતો.

– રશિયા દ્વારા યુક્રેન ઉપરના આક્રમણ બાદ રશિયાએ યુક્રેનના મહત્વના કરસન શહેર ઉપર કન્જો જમાવી લીધો હતો. રશિયન સેના શહેરની કાઉન્સિલ બિલ્ડીંગમાં ઘૂસીને તેમણે શહેરના નાગરિકો ઉપર કર્યુ લાદ્યો હતો. જો કે ખેરસન ના મેયર એ સોશ્યિલ મિડીયા ઉપર ખેરસનના સામાન્ય નાગરિકોને મારી ના ના’ખવા રશિયન તંત્રને અપીલ કરી હતી.

– પ.બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી સુપ્રિમો અને વડાપ્રધાન બનવાના સ્વપ્ના સેવતા મમતા બેનરજી યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં સ.પા. નેતા અખિલેશ યાદવનો પ્રચાર કરવા બીજીવાર યુ.પી. ના પ્રવાસે છે. ગુરુવારે મમતા અને અખિલેશ યાદવ વડાપ્રધાન મોદીના લોકસભા મતવિસ્તારમાં એક રેલી સંબધવાના છે. આ માટે બુધવારે પહોંચેલા મમતા બેનરજી બુધવારે રાત્રે દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમ્યિાન વડાપ્રધાન મોદીના પ્રશંસકો તેમજ ભાજપાના કાર્યકરોએ મમતા બેનરજીને જોતા મોદી ના સમર્થનમાં સૂત્રોચ્ચાર શરુ કરી દેતા ગુસ્સે ભરાયેલા મમતા બેનરજી ઘાટ ઉપર જ જમીન ઉપર બેસી ગયા હતા.

– વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો વિશ્વ વિક્રમ ધરાવતી ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યું

Leave a Reply

Your email address will not be published.