આખરે રશિયા સામે ઘૂંટણીયે ઝલેન્કી

યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્કી એ જાહેર કર્યું હતું કે હવે તેઓ યુક્રેન ના નાટો માં સામેલ થવા ઉપર જોર આપી રહ્યા નથી. આ ઉપરાંત તેઓ રશિયા દ્વારા માન્યતા અપાયેલા સ્વતંત્ર દેશો અલગાવવાદી પ્રાંતો દોમેન્ક અને લુહાત્ક અંગે પણ કરાર કરવા તૈયાર છે. યુધ્ધ અગાઉ થી આજ દિન સુધી રશિયા ની બે પ્રમુખ માંગણીઓ ઝેલેન્કી એ સ્વિકારી લેતા હવે યુધ્ધ નો અંત આવે અને સમાધાન થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ મંગળવારે બ્રિટીશ સંસદ ના નીચલા ગૃહ અર્થાત કે હાઉસ ઓફ કોમન્સ માં સંબોધન કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું પરંતુ હાર તો નહીં જ માનીએ. આ પ્રસંગે ઝેલેન્કી એ ૧૯૪૦ માં નાઝી હુમલા સામે બ્રિટીશ સેના ને ફાન્સ માં થી પીછેહઠ કરવા ની ફરજ પડી ત્યારે તત્કાલિન બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે હાઉસ ઓફ કોમન્સ માં આપેલા સંબોધન ને ટાંકતા કહ્યું હતું કે અમે હાર નહીં માનીએ અને હારીશું પણ નહીં. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. સમુદ્ર માં હવા માં… અને અમારી જમીન માટે લડતા રહીશું. ભલે તેની ગમે તેવી કિંમત ચૂકવવા નો વારો આવે પરંતુ અમે જંગલો માં, ખેતરો માં, કિનારે અને રસ્તા ઉપર લડીશું. યુક્રેન ના રાષ્ટપતિ તેવી પણ વિનંતી કરી હતી કે કપા કરી ને આ દેશ (રશિયા) સામે પ્રતિબંધો વધારો. આ દેશ ને આતંકવાદી દેશ જાહેર કરો. કૃપા કરી ને અમને ખાતરી આપો કે અમારા યુક્રેન નું આકાશ સુરક્ષિત રહે.

આર્મી ગ્રીન ટી શર્ટ માં સજ્જ ઝેલેન્કી એ પોતાના સંબોધન માં શેક્સપિયર ની પણ કેટલીક પંકતિઓ ટાંકી હતી. યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી ના સંબોધન બાદ તેમના આ ઐતિહાસિક ભાષણ બાદ બ્રિટીશ પાર્લામેન્ટ નો હોલ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો હતો. હાઉસ ઓફ કોમન્સ ના તમામ સાંસદો એ ઉભા થઈ ને સ્ટેન્ડિંગ ઓવિએશન પણ આપ્યું હતું.જો કે ત્યાર બાદ મંગળવારે જ યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ પોતે બ્રિટીશ હાઉસ ઓફ કોમન્સ ને કરેલા સંબોધન થી તદ્દન વિપરીત નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ જાહેર કર્યું હતું કે હવે તેઓ યુક્રેન ને નાટો માં સામેલ થવા ઉપર જોર આપી રહ્યા નથી. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે રશિયા દ્વારા માન્યતા આપવા માં આવેલા બન્ને અલગવિવાદી ક્ષેત્રો દોમેન્ક અને લુહાસ્ક ઉપર પણ કરાર કરવા તેઓ તૈયાર છે. સોમવારે રાત્રે એક ટીવી ચેનલ ને આપેલા ઈન્ટર્વ્યૂ માં યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી એ કહ્યું હતું કે નાટો તરફ થી યુકેન ને સ્વિકાર કરવા માં અસહમતિ ના સંકેત મળ્યા બાદ મેં આ બાબત ઉપર ઘણા સમય પહેલા થી જ વિચારવા નું છોડી દીધું હતું !!!વાસ્તવ માં યુક્રેન ઉપર રશિયા એ આક્રમણ કર્યું ત્યારે અમેરિકા અને નાટો દેશો એ યુધ્ધ માં પોતાનું સૈન્ય મોકલવા ઈન્કાર કર્યા બાદ યુક્રેન એ હાલ માં યુક્રેન માં “નો ફલાય ઝોન” લાગુ કરવા ની માંગ કર્યા બાદ નાટો એ તે અંગે પણ ઈન્કાર કર્યા બાદ ઝેલેન્કી ભડકી ગયા હતા.

નાટો ના આ નિર્ણય ની આલોચના કરતા તેમણે કહ્યું હતું કે હવે રશિયા ને યુક્રેન ના શહેરો અને ગામડાઓ ઉપર બોંબમારો વરસાવવા ની ખુલ્લી છૂટ મળી ગઈ છે. નાટો એ વાત થી અવગત છે જ કે હવે રશિયા હવાઈ હુમલાઓ વધારી દેશે તેમ જાણવા છતા તેમણે આવો નિર્ણય લીધો છે. જો નાટો ના આ નિર્ણય બાદ યુક્રેન નહીં બચે તો યુરોપ પણ બરબાદ થઈ જશે. નાટો યુકેન ને સ્વિકારવા તૈયાર નથી. નાટો એલાયન્સ વિવાદાસ્પદ બાબતો અંગે રશિયા થી ડરે છે. નાટો ની સદસ્યતા અંગે કટુતા સાથે ઝેલેન્કી એ જણાવ્યું હતું કે તેઓ એવા દેશ ના રાષ્ટ્રપતિ બનવા નથી માંગતા જે ઘૂંટણીએ પડી ને કંઈક માંગતુ રહે. આમ યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્કી નો હવે નાટો એલાયન્સ સાથે જોડાવા નો કે પછી રશિયા સામે યુધ્ધ માં તેઓ સૈન્ય સહાય મોકલાશે તેવી જ આશા હતી તે હવે ભાંગી ગઈ છે અને તેઓ રશિયા ની શરતો સ્વિકારી લેવા અને સમાધાન માટે કૂણા પડ્યા છે.હવે અત્યારે ઝેલેસ્કી જે વાત માનવા તૈયાર થયા છે ત્યારે સવાલ એ છે કે આ વાત તમને ૧૪ દિવસ ના ભિષણ યુધ્ધ અને યુક્રેન ના અનેક શહેરો ના વિનાશ ૨૦ લાખ લોકો ની હિજરત અને આટલી હદે વતન ની બેહાલી બાદ કેમ સમજ માં આવી? શું આ વાત તેમની રાજકીય અપરિપકવતા અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સમજવા ની ઉણપ સાબિત નથી કરતા ? રશિયા ની આ સિવાય ની અન્ય બે શરતો કે યુક્રેન ક્રિમીયા ને રશિયા ના એક ભાગ તરીકે માન્યતા આપે તે અંગે પણ સહમતિ દર્શાવી છે જ્યારે છેલ્લી ચોથી માંગણી કે યુક્રેન ની આર્મી સરન્ડર કરે તે અંગે પણ આ બાબતે સૈન્ય સંઘર્ષ શાંતિ વાર્તા દ્વારા ઉકેલાવો જોઈએ.

હવે સવાલ એ છે કે રશિયા જ્યારે યુધ્ધ અગાઉ પણ યુક્રેન ને ત્રણેય બાજુ થી ઘેરી ને બેઠું હતું ત્યારે પણ યુધ્ધ શરુ કરતા પહેલા પણ રશિયા ના રાષ્ટ્રપતિ લાદિમીર પુતિન ની આજ મુખ્ય માગો હતી. જો ઝેલેસ્કી જે વાત આજે કરી રહ્યા છે તે ત્યારે સ્વિકારી લીધી હોત તો આવી સંહારક સ્થિતિ જ ના ઉદ્ભવી હોત. પરંતુ ત્યારે અમેરિકા અને નાટો દેશો ના ઠાલા વચનો અને ચડવણી માં આ અપરિપકવ ૨ા જ ના તા ઝેલેસ્કી એ તેમની વાતો ઉપર વિશ્વાસ કરી ને યુકેન ની રશિયા ની સામે લશ્કરી તાકાત નગણ્ય હોવા છતા રશિયા સામે બાથ ભિડવા ની નાસમજી દાખવી. પરિણામ આખો દેશ ખંડેર બનેલી ઈમારતો, ભેંકાર ભૂતાવળ સમાન દેખાતા શહેરો અને વિદેશો માં જીવ બચાવવા હિજરત કરવા મજબૂર બનેલા ૨૦ લાખ યુક્રેનિયનો ની શારિરીક, માનસિક અને આર્થિક બેહાલી ની જવાબદારી કોણ લેશે?રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજ ના તેમના સંબોધન મા સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સરકાર પણ રશિયા ની તમામ શરતો સ્વિકારવા તૈયાર હોય તો રશિયા ને હાલ ની સરકાર ને પાડવા કે પોતાના ઉમેદવાર ને વડાપ્રધાન બનાવવા માં કોઈ રસ નથી. તેમ જ રશિયા ક્યારેય યુક્રેન ઉપર કબ્બો કરી ને તેને રશિયા માં ભેળવવા ની ઈચ્છા ધરાવતા ન હતા.

યુક્રેન ને રશિયા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જ જુએ છે. તેમની ઈચ્છા માત્ર રશિયા ના વિરોધીઓ, દુશ્મન દેશો પોતાના લશ્કરી થાણા રશિયા ના પાડોશી દેશ યુક્રેન માં ના બનાવે તેટલી જ છે. રશિયા ના સાર્વભૌમત્વ કે અખંડતા સામે ખતરરુપ કોઈ લ ૨ક ૨૧ કાર્યવાહી કે ઉપસ્થિતિ યુક્રેન માં ના થાય ત્યાં સુધી રશિયા ને યુક્રેન ની સ્વાયત્તતા સામે કોઈ વિરોધ નથી. આમ હજુ ૧૫ દિવસ પહેલા જ્યાં હસતી, ખેલતી-કૂદતી માનવ વસાહતો અને વ્યાપાર ઉદ્યોગ થી ધમધમતા યુક્રેન ના શહેરો અને બજારો તથા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ થી ધમધમતા શૈક્ષણિક સંસ્થાનો ધબકતા હતા તે યુકેન દેશ ની હાલત મહાવિનાશક યુધ્ધ ના ભિષણ બોંબમારા, મિસાઈલ અને ટેકો ના ગોળા થી ખંડેર માં પરિવર્તિત થઈ ગયેલા ગામડાઓ અને શહેરો બિસ્માર અને ભેંકાર ભાસે છે ત્યારે આખરે યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્ટી રશિયા ની તમામ શરતો માનવા તૈયાર થયા છે.

Leave a Reply

Your email address will not be published.