આપણું રસોડુ

ઓરેન્જ પુલાવ

સામગ્રી : ૨ કપ પલાળેલા બાસમતી ચોખા ૧૦ નંગ નારંગીનો રસ ૧ ચમચી ઘી તજ, લવિંગ, ઇલાયચી, કેસર, મરી, ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી નારંગીનું છીણ ડ્રાયફુટ

રીત :
સૌ પ્રથમ ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ, મરી, ઇલાયચી સાંતળી તેમાં નારંગીનો રસ, ખાંડ, ચોખા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવુ. ચોખા અધકચરા બફાય ત્યાર બાદ તેમાં કેસર, નારંગીનું છીણ નાખી સીજવા દો. ચોખા સીજાઇ જાય ત્યાર બાદ તેને સવિંગ બાઉલમાં કાઢી કેસરના તાંતણા અને ડ્રાયફુટથી સજાવી સર્વ કરો.


રજવાડી પુલાવ

સામગ્રી: ૨ વાડકી રાંધેલો બાસમતી ભાત ૧ વાડકી બાફેલા વટાણા અડધી વાડકી ઝીણું સમારેલુ ગાજર ૧ કપ તળેલુ પનીર ૧ કપ કાજુ-કિસમિસ અને બદામ ૧ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ૧ કપ મિક્સ ફુટ ૧ ચમચી માખણ શાહજીરુ, તજ, લવિંગ, તમાલપત્ર, કેસર અને ઇલાયચી સ્વાદ પ્રમાણે મીઠું

રીત :
સૌ પ્રથમ પેનમાં માખણ ગરમ કરી તેમાં કાજુ-બદામ સાંળો ત્યાર બાદ આ જ ઘીમાં બધા શાક, લીલા મરચાં સાંતળી લો. હવે તેમાં ભાત, મીઠું, તેમજ અન્ય સામગ્રી મિક્સ કરી બે મિનિટ સીજવા દઇ તેમાં તળેલા બદામ અને કાજુ-કિસમિસથી સજાવી સર્વ કરો.

ચણાની દાળનું રાયતું

સામગ્રી :અડધી વાડકી પલાળે લી ચણાની દાળ અડધી વાડકી મોળું દહીં અડધી વાડકી કો પરાનું છીણ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં અડધી ચમચી આદુનું છીણ અડઝી ચમચી ખાંડ ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર વઘાર માટે તેલ, રાઈ અને હિંગ

રીત :
સૌ પ્રથમ ચણાની દાળમાં થોડુક પાણી ઉમેરી અધકચરી ચડાવી લો. ત્યાર બાદ દહીંને વલોવી લો. હવે ચણાનીદાળ અને કોપરુ તેમાં ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં, ખાંડ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સકરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, હિંગ નો વઘાર કરી તેને રાયતામાં ઉમેરી હલાવીને સવિંગ બાઉલમાં કાઢી લો. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

ચીઝ કોર્ન ડિલાઈટ

સામગ્રી: ૧૦૦ ગ્રામ બાફીને ક્રશ કરેલા મકાઈના દાણા ૨ ક્યૂબ ચીઝ છીણ ૧ નંગ મ દ ય મ ક દ ની ઝ 1 ણ ી સમારેલી ડુંગળી ૨ ચમચી કાજુનો પાવડર અ૬, – લસણની પેસ્ટ ૧ ચમચી ખાંડ ૧ ચમચી મેંદો ૧ કપ દૂધ ૨ ચમચી માખણ જરુર પ્રમાણે બ્રેડની સ્લાઇઝ સ્વાદ પ્રમાણે મીઠું

રીત :
સૌ પ્રથમ માખણ ગરમ કરી તેમાં ઝીણી સમારેલ ડુંગળી અને મેંદો સાંતળી બે મિનિટ સુધી શેકી લો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે તેમાં મકાઇ,ચીઝ, કાજુનો પાવડર, આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી પાંચેક મિનિટ ઉકળવા દો. હવે આ મિક્ષમને બ્રેડની સ્લાઇઝ પર લગાવીને અગાઉથી ગરમ કરેલા ઓવનમાં આ બ્રેડને દસ મિનિટ બેક કરી લો. ગરમાગરમ ચીઝ કોર્ન ડિલાઇટને ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરી લિજ્જત માણો


ફુટ રાયતુ

સામગ્રી : ૧ નંગ કેળુ ૧ નંગ નાનુ સફરજન ૨ ચમચી ઝીણા સમારેલા અનાનસ ૪ નંગ અખરોટ, કાજુ અને ખજૂર દોઢ વાડકી મોળું દહીં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી મરીનો ભૂકો અડધી ચમચી ઝીણું સમારેલું લીલું મરચું ૧ ચમચી ઝીણું સમારેલુ ફુદીનો ૨ ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ખાંડ

રીત: –

સૌ પ્રથમ દહીંને વલોવીને તેમાં મીઠું, મરી, જીરુ, લીલા મરચાં અને ખાંડ ઉમેરો ત્યાર બાદ કેળાને છોલીને તેની પાતળી સ્લાઇઝ કરી લો. સફરજનને છીણી લો. હવે કાજુ, અખરોટ અને ખજૂરનાં નાના ટુકડા કરી લો. હવે તૈયાર કરેલા ડ્રાયફ્રુટને ફ્રેશ ફુટ દહીંમાં ઉમેરવા. ફુદીનાને તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી ફ્રિજમાં ઠંડ કરી લો. હવે તેને કાચના બાઉલમાં સર્વ કરી લિજજત માણો.

Leave a Reply

Your email address will not be published.