આલિયા ભટ્ટ હવે હોલિવુડ માં !

બોલિવુડ ની યંગ એકટ્રેસીસ માં સૌથી વધુ ટેલેન્ટેડ ગણાતી આલિયા ભટ્ટ માટે બેવડી ખુશી ના સમાચાર છે. તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી’ વધુ એક હિરોઈન કેન્દ્રીત ફિલ્મ બની કે જેણે ૧૦૦ કરોડ ના બોક્સ ઓફિસ કલેક્શન ને પાર કર્યું છે. જયારે બીજી ખુશી ના સમાચાર છે કે તે નેટલિક્સ ની આગમી ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન થી હોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે.“હાર્ટ ઓફ સ્ટોન નેટફિલક્સ ની એક આંતરરાષ્ટ્રીય જાસુસી થ્રિલર છે જેમાં આલિયા ભટ્ટ સાથે ગેલ ગેડોટ અને જેમી ડોર્નન અભિનય કરશે. જ્યારે ફિલ્મ નું નિર્દેશક ટોમ હાર્પર કરશે. હાર્ટ ઓફ સ્ટોન માં ગેલ ગેડોટ એક ખતરનાક જાસુસ ની ભૂમિકા માં હશે. જો કે આલિયા ભટ્ટ ના રોલ વિષે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે હવે બોલિવુડ ની આ ટેલેન્ટેડ હિરોઈન હોલિવુડ માં પદાર્પણ કરી રહી છે તે સૌથી મોટી વાત છે. જો કે આમ બધુ કાંઈ અચાનક નથી થતું. વાસ્તવ માં આલિયા ભટ્ટે ગત વર્ષે જ હોલિવુડ ની ફિલ્મો કરવા મન બનાવી લીધુ હતું. ત્યાર બાદ તેણે અમેરિકન ટેલેન્ટ એજન્સી વિલિયમ મોરીસ એડવેન્ચર ની સેવાઓ લીધી હતી. જે મનાથકી તેને આ પ્રથમ હોલિવુડ પ્રોજેક્ટ મળ્યો છે. આલિયા ભટ્ટ ૨૦૧૨ માં ધર્મા પ્રોડક્શન ની ફિલ્મ ટુડન્ટ ઓફ ધ યર થી બોલિવુડ માં ડેબ્યુ કર્યા ના ૧૦ વર્ષ માં ૨૧ ફિલ્મો કરી છે. જેમાં ઘણી યાદગાર અને બ્લોક બસ્ટર મુવી પણ સામેલ છે જેવી કે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, ઉડતા પંજાબ, અય દિલ હૈ મુશ્કિલ, ડિયર જિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી, ઝીરો, ગલિબhય, કલંક અને ગંગબાઈ કાઠિયાવાડી પ્રમુખ છે. આ એક દાયકા માં લગભગ બે ડઝન ફિલ્મો માં કામ કરી ચૂકેલી આલિયા એ હોલિવુડ સ્ટાર્સ સાથે કામ કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ અગાઉ પણ ઐશ્વર્યા રાય, મલ્લિકા શેરવત, પ્રિયંકા ચોપરા, દિપીકા જેવી ઘણી અભિનેત્રીઓ હોલિવુડ માં કામ કરી ચૂકી છે. જો કે આલિયા એ નાની ઉંમર માં એક પછી એક સફળતા મેળવી રહી છે. ચાલુ વર્ષે તેની બોયફ્રેન્ડ રણબીર કપૂર તેમ જ અમિતાભ બચ્ચન સ્ટારર બ્રહ્માસ્ત્ર તેમ જ દ.ભારત ના સુપ્રસિધ્ધ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલી ની આગામી ફિલ્મ આરઆરઆર માં પણ જોવા મળશે. બોલિવુડ ના વિવાદાસ્પદ પ્રોડ્યુસર, ડિરેક્ટર મહેશ ભટ્ટ અને તેમની બીજી વાર ના પત્ની સોની રાઝદાન ની આ દિકરી બોલિવુડ બાદ હવે હોલિવુડ માં પણ ધૂમ મચાવશે.

Leave a Reply

Your email address will not be published.