ઈતિહાસ રચતા યોગી બાબા
ભારત ના પાંચ રાજ્યો ના ચૂંટણી પરિણામો પૈકી સૌની નજર યુ.પી.ના પરિણામો ઉપર હતી. દર પાંચ વર્ષે સરકાર બદલાવા ની પરંપરા ધરાવતા દેશ ના સૌથી મોટા અને અગત્ય ના રાજ્ય માં યોગી આદિત્યનાથ ની આગેવાની માં ફરી એક વાર ભાજપા એ સ્પષ્ટ બહુમતી મેળવી ને ઈતિહાસ રચવા ઉપરાંત બે મહત્વ ના પક્ષો – સ્થાનિક બસપા અને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ ને બિલકુલ હાંસિયામાં ધકેલી દીધા હતા.ઉત્તરપ્રદેશમાં સતત બીજી ટર્મ સત્તા જાળવી રાખવા માં સફળ રહેનારા ભાજપા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ આ ઐતિહાસિક જીત મેળવવા ઉપરાંત ઘણા વિક્રમો પણ રચ્યા છે. યુ.પી.માં ૭૧ વર્ષ ના ઈતિહાસ માં પોતાના પાંચ વર્ષ ની ટર્મ પૂરી કરી ને સતત બીજી વખત મુખ્યમંત્રી પદ મેળવનાર યોગી રાજય ના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ૨૦ મી મે, ૧૯૫૦ માં યુ.પી. વિધાનસભા નું ગઠન થયા બાદ ના ૭૧ વર્ષો માં રાજ્ય ને ૨૧ મુખ્યમંત્રીઓ મળ્યા છે. આમ ૭૧ વર્ષ ના ઈતિહાસ માં પ્રથમ પૂર્ણ ટર્મ કર્યા બાદ બીજી વાર મુખ્યમંત્રી બનનારા યોગી પ્રથમ યુ.પી.ના મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત પાંચ વર્ષનો યુ.પી.ના મુખ્યમંત્રી નો કાર્યકાળ પૂરો કરનારા ભાજપા ના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૭ બાદ મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડનારા મુલાયમ સિંહ બાદ તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે સતત બીજી વખત જીત મેળવનારા તેઓ યુ.પી.ના પા’ચમાં મુખ્યમંત્રી બન્યા છે. જો કે અન્ય ચાર મુખ્યમંત્રીઓ એ તેમના શાસન ના પાંચ વર્ષ પૂર્ણ કર્યાન હતા. આ ઉપરાંત રાજ્ય ના મુખ્યમંત્રી તરીકે છેલ્લા ૩૫ વર્ષો થી ચાલતા નોયડા ફેક્ટર તોડી ને નોઈડા ની મુલાકાત લીધા બાદ પણ સત્તા ના પાંચ વર્ષ પૂરા કરી ચૂંટણી જીતનારા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષોમાં યોગી આદિત્યનવિ ાથ યુપી ના પ્રથમ ની મુખ્યમંત્રી બનશે જેમણે ધારાIભ્ય તરીકે શપથ લીધા હોય. આ અગાઉ ૨૦૦૭ માં માયાવતી અને ૨૦૧૨ માં અખિલ શ યા દ વ વિ ધા પરિષદ ના સભ્ય તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનથિ ની પ્રચંડ જીત થી રાજ્ય અને દેશ નાઅનેક વિપક્ષી રાજકીય પક્ષો ને પેટ માં ચૂંક આવવી તો સ્વાભાવિક છે પરંતુ યોગી આદિત્યનાથ ની યુ.પી.માં જીત ઉપર તો ભારત ના પાડોશી દેશ અને વિસ્તાર માં અને વસ્તી ની દૃષ્ટિ એ લગભગ યુ.પી. જેવડા જ પાકિસ્તાન તરફ થી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. ત્યાં ના એક રાજકીય વિશ્લેષણ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે યોગી આદિત્યનથ ની યુ.પી.માં જીત થી એક વાત તો નક્કી છે કે ભારત હવે તેમનો હિન્દુત્વવાદી નો રસ્તો બદલવા નું નથી. આગામી દિવસો માં પરિસ્થિતિ વધારે ખરાબ થશે. પાકિસ્તને ૨૦૧૯ પછી ના ભારત ની સરખામણી એ વધારે દુઃસાહસી ભારત સાથે લડવા માટે તૈયાર રહેવું પડશે. અન્ય એક યુઝરે ટ્વિટ કર્યું હતુ કે યુ.પી.ની ચૂંટણી માં ભાજપા ની જબરદસ્ત જીત પછી મુસ્લિમ વિરોધી યોગી આદિત્યનાથ એ નરેન્દ્ર મોદી ના સંભવિત ઉત્તરાધિકારી તરીકે ની પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. જ્યારે વિકાસ અહમદ નામક યુઝરે ટ્વિટ કર્યું હતું કે વધુ એક સમસ્યા છે. જો જાતિવાદ વધશે તો તે દક્ષિણ એશિયા ના બાકી ના હિસ્સા માં પણ ફેલાશે. અમે તાજેતર માં જ જોયું કે કઈ રીતે બાંગ્લાદેશ માં હિંદુઓ ઉપર કેસ ચાલ્યો હતો. હવે આ બધી જગ્યાઓ એ ફેલાઈ જશે અને આ વિસ્તારો માં વસતા અલ્પસંખ્યકો ને ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.