ચાર રાજ્યો માં કમળ, પંજાબ ને ઝાડુ
દેશ ના મહત્વ ના પાંચ રાજ્યો – ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ એમ પ રાજ્યો ના ચૂંટણી પરિણામો જાહેર થઈ ચુક્યા છે જેમાં લખાય છે ત્યાં સુધી માં ચાર રાજ્યો માં કમળ ખીલી રહ્યું છે જ્યારે પંજાબ પર ઝાડુ ફરી વળ્યું છે.આ પાંચ રાજ્યો ની ચૂંટણી માં લોકો ને સૌથી વધુ ઉત્કંઠા અને ઉત્તેજના યુ.પી. વિધાનIભા ના ચૂંટણી પરિણામો અંગે હતી. અને ના માત્ર દેશભર માં, વિદેશો માં પણ સૌની નજર યુ.પી.ના ચૂંટણી પરિણામો ઉપર હતી. કારણ કે દેશ ના સૌથી મોટા અને મહત્વ ના રાજ્ય ની ૨૦૨૨ ની ચૂંટણી ના પરિણામો ની સીધી અસર ૨૦૨૪ ની લોકસભા ની ચૂંટણી ઉપર પડી શકે છે. જો કે યુ.પી.માં ન માત્ર ભાજપા ની ઝળહળતી જીત થઈ છે. પરંતુ બીએપી અને કોંગ્રેસ નાસૂપડા સાફ થઈ ગયા છે. યુ.પી.માં ૪૦૩ બેઠકો માં થી ભાજપા ૨૬૩, સ.પા. ૧૩૫, બસપા-૧, કોંગ્રેસ-૨ અને અન્ય ને ૧ બેઠકો મળી હતી. જ્યારે ઉત્તરાખંડ ની ૭૦ બેઠકો પૈકી ભાજપા ને ૪૮, કોંગ્રેસ-૧૮ અને અન્ય ને ૪ બેઠકો મળી છે. ગોવા ની ૪૦ બેઠકો પૈકી ભાજપા-૨૪, કોંગ્રેસ-૧૨, આપ-૨ જ્યારે અન્ય-૬ બેઠકો, મણિપુર ની ૬૦ બેઠકો પૈકી ભાજપા-૨૮, કોંગ્રેસ-૯ અને અન્ય ને ૨૩ બેઠકો મળી હતી. જ્યારે સરહદી રાજ્ય પંજાબ માં ૧૧૭ બેઠકો પૈકી આપ ને ૯૨, કોંગ્રેસ-૧૮, અકાલીદળ-૪, ભાજપા-૨ અને અન્ય ને ૧ બેઠક મળી હતી. આમ પંજાબ માં આપ નું ઝાડુ ફરી વળ્યું છે. અને હવે વન સ્ટેટ વન્ડર ગણાતાઆપ ના અરવિંદ કેજરીવાલ પોતાની ઉપર નો આ ટેગ સાત વર્ષે હટાવવા માં સફળ થયા હતા. હવે આપ ની દિલ્હી અને પંજાબ જેવા બે રાજ્યો માં સરકાર બનશે. જો કે પાચેય રાજ્યો પૈકી એક માત્ર પંજાબ માં જ્યાં અગાઉ કોંગ્રેસ ની સરકાર હતી ત્યાં કોંગ્રેસ શરમજનક દેખાવ કરતા માત્ર ૧૮ બેઠકો જ મેળવી શકી હતી. પક્ષ ની આંતરીક યાદવાસ્થળી ને કારણે હાથ માં થી સરકાર સરકી ગઈ છે. પંજાબ ના ચૂંટણી પરિણામો બાદ ખુદ પોતાની અમૃતસર ઈસ્ટ ની બેઠક પણ હારી જનાર કોંગ્રેસ ના બહુ બોલકા પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ એ પોતાના પદ ઉપર થી રાજીનામુ આપી દીધું હતું.