‘જેલી ને હજુ પણ અમેરિકા થી આશા !!!
રશિયા અને યુક્રેન વચ્ચે ના યુધ્ધ ના ૧૦મા દિવસે યુકેન ના એક શહેર રશિયન આકાશી હુમલાઓ ના કારણે ખંડેર માં પરિવર્તિત થઈ ચુક્યા છે. આવા સમયે યુકેન ના રાષ્ટપતિ વોલેદિમિર જેલેન્કી એ અમેરિકા ને ફાઈટર પ્લેન મોકલવા અને રશિયા ની તેલ આયાત ઘટાડવા માટે ની ભાવુક અપીલ કરી હતી.અમે રિકા ના પરંપરાગત હરીફ અને કોલ્ડ વોર સમય ના મુખ્ય પ્રતિસ્પર્ઝા એવા સોવિયેટ યુનિયન ના જ બે દેશો રશિયા અને યુકેન પૈકી યુક્રેન ને પોતાની તરફ આકર્ષી અને અમેરિકા ની આગેવાની હેઠળ ના લશ્કરી સંગઠન નાટો ની – નાટો સંગઠન ના ૩૦ દેશો ની લોલિપમેપ વર્ષો થી બતાવી રાખી છે. ૧૯૯૦ ની શરુઆત ના સમય થી જ યુક્રેન નો નાટો તરફ નો ઝુકાવ જોવા મળ્યો હતો. અમેરિકા અને નાટો દેશો યુક્રેન ને નાટો નું સભ્ય બનવતા નથી અને સાફ ના પણ નથી પાડતા.જ્યારે ડિસે. ૨૦૨૧ ના નાટો પ્રમુખ યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેસ્કી ની મુલાકાત બાદ થી રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભડકી ગયા હતા. તેમણે છેલ્લા ત્રણ માસ માં યુકેન ને ત્રણેય દિશા માં થી ઘેરી લીધા બાદ જ યુધ્ધ શરુ કર્યું હતું. રશિયા એ યુધ્ધ શરુ કરતા અગાઉ પણ અમેરિકા અને નાટો ને તેમ જ યુક્રેન ના રાષ્ટ્રપતિ ને પણ સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે રશિયા પોતાના પાડ|ોશી દેશ માં, પોતાના બેકયાર્ડ માં અમેરિકન થાણુ, અમેરિકા કે નાટો ના સૈન્ય તથા તેમના શસ્ત્રાસ્ત્રો હરગીઝ સાંખી નહીં લે.
તેમણે યુધ્ધ નિવારવુ હોય તો યુક્રેન નાટો માં સામેલ નહીં થાય તેમ જ યુક્રેન ની ધરતી ઉપર અમેરિકા કે નાટો ના સૈન્ય તથા તેમના શસ્ત્રાસ્ત્રો નહીં રાખે. જે કે યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેન્કી એ અમેરિકા અને નાટો દેશો ના ઠાલા વચનો ઉપર વિશ્વાસ રાખી ને રશિયા સાથે બાથ ભિડવા તૈયાર થયું. સ્વાભાવિક રીતે જો રશિયા યુક્રેન ઉપર આક્રમણ શરુ કરી દે તો અમેરિકા નાટો દેશ સહિત વિશ્વ ના દેશો સમક્ષ રશિયા સામે ઉગ્ર આર્થિક પ્રતિબંધો લગાવી રશિયા ની આર્થિક કમર તોડી ફરી તેને પોતાની સાથે હરીફાઈ કરતું અટકાવી શકે અને આ માટે માત્ર બલિ નો બકરો બનાવવા નો હતો. યુક્રેન ને અને કોમેડિયન માં થી રાજકારણી અને આખરે રાષ્ટ્રપતિ બનેલા જેલેન્સ્કી અમેરિકા ની ચાલ માં આબાદ ફસાઈ ગયા.વાસ્તવ માં જ્યારે રશિયા એ યુક્રેન ઉપર આક્રમણ કરી દીધું ત્યારે અમેરિકા અને નાટા ની સામે મદદ… મદદપ કરી હાથ લંબાવનાર જેલસ્કી ને અમેરિકા અને નાટો ના દેશો એ સોય ઝાટકી ને સૈન્ય મદદ મોકલવા ની ના પાડી દીધી. માત્ર રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો અને અમેરિકા અને નાટો ના દેશો દ્વારા યુકેન ને રશિયા સામે લડવા નામ ની શસ્ત્ર સહાય ની જાહેરાત કરી.

જો કે પોતાની યોજના પ્રમાણે આંતરરાષ્ટવય મંચ ઉપર રશિયા ને આક્રમણખોર અને યુક્રેન ના રાષ્ટપતિ જેલેન્કી ને ચણા ના ઝાડ ઉપર ચડાવતા તેમને હિરો તરીકે ચિતરવા નું ચાલુ રાખ્યું. આજે યુધ્ધ ના ૧૦ મા દિવસે યુધ્ધ ની વિનાશકતા થી હતાશ જેલેન્કી એ શનિવારે અમેરિકા ના ૩૦૦ સાંસદો અને તેમના સ્ટાફ ને કરેલા વિડીયો કોલ માં કહ્યું હતું કે શક્યતા છે કે તેઓ જેલેસ્કી ને છેલ્લીવાર જીવતા જોઈ રહ્યા હોય. યુક્રેન ને પોતાની હવાઈ સરહદ ની સુરક્ષા ની જરુર છે. આ તો નાટો સંગઠન દ્વારા નો ફલાયા ઝોન જાહેર કરવા ની અથવા યુક્રેન ને વધારે ફાઈટર વિમાનો મોકલવા થી જ શક્ય છે. યુક્રેન છેલ્લા કેટલાક દિવસો થી આ ક્ષેત્ર ને નો ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી રહ્યું છે. પરંતુ રશિયા એ અગાઉ થી જ અમેરિકા અને નાટો ના દેશો ને આમ ના કરવા અથવા તો આમ કરવા થી રશિયા આ તમામ દેશો ને યુધ્ધ માં યુક્રેન ના પક્ષકાર તરીકે ઘસડવા ની ધમકી આપી ચુક્યુ છે. આથી અમેરિકા અને નાટો ના દેશો યુકેન ની માંગ એમ કહી ને સ્વિકારી નથી કે તેના થી રશિયા સામે ની લડાઈ વધી શકે છે.યુધ્ધ શરુ થયુ ત્યાર થી આજ દિન સુધી માં યુક્રેન માં થી ૨૦ લાખ યુક્રેનીયનો પાડોશી દેશો ન માં હિજરત કરી ચૂક્યા છે. યુક્રેન ની રાજધાની કિવ ને રશિયા ની બન્નરબંધ ગાડી આ ઘેરી ને ઉભી છે તેમ જ કિવ ઉપર ભિષણ હવાઈ હુમલાઓ ચાલુ જ છે. આ ઉપરા‘ત રશિયા ના અન્ય ઘણા શહેરો ઉપર પણ ભિષણ મિસાઈલ એટેક અને બોંબમારો ચાલુ છે. ત્યારે જેલેન્કી અમેરિકા અને નાટો ને હજુ ભાવુક કાકલુદીઓ કરી રહ્યા છે.