દર બીજા દિવસે સ્થાન બદલતા જેલેન્કી

રશિયા ની સેના યુધ્ધ ના ૧૬ માં દિવસે પણ યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલેન્કી સુધી પહોંચી શકી નથી જેનું મુખ્ય કારણ અમેરિકી વિશેષજ્ઞો ની સહાયી યુકેન ની સરકાર પોતાના રાષ્ટ્રપતિ ને રશિયા ના | શાર્પ શૂટરો થી બચાવવા દર બીજા દિવસે તેમનું સ્થાન બદલી નાખે છે.યુક્રેન ની સેના અને સરકારે પોતાના રાષ્ટ્રપતિ જેલેસ્કી ને બચાવવા માટે યુક્રેન ની રાજધાની કિવ માં જ ઘણા સેફ હાઉસ બનાવી રાખ્યા છે. યુક્રેન ને સમર્થન આપી રહેલા અમેરિકા અને નાટો દેશો ના સંરક્ષણ વિશેષજ્ઞો એ રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ની સુરક્ષા માટે એક સંયુક્ત પ્લાન ઘડી કાઢ્યો છે. યુક્રેન ની રાજધાની કિવ ઉપર સંભવિત રશિયા ના કળ્યા ની આશંકા એ આ પ્લાન તૈયાર કરાયો છે. જો યુક્રેન માં કિવ ઉપર કળ્યા બાદ રશિયા હાલ ની જેલસ્કી સરકાર ને બરતરફ કરી ને રશિયા સમર્થિત કોઈ કઠપૂતળી સરકાર નું ગઠન કરે છે તેવા સંજોગો માં પણ જેલેન્કી યુકેન ના પશ્ચિમી વિસ્તાર કાપેથિયા ના પર્વતો માં બનવાયેલા ગુપ્ત રાષ્ટ્રપતિ પેલેસ થી શાસન નીધૂરા સંભાળશે. આ પ્રકાર ની યોજના બનાવવા માં સામેલ યુકેન ના એક વરિષ્ઠ અધિકારી ના જણાવ્યા પ્રમાણે એવી પણ રણનીતિ બનાવાઈ છે કે યુક્રેન ને પશ્ચિમી દેશો તરફ થી હથિયારો ની સપ્લાય સતત ચાલુ રહેશે, જ્યારે રશિયા ઉપર લગાવાયેલા આર્થિક પ્રતિબધો ને ક્યારેયહટાવાશે નહીં. જાન્યુઆરી માસ માં જ યુ.એસ.ની મુલાકાતે ગયેલા યુક્રેન ના રાષ્ટ્રપતિ જેલસ્કી એ રશિયા સાથે સંભવિત યુધ્ધ ના પગલે પોતાની અને પરિવાર ની સુરક્ષા વિષે પૂછપરછ કરી હતી. જો કે અમેરિકી વહીવટી તંત્ર એ તેમને એવી સલાહ આપી હતી કે યુધ્ધ ના સંજોગો માં રાષ્ટ્રપતિ જેલસ્કી ની કિવ માં હાજરી યુક્રેન ના લોકો ના જુસ્સા ને જાળવી રાખવા માટે જરુરી છે. જો કે જેલેન્કી ના પત્ની ઓલે ના યુક્રેનિયન પ્રજા ના નામે વિડીયો મેસેજ અપલોડ કરતી રહે છે, પંરતુ તે યુક્રેન માં હાજર ના હોવાની ચર્ચાઓ છે. જ્યારે યુક્રેન માં જેલસ્કી બાદ બીજા ક્રમ ના નેતા સંસદ ના સ્પીકર મનાય છે. હાલ યુક્રેન સંસદ ના સ્પીકર રુસલાન સ્ટીફનશ્યક છે જેઓ પણ પશ્ચિમી સમર્થક છે.

Leave a Reply

Your email address will not be published.