‘દાદીમા ના નુસખા
-એક ગ્લાસ બિલીનો રસ લઈ તેમાં ચપટી શેકેલી ફટકડી મેળવી સવાર-સાંજ પીઓ.
– જો કોઈને એલોપેથી દવાને કારણે ઝાડા થાય તો લીંબૂના રસમાં થોડું ઘી મેળવી પી જાઓ.
– ફુદીનાનો ચાર ટીપાં જેટલો અર્ક તાજા પાણીમાં નાખી સેવન કરો.
– બથવાનું શાક મગની દાળમાં મેળવી ખાવાથી ઝાડામાં ફાયદો થાય છે.
– આંબલીના ઠળીયાને પાણીમાં વાટી લો. ત્યારબાદ બે ચમચી જેટલું છાશ સાથે લો.
– જો ઉનાળાની ઋતુમાં ઝાડા થઈ જાય તો ચાર-પાંચ લિમડાના કોમળ પાનને પાણીમાં ઉકાળી, ગાળીને તેમાં સાકર નાખી પીઓ.
– તુલસીના બે-ચાર પાંદડા સવાર સાંજ ખાઓ, ઝાડા મટી જશે. – બે ત્રણ તજના ચૂરણને ખાઈ ઉપરથી પાણી પી લો.
– એક કપ પાણીમાં એક ચમચી આદુનો રસ તથા ચાર દાણા મરીને ઓટાવી કાઢા રૂપે પીઓ.
– ચાર પીપલ, બે નાની હરડે તથા બે ચપટી સંચર નાંખી ત્રણ ખોરાક બનાવો. આ ચૂરણને દિવસમાં ત્રણવાર લેવાથી ઝાડા મટી જાય છે.
– એક ચમચી ધાણાજીરૂ પાણી સાથે ફાંકો.
-એક અખરોટની ગરીને ઝીણું કરી નાભિ પર પાતળો પાતળો લેપ કરો. જો ઝાડામાં મરોડ હોય તો તે પણ મટી જશે.
પથ્થ-અપથ્ય- મગની દાળની પાતળી ખિચડી બનાવી ખાવાથી ઝાડમાં આરામ મળે છે. આ ખિચડીમાં ઘી ના’ખ્યા વિના દહીં કે છાશ સાથે ખાવી જોઈએ. જ્યાં સુધી ઝાડા ન મટે ત્યાં સુધી મસાલાવાળા ખાદ્ય પદાર્થો અથવા પકવાન ખાવા જોઈએ નહીં. આખો દિવસ તુલસીના પાંદડાનું પાણી પીઓ. આ પાણી બનાવવા એક લીટર પાણીમાં ચાર પાંચ તુલસીના પાન નાખી ઉકાળો. આ પાણીને તા‘બાના વાસણમાં ભરી મૂકી રાખો. પેટના કૃમિને મારવામાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે.
ગરમ, શુષ્ક તથા નશીલા પદાથનું સેવન કરવું નહીં. જ્યારે ઝાડો થોડો બંધાય તો દૂધી, તૂરિયા, ટિંડાનું શાક ચોકસહિત લોટની રોટલી સાથે ખાવું જોઈએ. દરરોજ હળવો વ્યાયામ કરો અને પેટ પર પાણીની ધાર નાંખો. લીંબૂ, દાડમ, કેળા, પપૈયા, જામફળ વગેરે ફળો થોડા પ્રમાણમાં લેવા જોઈએ.
મરડાનો રોગ જ્યારે મળત્યાગ વખતે અથવા મળત્યાગ પહેલા આંતરડામાં દુખાવો, ચસક અથવા વળ પડે તો સમજી લો કે આ મરડા આ મરડાનો રોગ છે. આ રોગમાં પેટના વિકારોને કારણે આંતરડાની નીચેની બાજુએ થોડો સોજો ચડી જાય છે. તે સ્થિતિમાં મળની સાથે આમ અથવા લોહી પડવા લાગે છે. જો મરડાની સાથે લોહી પણ પડે તો તેને રક્તવાળો અતિસાર કહેવાય છે. દાદીમાનું કહેવું છે કે પેટમાં વિભિન્ન દોષો બગડવાથી આ રોગ ફેલાય છે.
કારણો – આ રોગ માખીઓથી ફેલાય છે. રોગના જીવાણુઓ રોગીના મળમાં મોજૂદ રહે છે. જ્યારે પણ મરડાનો રોગી ખુલ્લામાં મળ ત્યાગ કરે છેતો તેના પર માખીઓ બેસે છે. તે પેલા જીવાણુઓને પોતાની સાથે લઈ જાય છે અને ખુલ્લી પડેલી ખાવા પીવાની વસ્તઓ પર બેસી બિમારી ફેલાવે છે અને જે વ્યક્તિ ખુલ્લી વસ્તુઓ ખાય છે તેને મરડાની બિમારી થઈ જાય છે. જો કાચુ અને ઓછુ પચેલું ભોજન પણ પેટમાં થોડો વખત પડ્યું રહે તો તે સડીને પાચનતંત્રમાં ઘા પેદા કરે છે. તેને કારણે પણ મરડાનો રોગ થઈ જાય છે.
લક્ષણો – શરૂઆતમાં નાભિની તથા આંતરડામાં દરદ થાય છે. એવું લાગે છે કે કોઈ છરીથી આંતરડાને કાપી રહ્યો છે. ત્યારબાદ મળદ્વારથી પાતળો, ચીકણો અને દુર્ગધયુક્ત મળ બહાર