ધ કાશ્મિર ફાઈલ્સા
ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી તેમની આ અગાઉ નેતાજી ઉપર ની ફિલ્મ ધ તાત્કંદ ફાઈલ્સ થી જ પોતાની એક અલગ, આગવી અને ખૂબ જ સંશોધન બાદ સત્ય ને બેજીજક પ્રસ્તુત કરતા ડિરેક્ટર ની પ્રતિભા બનાવી છે. હવે તેઓ કાશ્મિરી પંડિતો ઉપર ના અત્યાચારો ને તાદેશ્ય કરતી ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ લઈ ને આવ્યા છે. જે ભારતભર માં ૧૧ મી માર્ચે રિલીઝ થનારી છે.જો કેયુએસએ માં આ ફિલ્મનું સ્ક્રીનીંગ ૧ માસ અગાઉ જ થઈ ગયું અને અત્યાર સુધી માં યુએસ માં ૩૦ થી વધારે સ્ક્રીનીંગ થઈ ચૂક્યા છે. જો કે આ ફિલ્મ ની રિલીઝ અટકાવવા વિવેક અગ્નિહોત્રી ને ધાક ધમકીવાળા ફોન આવી રહ્યા છે. અમેરિકા માં પણ આવા જ ફોન સ્ક્રીનીંગ અગાઉ આવ્યા હતા, પરંતુ તેમણે તેને અવગણ્યું હતું. ભારત માં પણ જેમ જેમ રિલીઝ ની તારીખ આવતી જાય છે તેમ તેમ ધમકીભર્યા ફોન અને મેસેજીસ ની સંખ્યા વધી રહી છે. આ ફિલ્મ કાશ્મિર માં કાશ્મિરી પંડિતો ઉપર, સત્ય ઘટના ઉપર આધારીત છે. આ ફિલ્મ માં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોષી તેમજ પ્રકાશ બેલવાડી જોવા મળશે. આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ખૂબ જ હૃદયસ્પર્શી છે. ટ્રેલર માં કાશ્મિર માં કર્યુ ની સ્થિતિ અને કાશ્મિરી પંડિતો નું દુઃખ છલકાય છે. ડિરેક્ટરે ટ્રેલર રિલીઝ બાદ કહ્યું હતું કે કાશ્મિર ની સ્ટોરી મોટા પડદા ઉપર લાવવી તે કોઈ સરળ કામ ન હતું. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારીત છે અને ચાહકો ના દિલ માં અલગ જ જગ્યા બનવિશે. આ ફિલ્મ માં ૧૯૯૧ માં થયેલા કાશ્મિરી પંડિતો ના સ્થળાંતર, જે માનવ ઈતિહાસ ની સૌથી મોટી હ્યુમન ટ્રેજેડી છે તેની ઉપર છે ત્યારે હિન્દુઓ ને રાતો રાત વેલી છોડવા માટે મજબૂર કરાયા હતા. તેમને તેમની મિલ્કત અને પરિવાર ની મહિલાઓ બધા ને છોડી ને જવા જણાવાયું હતું. બાળકો ને એકે-૪૭ થી મારી નંખાયા હતા. પુરુષો ને કુહાડી થી કાપી નાખવા માં આવ્યા હતા.
મહિલાઓ ઉપર બળાત્કારો કરાયા હતા. ઘરો સળગાવી દેવાયા હતા. ભારત ના સૌથી જૂના અને સૌથી પવિત્ર ધર્મ ને ઈસ્લામ ના કાયદાઓ હેઠળ કન્વર્ટ કરાયો હતો. આ ફિલ્મ તે બર્બરતાપૂર્ણ ઘટના ની પાછળ ના ગંદા રાજકારણ ઉપર છે. દરેક વ્યક્તિ તેના માટે જવાબદાર છે. આ ફિલ્મ આ તમામ બાબતો ઉપર આધારીત છે. જો કે આટલા સંવેદનશીલ વિષય ઉપર ફિલ્મ બનાવ્યા બાદ વિવેક ને જાન થી મારી નાંખવા ની ધમકીઓ પણ મળી રહી છે. તેણે તાજેતર માં પોતમનું ટ્વિટર એકાઉન્ટ પણ ડિ એ કિટ -વેટ કરી દીધું , હતું. પોતને મળતી ધ મ કી આ અંગે બોલતા વિવેક એ કહ્યું હતું કે આપણા કામિ રહી ભાઈબહેનો ની પીડા અને વેદના ઉપર ઈમાનદાર ફિલ્મ બનાવવા ના કારણે? તેઓ આ વાત થી એટલા માટે નારાજ છે કે આના થી હકીકત સામે આવી શકે છે? સોશ્યિલ મિડીયા એ ઘણા ખરાબ તત્વો ને પાવર આપી દીધો છે. તેની સાથે આપણા સૌ નું મૌન તેમને સફળ થવા ની આશા આપે છે. જ્યારે મારી ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ આ ચુપ્પીને તોડે છે. હું હંમેશા માટે ભારત ના દુશ્મનો ની વિરુધ્ધ બોલ્યો છું. ફિલ્મ માં અમાનવીય આતંકવાદ ને ઉજાગર કરવા નો પ્રયાસ છે. જેણે ભારત ની સૌથી પવિત્ર ભૂમિ શિવ અને સરસ્વતિ ને નષ્ટ કરી દીધી હતી.
અને હવે ધાર્મિક આતંકવાદ ભારત માં પ્રવેશ કરી રહ્યો છે તેથી તેઓ ઈચ્છે છે કે મારા જેવા લોકો ને ચૂપ કરાવવા માં આવે. હું હંમેશા એમના માટે બોલું છું જેમનું કોઈ સાંભળતું નથી. હું ભારત વિરોધી અર્બન નક્સલવાદીઓ દ્વારા ઘણા અસત્યો નો પર્દાફાશ કરી રહ્યો છું. પરંતુ હું સારી રીતે માનુ છું કે કાશ્મિર નરસંહાર જેવી દુઃખદ ઘટના માં મન મદદ કરે છે. તેમને ખબર હોવી જોઈએ કે મને ચૂપ કરી શકાશે નહીં. હું મારા તમામ ફોલોઅર્સ અને પ્રશંસકો ના પ્રેમ અને સમર્થન માટે હૃદય થી આભારી છું. આ ફિલ્મ ની પ્રતિભાવાન એડ્રેસ પલ્લવી જોશી એ ફિલ્મ સાથે ના અનુભવ વિષે કહ્યું હતું કે આ ફિલ્મ ની સ્કીટ જેટલી સારી છે તેટલી જ સારી ફિલ્મ છે અમે લોકો એ આ ફિલ્મ ના શૂટિંગ દરમ્યિાન જે અનુભવ્યું તે ઈમોશન્સ નો અનુભવ દર્શકો ને પણ થશે. અમે એક શોકીંગ અને દુખી સ્ટોરી દર્શકો સામે રજુ કરી રહ્યા છીએ.૧૯૯૧ માં આપણા જ દેશ ભારત માં ધરતી ઉપર ના સ્વર્ગ ગણાતા કાશિમર માં પેઢીઓ થી વસતા કાશ્મિરી પંડિતો ના નરસહાર અને કાશ્મિર માં થી કરવી પડેલી હિઝરત ની કથાનક વાળી ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ એકવાર અવશ્ય જોવા જેવી ફિલ્મ છે.