‘પંજાબ ના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબ વિધાનસભા ની ચૂંટણી માં “આપ” નું ઝાડુ એવું ફરી ગયુ કે પંજાબ માં થી કોંગ્રેસ અને અકાલી દળ નો સફાયો કરી નાંખ્યો છે. ૧૧૭ બેઠકો પૈકી ૯૨ બેઠકો જીતતા ૭૨ બેઠકો માં જે વધારો નોંધાયો છે તેની સામે કોંગ્રેસ ગત વખત ની બેઠકો પૈકી ૫૯ બેઠકો માં ઘટાડા સાથે માત્ર ૧૮ બેઠકો જ્યારે શિરોમણી અકાલિ દળ ૧૨ બેઠકો ના ઘટાડા સાથે માત્ર ચાર બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી.“આપ” એ પંજાબ માં મુખ્યમંત્રી પદ નો ઉમેદવાર ભગવંત માન ને જાહેર કરી ચૂંટણી લડી હતી. આમ હવે ભગવંત માન પંજાબ ના ભાવિ મુખ્યમંત્રી છે. ૧૮ ઓક્ટો. ૧૯૭૩ ના દિવસે પંજાબ ના સંગર જીલ્લા ના સતતેજ ગામે જન્મેલા ભગવંત માન રાજકારણ માં આવતા અગાઉ પંજાબ માં કોમેડિયન તરીકે લોકપ્રિય હતા. જુનુ નામ થી હીટ ટીવી સિરિયલ્સ ઉપરાંત “મેં મા પંજાબ ડી’ ફિલ્મ માં પોલિસવાળા નો કોમેડિયન રોલ પણ નિભાવ્યો હતો. રાજનીતિ માં આવતા અગાઉ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ માં નવજોત સિંગ સિધ્ધ જજ હતા અને ભગવંત માન સ્પર્ધક હતા. ભગવંત માન એ રાજકીય કારકિર્દી ની શરુઆત મનપ્રિત બાદલ ની પંજાબ પિપલ્સ પાર્ટી થી કરતા ૨૦૧૨ માં લહરા વિધાનસભા બેઠક થી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયાહતા. ત્યાર બાદ મનપ્રિત કોંગ્રેસ માં જોડાયા હતા ત્યારે ભગવંત માન એ આપ નું ઝાડુ પકડ્યું હતું. ભગવંત માન ૨૦૧૪ અને ૨૦૧૯ ની લોકસ Iભા ની ચૂંટણી માં આપ ના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. જો કે ૨૦૧૫ માં તેમના પત્ની | ઈંદ્રપ્રિત કૌર તેમના થી અલગ થઈગયા હતા અને હાલ માં એક પુત્રી અને એક પુત્ર સાથે અમેરિકા માં રહે છે. સાંસદ તરીકે ભગવંત માન વિષે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંસદ ના લોર ઉપર ભગવંત માન ની “પીવા ની આદત’ વિષે વ્યંગ કર્યો હતો. જો કે પંજાબ ની ચૂંટણી અગાઉ તેમણે પીવા નું છોડી દીધું હોવા ની જાહેરાત કરી હતી.પંજાબ એક મહત્વનું સરહદી રાજ્ય છે જ્યાં હવે આપ ની સરકાર ભગવંત માન ના નેતૃત્વ હેઠળ રચાશે જેની ઉપર આપ ના કન્વીનર અરવિંદ કેજરીવાલ ની સીધી નજર રહેશે. હવે આવતા પાંચ વર્ષ માં પંજાબવારૂ ૧ીઓ ને તેમણે પસંદ કરેલા “આપ” ના શાસન નો લાભ મળશે !!