પાકિસ્તાન ઉપર દબાણ ?
પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી ના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં રશિયા એ કરેલા યુક્રેન ઉપર ના આક્રમણ ને વખોડવા માટે પાકિસ્તાન ઉપર દબાણ કરાયું હતું. આવું દબાણ કરનારા યુરપિયન યુનિયન ના રાજદૂતો ને ઈમરાને વખોડ્યા હતા.૫. કે . વડા પ્ર ધો – ઈમરાન ખાન નિયાઝી ને યુરરોપિયન યુનિયન ના ૨૨ જેટલા ડિપ્લોમેટ્સ દ્વારા સંયુક્ત રીતે લખાયેલા પત્ર ના જવાબ માં નિયાઝી એ કહ્યું હતું કે પાકિસ્તાન કોઈ પશ્ચિમ નું ગુલામ નથી કે તેઓ જે કહેશે અને તેમ જ કરીશું. હું તેમને પૂછવા માંગુ છું કે શું તેમણે ભારત ને પણ આવો જ પત્ર લખી ને દબાણ સર્યુ હતુ કે નારાજગી દર્શાવી હતી ? અમે તમારા કહેવા થી હવે કોઈ ભૂલ કરવા ના નથી, કારણ કે તેનાથી આખરે પાકિસ્તાન ને જ નુક્સાન થાય છે. ગત વખતે અફઘાનિસ્તાન માં પશ્ચિમી નાટો ગઠબંધન નું સમર્થન કર્યું હતું અને તેનું પરિણામ અમારે જ ભોગવવું પડ્યું હતું. અમારી અમેરિકા, રશિયા, ચીન અને યુરરેપ સાથે મિત્રતા છે પરંતુ અમે કોઈ કેમ્પ ના નથી. અમે તટસ્થ છીએ, ૧ લી માર્ચે ફ્રાન્સ અને જર્મની સહિત પાકિસ્તાન માં વિવિધ વિદેશી મિશનો ના પ્રમુખો એ ૨૫ મી ફેબ્રુઆરી ના યુએનએસસી પ્રસ્તાવ ને ટાંકી ને એક સંયુક્ત પત્ર લખ્યો હતો. જો કે પાકિસ્તાન માં યુરોપિયન સંઘ ના પ્રતિનિધિ મંડળ ના પ્રમુખો ના જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવ નો ઉદેશ્ય ઈન્ટરનેશનલ સ્તર ઉપર માન્યતા પ્રાપ્ત સીમાઓ ની અંદર યુક્રેનની અખંડતા ની પુષ્ટિ કરવા નો અને રશિયા ની આક્રમકતા ની નિંદા કરવા નો હતો. વાસ્તવ માં છેલ્લા દોઢ-બે મહિના થી રશિયન સૈન્ય યુક્રેન ને ત્રણેય દિશાએ થી ઘેરી ને બેઠું હતું. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન વારંવાર યુક્રેન અને અમેરિકા અને નાટો ના દેશો ને યુક્રેન ને નાટો માં સામેલ નહીં કરવા અન્યથા યુક્રેન ને ગંભીર પરિણામો ભોગવવા પડશે ની ચિમકી આપી રહ્યા હતા. જેની સામે અમેરિકા અને બ્રિટન સહિત નાટો ના દેશો રશિયા ને યુક્રેન ઉપર હુમલો ના કરવા ની નહીંતર ગંભીર પરિણામો ભોગવવા ની ધમકી આપી રહ્યા હતા. તે સમયે ફ્રાન્સ અને જર્મની ના શાસકો મધ્યસ્થી કરવા નો પ્રયત્ન કરી રહ્યા હતા. આવા નાજુક સમયે પાક. વડાપ્રધાન અને સોશ્યિલ મિડીયા માં કટોરા ખાન તરીકે સુપ્રસિધ્ધ ઈમરાન ખાન નિયાઝી પુતિન ને મળવા રશિયા પહોંચ્યા હતા અને ત્યારે જ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન એ યુક્રેન ઉપર ના વિશેષ સૈન્ય અભિયાન ને ઓફિશ્યિલ કર્યું હતું.