‘પ રાજ્યોની ચૂંટણી માં દિગ્ગજો ની હાર

૫ રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણી માં પંજાબ માં આપ અને અન્ય ચારેય રાજ્યો માં ભાજપા એ જીત મેળવી ને ઈતિહાસ રચ્યો છે. પંરતુ આ રાજ્યો માં ઘણા દિગ્ગજ નેતાઓ ની હાર પણ અન્યો ની આંખો ઉઘાડનરી છે.માં જ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત ૫ દિગ્ગજ નેતાઓ ની હાર ચોંકાવનારી છે. પંજાબ ના છેલ્લા મુખ્યમંત્રી કોંગ્રેસ ના ચરણજીત સિંગ ચન્ની કોંગ્રેસ ના દલિત નેતા બે બેઠકો ઉપર થી ચૂંટણી લડ્યા હતા પરંતુ કમનસીબે બન્ને બેઠકો ઉપર થી ચૂંટણી હારી ગયા હતા જ્યારે તે અગાઉ ના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી અને બાદ માં કોંગ્રેસ માંથી રાજીનામુ આપી ને પોતાની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટી બનાવી ભાજપ સાથે ગઠબધન રચી ને ચૂંટણી લડનાર પટિયાલા ના નરેશ કેપ્ટન અમરિન્દરસિંગ પટિયાલા અર્બન બેઠક ઉપર થી ચૂંટણી હારી ગયા હતા. આ જ રીતે અકાલિ દળ ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલ તથા તેમના સુપુત્ર અને અકાલિ દળ ના પ્રમુખ સુખબીર સિંગ બાદલ પણ ચૂંટણી હારી ગયા હતા. જ્યારે કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ અને અતિ બોલકા નેતા અને પોતાને મુખ્યમંત્રી થી પણ ઉપર સુપર સી.એમ. સમજતા નવજોત સિંગ સિધ્ધ પોતાની ખુદ ની અમૃતસર બેઠક ઉપર થી પણ ચૂંટણી હારી ગયા હતા. પંજાબ માં કોંગ્રેસ ના થયેલા અભૂતપૂર્વ ધોવાણ ના પગલે તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું હતું.પંજાબ ની માફક ઉત્તરાખંડ ના પરિણામો પણ ચોંકાવનારા આવ્યા છે. રાજ્ય માં ભાજપા ની જ સત્તા હતી અને ભાજપા સત્તા જાળવી રાખવા માં તો સફળ રહ્યું પરંતુ રાજ્ય ના બન્ને પ્રમુખ રાજકીય પક્ષો – ભાજપા અને કોંગ્રેસ ના રાજ્ય ના સુકાનીઓ જ ચૂંટણી જંગ હારી ગયા છે.ભાજપા ના પૂર્વ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ની ચૂંટણી માં શરમજનક હાર થઈ છે. આ જ રીતે કોંગ્રેસ ના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત ની ચૂંટણી માં શરમજનક હાર થઈ છે.મણિપુર માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુજોયકુમાર સિંહ પણ ચૂંટણી હારી ગયા હતા. જ્યારે ઉત્તરપ્રદેશ માં ભાજપા ની ઐતિહાસિક જીત છતા નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય હારી ગયા હતા. આ ઉપરાંત ચૂંટણી સમયે જ ભાજપા અને યોગી સાથે દગો કરી ભાજપા છોડી ને સ.પા.માં જોડાનાર પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામિપ્રસાદ મૌર્ય ની પણ ચૂંટણી માં હાર થઈ છે. જ્યારે યુ.પી.માં છેલ્લા ૨૦ વર્ષો થી ચૂંટાતા બાહુબલી વિજય મિશ્રા ની હાર થઈ છે. યુ.પી.માં રાજાભૈયા સિવાય ના તમામ બાહુબલી નેતાઓ કે તેમની પત્નીઓ અને પુત્રો પણ ચૂંટણી હારી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.